Charchapatra

જકાત લેનારા તમારી ઉપર અહેસાન કરે છે.તમે જકાત આપનારા નહી

પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે.મુસલમાનો રોજા નમાજ ઈબાદતમા મશગુલ છે.શરીર સાથે મન હૃદય પવિત્ર થઈ રહ્યા છે.ચારે બાજુ અલોંકિક આધ્યાત્મિક માહોલ છે.આ મહિનામા રોજા નમાજ સાથે સબર ધીરજ પ્યાસ ઈબાદત ત્યાગ સમર્પણનું આગવું ખાસ મહત્વ છે. રમજાન મહિનો આપની ધીરજ સબર અને સંયમની પરીક્ષા લે છે હાથોમાં વુજુનું પાણી અને હોઠો પર પ્યાસ હોવા છતાં એક ઘૂંટ પાણી પણ પી શકાતું નથી.

ધોમધખતા તાપમાં આટલી બધી ગરમી હોવા છતાં કુદરતી સબર આવી જાય છે. ઇસ્લામમા જકાતનું અનેરું સ્થાન છે.૧૦૦ રૂપિયા પર અઢી રૂપિયા ૪૦ રૂપિયા પર એક રૂપિયો જકાત આપવી જ જોઈએ.જેથી જરૂરતમંદને એનો હક મળે એ પરિવારો પણ સહેરી કરી શકે ઈફ્તારી કરી શકે ઈદની બેસુમાર ખુશીમાં સામેલ થઈ શકે. ધારો કે આપને  હમણાં બજારમા છૂટથી મળતા તડબુચ તમે ખરીદીને ખાવા માટે ઘરે લઈ ગયા.તમે ત્રણ ચાર કીલોનું એક તડબુચ ઘરે લઈ ગયા.

તડબુચ ખાતા પહેલા એની જાડી છાલ ઉતારવી જરૂરી છે આશરે ૨૫ ટકા જેટલી છાલ કાઢીને આપને ફેંકી દઈએ છે.શું તમને છાલ ફેંકતી વખતે અફસોસ થાય છે?.શું તમે પરેશાન થઈ જાવ છો? કોઈ દિવસ તમે એમ કેમ વિચારતા નથી કે આખુ તડબુચ આપને પસંદ કરીને વજન કરીને રૂપિયા આપી લાવ્યા છે તો આખુ તડબુચ છાલ સાથે જ ખાય લઈએ તો? ના તમે કોઈ દિવસ એમ વિચારતા નથી.આવી જ રીતે આપને ખરીદી લાવેલા કેળા મોસંબી નારંગી સંતરા વિગેરે ફ્રૂટની છાલ ખુશીથી ઉતારીને ફેંકી દઈએ છે.બરાબર ને? આવી જ રીતે ૧૦૦ રૂપિયા પર અઢી રૂપિયા જકાત આપવામાં આપણને કેમ તકલીફ પડે છે? જકાતથી તમારું દીલ શરીર અને ઈમાન પાક થાય છે ૪૦ રૂપિયા પર ફક્ત એક રૂપિયો એની સામે તમને ફાયદો વધુ મળશે બરકત વધુ મળશે.

તમને સુકુન અને પરમ શાંતિનો અહેસાસ થશે. જકાત જન્નતના દરવાજામાંથી એક દરવાજો છે જકાત આપવાવાલાને તો સવાબ (પુણ્ય ) મળે છે પણ જે જકાત આપવાનું કારણ બને છે એને પણ સવાબ મળે છે.જકાત તમને કયામતના દિવસે આગમાંથી બચાવશે. જકાત પાક પરવરદિગારના ગુસ્સાને ઠંડો કરે છે.અને કબરની ગરમીમા તમને ઠંડક આપશે. જકાત દિલની પાકીનો સામાન છે જકાત તમારી નેકીઓમાં વધારો કરે છે પાક પરવરદિગાર જકાતના સવાબને વધારતા રહે છે જકાત કયામતના દિવસે જકાત આપનાર ના ચહેરાની ચમક વધારશે. જકાત કયામતની તકલીફોના ડરથી તમને બચાવશે.જકાત તમને પાછળ વીતી ગયેલા સમય ઉપર અફસોસ થવા દેતો નથી. જકાત આપના ગુનાની માફીનો સામાન છે.

જકાત આપશો તો ફરિશ્તાઓ તમારા માટે દુવા કરશે જકાત આપવી એ નેકી ભલાઈ અને સખી હોવાની નિશાની છે જકાત આપવાવાલા સારા લોકોમાંથી છે અને તેનું સવાબ એ દરેક વ્યક્તિને મળે છે જે એમાં કોઈ પણ રીતે સામેલ હોય ખર્ચ કરવો એ માણસને તકવાવાલાઓની લાઈનમા ઉભા કરી દે છે અને જકાત આપવાવાલાથી અલ્લાહ મકલુખ મહોબત કરે છે જકાત દુનિયાની બુરાઈના સીત્તેર દરવાજા બંધ કરે છે જકાત ઉંમર અને માલમાં વધારો કરે છે જકાત તમને વધુ સફળતા વધુ રોજી આપે છે જકાત ઈલાજ પણ છે દવા પણ છે અને શિફા પણ છે જકાત આગથી બળી જવાથી ડૂબી જવાથી આપને બચાવે છે જકાત તમારી દુવાઓ કબૂલ કરાવે છે અને મુશ્કેલીઓથી છુટકારો અપાવે છે જકાત મુસીબતો તકલીફોને દુર કરે છે જકાત ખરાબ મોતથી બચાવે છે.
સુરત- અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top