Editorial

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજોની માનસિકતામાંથી મુક્ત થવાની શરૂઆત, થેંક્યુ પી એમ મોદી

દેશમાં પહેલી વખત મધ્યપ્રદેશમાં હિન્દીમાં એમબીબીએસ કોર્સનો પ્રારંભ થઈ ચુકયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ કોર્સ લોન્ચ કર્યો છે. જ્યારે આ વિરલ ઘટના આકાર લઇ રહી હતી તે સમયે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિતના બીજા મંત્રીઓ પણ હાજર રહ્યાં હતાં. અમિત શાહે કહ્યું હતું કે, ‘ભારતના શિક્ષણ જગત માટે આજનો દિવસ બહુ મહત્વનો છે.ઈતિહાસના પાનામાં આ દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થશે.નવી શિક્ષણ નીતિના ભાગરુપે પીએમ મોદીએ માતૃભાષા પર જોર આપ્યુ છે અને એમબીબીએસનો હિન્દી કોર્સ શરુ કરાયો છે.

મને ગર્વ છે કે દેશમાં મધ્યપ્રદેશની ભાજપ સરકારે તેની પહેલ કરી છે. તેમણે કહ્યું હતું કે, ટેકનિકલ અને મેડિકલ શિક્ષણમાં હિન્દી અભ્યાસક્રમની શુઆત કરીને ભાજપે ઈતિહાસ તો રચ્યો છે પણ તેની સાથે એ લોકોને પણ જવાબ આપ્યો છે જે આ બાબતને અસંભવ ગણાવી રહ્યા હતા. કોઈ પણ વ્યક્તિના વિચારવાની શરુઆત માતૃભાષામાં જ થતી હોય છે. દુનિયાભરના શિક્ષણ શાસ્ત્રીઓેએ માતૃભાષામાં શિક્ષણને મહત્વ આપ્યુ છે. ભારતમાં મેડિકલની સાથે સાથે એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને કાયદાનુ શિક્ષણ પણ માતૃભાષામાં શરુ કરાશે.પીએમ મોદીના નેતૃત્વમાં આઝાદીના 75 વર્ષો પછી મેડિકલ શિક્ષણમાં ઐતહાસિક પરિવર્તન થઈ રહ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ કામ મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને આપ્યું હતું. રાજ્યના 97 ડોક્ટરોની ટીમે 4 મહિના સુધી રાત-દિવસ મહેનત કરીને અંગ્રેજી પુસ્તકોનો હિન્દીમાં અનુવાદ કર્યો છે. ડોકટરો સાથે કોમ્પ્યુટર ઓપરેટરોની ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે MBBSના પ્રથમ વર્ષના 5 પુસ્તકોનું હિન્દીમાં અનુવાદ કરવામાં 24 કલાક, સાત દિવસનો સમય લીધો હતો. આ પ્રક્રિયામાં ટેક્નિકલ પાસાઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્યના પડકારોનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં અમિત શાહ મેડિકલ અભ્યાસના હિન્દીમાં અનુવાદિત પુસ્તકોનું વિમોચન કર્યું.

આ કાર્યક્રમમાંથી 50 હજાર જેટલા મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભોપાલની સરકારી, ખાનગી મેડિકલ, નર્સિંગ, પેરામેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. અન્ય શહેરોના મેડિકલ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. કાઉન્સેલિંગ પછી આવનાર MBBSની નવી બેચના વિદ્યાર્થીઓને હિન્દીમાં અનુવાદિત પુસ્તકોમાંથી ભણાવવામાં આવશે. 15મી નવેમ્બરથી નવી બેચનો અભ્યાસ હિન્દીમાં હશે. આ શરૂઆત બાદ, એમપીના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હિન્દી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે, રાષ્ટ્રભાષા વગર રાષ્ટ્ર ગુંગુ હોય છે. ઇટાલિયન લેખક-ચિંતક એન્ટોનિયો ગ્રેમાસ્કીનું અવતરણ છે.

એણે જ્યારે આ વાક્ય લખ્યું કે બોલ્યું હશે ત્યારે કલ્પના નહીં કરી હોય કે ભારતના સંદર્ભમાં આ વાત જડબેસલાક લાગુ પડે છે. ભારત એવો દેશ છે જ્યાં ૧૭૨૧ બોલીઓ અને ભાષાઓ છે. તેથી જ ભારતના ગૃહપ્રધાન અમિત શાહે તાજેતરમાં જ્યારે કહ્યું કે અંગ્રેજીના વિકલ્પ તરીકે હિન્દી ભાષાને અપનાવવી જોઈએ, સ્થાનિક ભાષાઓને નહીં, ત્યારે વિવાદ પેદા ન થયો હોત તો આશ્ચર્ય પામવા જેવું હતું. આપણે ગુજરાતીઓ હિન્દી ભાષા સાથે પૂરેપૂરા કમ્ફર્ટેબલ છીએ. મરાઠી, પંજાબી અને ઇવન બંગાળી પ્રજાને પણ હિન્દી સામે વાંધો નથી.

દેશના હિન્દી બેલ્ટ માટે તો સવાલ જ ઊભો થતો નથી, પણ જ્યારે હિન્દી ભાષાને પ્રભુત્વ આપવાની વાત આવે છે ત્યારે દક્ષિણ ભારતનાં ચારેય રાજ્યો ઊંચાંનીચાં થવા માંડે છે. જો કે, તેઓ ઉંચા નીચા થાય તે સ્વાભાવિક છે. કારણ કે, તેમને તેમની સ્થાનિક ભાષા ઉપર અભિમાન છે. તેઓ હિન્દી નથી સ્વિકારતા તે જ દર્શાવે છે કે, તેમને તેમના વેશ, સંસ્કૃતિ અને ભાષા માટે કેટલું સન્માન છે. પરંતુ દુ:ખની વાત એ છે કે, આપણે આપણી સ્થાનિક ભાષાના બદલે અંગ્રેજી ભાષાના ગુલામ થઇ છે. ચાણક્યએ પણ કહ્યું છે કે, માત્ર જમીન ઉપર કોઇનો કબજો થવાથી દેશ હારી જતો નથી.

પરંતુ જ્યારે સંસ્કૃતિ, ભાષા અને પહેરવેશ પર બીજા દેશનો કબજો થઇ જાય ત્યારે દેશ હારી જાય છે. આપણા માટે શરમજનક બાબત એ છે કે, અંગ્રેજો ભલે દેશ છોડીને ચાલ્યા ગયા અને આપણે તેમની ગુલામીમાંથી મુક્ત થઇ ગયાં. પરંતુ તેમની ભાષા એટલે કે ઇંગ્લિશના હજી પણ લોકો ગુલામ બની રહ્યાં છે. બાળકોને ઇંગ્લિશ માધ્યમમાં મૂકીને માતા પિતા ખૂબ ખુશ થઇ રહ્યાં છે. આપણા દેશમાં એક એવો મોટો વર્ગ પણ છે જે કોઇ વ્યક્તિ ઇંગ્લિશ સારી રીતે બોલે તો તેની આભામાં આવી જાય છે અને એક બીજો વર્ગ એવો પણ છે કે જે ઇંગ્લિશ બોલીને બીજાને હંમેશા નીચા દેખાડવાની કોશિશ કરે છે.

જે રીતે દક્ષિણ ભારતના લોકોને તેમની ભાષા પ્રત્યે પ્રેમ છે તેટલો પ્રેમ આપણને હિન્દી માટે નથી તે સ્વીકારીએ કે નહીં સ્વીકારીએ પરંતુ સાચી વાત આજ છે. રશિયન, સ્પેનીશ, જાપાનીઝ, ચાઇનિઝ જેવા દેશના લોકોને તેમની ભાષા માટે એટલી હદે પ્રેમ છે તે તેઓ તેમની ભાષામાં જ વાત કરે છે અને ઇંગ્લિશને તેમણે કોઇ દિવસ સ્વીકારી નથી. માત્રને માત્ર ભાષાને કારણે જ બાંગ્લાદેશનું સર્જન થયું છે. તેવી જ રીતે અગાઉ ગુજરાત અને મહારાષ્ટ્ર એક જ રાજ્ય હતું, પણ ભાષાની ભિન્નતાને કારણે તેને વિભાજિત કરીને ગુજરાત અને મહાષ્ટ્ર એવા બે ટુકડા કરવામાં આવ્યા હતાં.

Most Popular

To Top