Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા છે. બે દિવસીય ગુજરાતની મુલાકાતે પીએમ મોદી આજે 4 જિલ્લાઓની મુલાકાત લેશે. તેઓ ગુજરાતના વિકાસ માટે વિવિધ કામોનું લોકાર્પણ કરશે. પીએમ મોદી ભરૂચ (Bharuch) બાદ આણંદ (Anand) જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ આણંદવાસીઓનું સંબધોન કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ બાદ તેઓ આણંદના શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન કર્યું હતું.

PM મોદીએ આણંદના શાસ્ત્રી મેદાનમાં જનસભાનું સંબોધન કરતી વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે ‘હું જ્યારે મુખ્યમંત્રી બન્યો ત્યારે મને વહીવટનો અનુભવ ન હતો, પરંતુ આજે આપણું સદભાગ્ય છે કે, આપણને 25 વર્ષના અનુભવી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી મળ્યા છે, જેમને પંચાયતથી લઈને વિધાનસભા સુધીનો અનુભવ છે.’ તેમણે કહ્યું કે આણંદવાસીઓ મને હંમેશા પ્રેમ કરે છે, તેઓએ કમળને ખીલતું રાખ્યું છે. તેમણે ગુજરાતના વિકાસના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે પહેલા આણંદથી જાન નીકળે તો વડોદરા જ રોકાવવું પડતું આજે ગુજરાતને હરણફાળ પ્રગતિ કરી છે.

કોંગ્રેસવાળા હજી સ્ટેચ્યુ ઓફ યુનિટિ નથી ગયા: પીએમ મોદીનો કટાક્ષ
પીએમ મોદીએ આણંદવાસીઓને કહ્યું કે ભાજપની સરકારે 20 વર્ષમાં ડબલ કામ કર્યા છે, ઘરે ઘરે વીજળી પહોંચાડી છે, ગામડામાં થ્રીફેઝ વીજળી મળવા લાગી છે. બીજી તરફ કોંગેસ પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ હજી સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી ગયા. સ્ટેચ્યુ ઓફ યુનિટિથી વિશ્વમાં સન્માન મળ્યું છે. તેમણે કહ્યું કે આ વખતે કોંગ્રેસે નવી ચાલ ચાલી હોય એવું મને લાગે છે, ગામે ગામ ગોઠવણ કરી રહ્યા છે. એટલે તમે સાવચેત રહેજો. એ નવી ચાલચલીને તમને ભોળવશે. તેમણે કહ્યું કે આપડે એમની ટીકા નથી કરવી પણ સતર્ક રહેવું પડશે, આવનારી ચૂંટણીમાં વધારે સતર્ક રહેવું પડશે.

પીએમ મોદીએ ભરૂચવાસીઓને 8200 કરોડના વિકાસનાકામોની ભેટ આપી છે. મોદીએ આમોદની રેવા શુગર ફેક્ટરીના મેદાનમાં 36 હજાર સ્કવેરફૂટમાં જનસભાને સંબોધી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમને જણાવી દઈએ કે વડાપ્રધાનની સભામાં લોકોને લાવવા-લઇ જવા માટે રાજ્યભરના 29 ડેપોમાંથી 780 જેટલી બસો ફાળવવામાં આવી હતી. આમોદથી હવે વડાપ્રધાન આણંદ અને ત્યાર બાદ અડાલજ ખાતે શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે. અને ત્યાર બાદમાં અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા રવાના થશે, રાત્રિ રોકાણ જામનગરમાં કરશે.

To Top