Charchapatra

એપ્રિલ ફુલ બનો, એપ્રિલ ફુલ બનાવો

એપ્રિલથી અઢી મહિના સુધી સખત ગરમી રહેવાની હવામાન વિભાગની આગાહી ગુજરાતમિત્ર અખબારમાં ર્પકટ થયેલા આ સમાચાર છે. એપ્રિલ માસ કી યે સાલકી ગર્મી કી મૌસમ સે લોગ હેરાન પરેશાન હો જાયેંગે આ શબ્દો 1લી એપ્રિલના રોજ વિવિધ ભારતી પર બપોરે 3 થી 4 સખી સહેલી કાર્યક્રમના સંચાલીકા બહેનોના છે. આ કાર્યક્રમમાં અપીલ કરવામાં આવી હતી કે એપ્રિલ ફુલ બનો. એપ્રિલ ફુલ બનાવો. પહેલા કાંઇ સમજ પડી નહોતી પછી સમજાયું. અર્થાત એમનું કહેવાનું એવું હતું કે સખત ગરમીથી બચવા માટે માનવી કોઇને કોઇ ઉપાયથી એની જાતનું રક્ષણ કરી લેશે. પરંતુ આકાશમાં ઉડતા નિર્દોષ મુંગા પક્ષીઓની ફરિયાદ કોણ સાંભળશે? મહેરબાની કરીને પ્રત્યેક સખીઓ અને સખાઓ પોતાના ઘરના આંગણે બહારના સ્વચ્છ સ્થાન પર પક્ષીઓને દેખાય એ રીતે પાણીના કુંડાની વ્યવસ્થા જરૂર કરજો.

એ પ્યાસા પક્ષીઓની પ્યાસ બુઝાવવાનું નેક કામ કરજો. ઠંડા ઠંડા કુલ કુલ પાણી પીવાથી એની પ્યાસ બુઝાસે. બીજુ તો કાંઇ નહીં પરંતુ કાંઇક પુણ્ય કર્યાનો સંતોષ જરૂર જરૂરથી થશે. પશુ પક્ષી માટે પાણી અને ચણમાન કાંઇ મોટો ખર્ચ નથી. કંઇ કેટલીય આ શહેરની સંસ્થાઓ પાણી માટે માટલાનું વિતરણ મફતમાં કરે છે. એ સંસ્થાનો સંપર્ક કરીને પુણ્ય કમાવાની આ અમૂલ્ય તક ઝડપી લો. એટલા માટે આ વર્ષે આપણા સુરતીલાલાઓ એક શ્રેષ્ઠ સંકલ્પ કરે. પક્ષીઓના કલ્યાણ અર્થે તન મન ધનથી સેવા કરીએ. એમા આપણા સૌનું કલ્યાણ છે. એપ્રિલ ફુલ બનો એપ્રિલ ફુલ બનાવો. યાદ રહે એપ્રિલ ફુલ નહીં.
સુરત     – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કયાં છે રામરતન ધન?
દેખ લે રે સંસાર કી હાલત કયા હો ગઇ ભગવાન કીતના બદલ ગયા ઇન્સાન. વિશ્વગુરુ બનવા માટે ઇકોનોમી રેન્કીંગમાં પાંચમાં ક્રમેથી ત્રીજા ક્રમે લાવવાનો સંકલ્પ ભારતની પ્રજા કરે છે અને જયાં કોઇ યોધ્ધાની આવશ્યકતા ન હોય એવા અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરી પેલા સંકલ્પને સાકાર કરવા બધા દર્શન પૂજન અને પ્રાર્થના કરવા ભાગદોડ કરી રહ્યા છે તેવા રામભકતોને રામરતન ધન કયાં છે તે તો હજી ગુગલ ગુરુને જ પૂછવું પડે છે ને?
ધરમપુર           – ધીરૂ મેરાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top