Charchapatra

વિશ્વેસરીના મહિમાનો પાર નથી

હે દેવી! સૂર્ય, અગ્નિ, ચંદ્ર, જળ, આકાશ, પૃથ્વી, વાયુ અને ચિદાત્મા રૂપે પણ તમે જ છો, આપની સત્તા વિના કોઈ પણ પદાર્થ કે પ્રકાશ અસ્તિત્વમાં જ આવી શકે તેમ નથી આથી આ સમગ્ર વિશ્વમાં જે કોઈ પણ પ્રાણી, પદાર્થ, વસ્તુ સ્થિતિ કે પદ-પદાર્થ ઈત્યાદિ તે આપનું જ સદાનંદ સંચિત સ્વરૂપ છે. હે વિશ્વેશ્વરી, શ્રૃતિઓને પણ તમારો મહિમા અગમ્ય છે અને વેદ શાસ્ત્રાદિ પણ તમારા મહિમાનો પાર પામી શકતા નથી. આપ આવા અપાર મહિમાવાળા છો, તો પણ હે ભવાની! હું આપની સ્તુતિ કરવા ઈચ્છું છું તેને માટે આપ મને ક્ષમા કરશો, કેમ કે હે અનંત ઐશ્વર્યના આસ્થા સ્વરૂપ માત અંબે! ખેર, હું આપનો જરાતરા મહિમા જાણવાથી મુગ્ધ બની ગયો છું!

શ્રીમત્ શંકરાચાર્ય વિરચિત ભવાની ભુજગ-સ્તોત્રમાંથી  શ્રી દુર્ગા ચાલીસા શ્રી વિધ્યેશ્વરી ચાલીસા સ્ત્રોત કર્મામતાની આધ્યશક્તિસાચી આનંદનો ગરબો વિશ્વંભરીની સ્તુતિ શ્રીઅંબામાતાની આરતી તથા બહુચરામાની આરતી વગેરે દેવી સંપ્રદાય એ ભારત વર્ષમાં પ્રચલિત ભક્તિપ્રધાન સંપ્રદાયોમાં એક છે. પાંચ ઉપાસ્ય દેવમાં દેવીની ગહાના છે વેદ ઉપનિષદ અને દર્શનાદિ મહાનગ્રંથોમાં ટૂંકમાં ગૂઢ સ્વરૂપે સમાયેલાં તત્ત્વોપદેશ પુરાણ ગ્રંથોમાં અનેક આખ્યાનો ઈત્યાદિ દ્વારા ચરણ અને સુગમરૂપે પ્રગટ થાય છે.
સુરત     – જીવણ પંડયા. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મોબાઈલ રિચાર્જ ૨૮ દિવસને બદલે૩૦ દિવસ ક્યારે થશે?
તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૨ ને દિવસે TRAI ( ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવેથી કોઇ પણ મોબાઈલ કંપની મોબાઇલનું રિચાર્જ ૨૮ દિવસ માટે કરી શકશે નહીં. દરેક મોબાઈલ કંપનીએ રિચાર્જ ૨૮ દિવસને બદલે ૩૦ દિવસનું કરવું પડશે. આ વાતને નવ મહિના પસાર થઈ ગયા.પણ પરિસ્થિતિમાં કોઇ ફેર પડ્યો નથી. હજુ પણ મોબાઇલ કંપનીઓ રિચાર્જ ૨૮ દિવસ માટે જ કરે છે. હવે મોબાઈલ કંપનીઓને તે માટે ફરજ કોણ પાડશે? જે હોય, તે ૨૮ દિવસનું રિચાર્જ કરીને જે લુંટણવાડો ચાલતો હતો તે ટ્રાયના આદેશ પછી બંધ થવો જ જોઈએ  અને તે માટે જે કોઈ સરકારી તંત્રે હરકતમાં આવવું જોઈએ તેણે તેમ કરીને તમામ મોબાઇલધારકોને રાહત આપવી જ જોઈએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top