Business

કયાં છે બૌદ્ધિક સ્વાતંત્ર્ય?

ગયા મહિને એક પરિષદમાં હું આપણી એક સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીના ડાયરેકટરને મળ્યો. એક અચ્છા વૈજ્ઞાનિક હોવા ઉપરાંત એક કુશળ વહીવટદાર એવા આ અધિકારીએ મને કહ્યું કે કમમાં કમ આઠેક આઇ.આઇ.ટી.માં ડાયરેકટરો નથી. દરેક કિસ્સામાં અગાઉના ડાયરેકટરોની મુદત પૂરી થઇ ગઇ છે અને તેને માટે શોધ સમિતિની રચના કરાઇ છે છતાં તેણે ભલામણ કરેલા નામને ભારત સરકારે માન્યતા આપી નથી. આનું કારણ એ છે કે આઠ પસંદ કરાયેલા વ્યકિતગત અને બૌધ્ધિક ‘લક્ષણો’ નાગપુરનો સ્વીકાર્ય ન હતા.

‘નાગપુર’ શબ્દ અહીં કટાક્ષમાં બોલાયો હતો. તેની પાછળ દિલગીરી દેખાતી હતી. યુનિવર્સિટીની જાહેર પ્રથાના લાંબા અનુભવને આધારે તેમને ખબર હતી કે ઉચ્ચ શિક્ષણમાં માથું મારવાની પધ્ધતિ મોદી સરકારથી શરૂ થઇ ન હતી. ભૂતકાળના શાસનોમાં પણ ખાસ કરીને શિક્ષણ પ્રધાન કેન્દ્રિય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે યુનિવર્સિટી અનુદાન પંચના વરિષ્ઠ સભ્ય વગેરેની પસંદગીમાં વ્હાલાને બોલાવી દવલાને બાકાત રાખવા આવી સમિતિને સૂક્ષ્મ રીતે ઘોંચપરોણો કરતા હતા. હવે આ દખલગીરી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીને પણ આભડી ગઇ છે અને તેણે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટને પણ નથી છોડી.

આ સંસ્થાઓના ડાયરેકટરો પસંદ કરવામાં હવે વૈજ્ઞાનિક નિપુણતા અને વહીવટી કુશળતા જ માપદંડ નથી બલ્કે સંઘ પરિવાર સાથે તેમનો કેટલો લગાવ છે તે પણ જોવામાં આવે છે.’ ૨૦૧૫ માં મેં એક નિબંધમાં લખ્યું હતું કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની આ સરકાર દેશમાં જોવાયેલી સૌથી ‘બૌધ્ધિકતાવાદી’ સરકાર છે. સત્તાગ્રહણ કર્યાના થોડા જ મહિનાઓમાં વડા પ્રધાન સહિતના ભારતીય જનતા પક્ષના અગ્રણી રાજકારણીઓએ કરેલા વિધાનને કારણે મારા પર આ છાપ પડી હતી અને ત્યાર પછીનાં સાત વર્ષોમાં બનેલી ઘટનાઓએ તેને સમર્થન આપ્યું છે.

આપણી આઇ.આઇ.ટી.ઓ અને આઇ.આઇ.એમ. સાથે જે બની રહ્યું છે તે એક વ્યાપક પ્રવાહનાં લક્ષણ બતાવે છે જેમાં રાજય પધ્ધતિસર અને ઘણી વાર નિર્દયપણે આપણા ભારતીય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો કઇ રીતે કામ કરે છે અને વિચારે છે તેના પર નિયંત્રણ રાખી દિશા દૌર પર જવા દબાણ કરે છે. મુકત વિચાર અને ખુલ્લી ચર્ચાઓને હતોત્સાહ કરવામાં આવે છે અને ઘણી વાર તેના પર પ્રતિબંધ પણ મૂકે છે અને તેને બદલે વડાપ્રધાન અને શાસક પક્ષની વિચારધારામાં વહેવાનું પણ કહેવાય છે.

દિલ્હી યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગે દેશમાં બૌધ્ધિક સ્વતંત્રતા પર થયેલા હુમલાની સવિસ્તર નોંધ તૈયાર કરી છે. તદનુસાર:
(૧) ધાર્મિક લાગણીના નામે કેટલાંક પુસ્તકો અભ્યાસક્રમ અને બજારમાંથી પણ પાછાં ખેંચી લેવાયાં છે અને લેખકોને પણ સત્તાવાર રીતે ‘રદ’ કરવામાં આવ્યા છે.
(૨) વિદ્યાર્થીઓએ યોજેલા પરિસંવાદો રદ કરાયા છે અથવા તેની સામે રાજકીય આંદોલન થયાં છે અને તેને માટે ચુસ્ત હિંદુવાદીઓ વધારે કારણભૂત છે. આમાં આનંદ પટવર્ધનની એક દસ્તાવેજી ફિલ્મ પણ બતાવા દેવાઇ ન હતી અને જાણીતા સમાજશાસ્ત્રી એમ.એન. માણિની, પ્રો. અપૂર્વાનંદના વાર્તાલાપ વગેરેને વિદ્યાર્થી પરિષદે અટકાવ્યા હતા.
(૩) વિદ્યાર્થીઓ સામે રાષ્ટ્ર વિરોધી નિવેદનો કરવા બદલ ફોજદારી મુકદ્દમાઓ વધવા માંડયા છે.
(૪) અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પર શારીરિક હુમલા વધવા માંડયા છે અને હત્યાઓ પણ થવા માંડી છે. બનારસ હિંદુ યુનિવર્સિટીના સંસ્કૃતના એક અધ્યાપક મુસલમાન હોવાને કારણે તેમની બળજબરીથી બદલી કરાવાઇ હતી.
(૫) પ્રાધ્યાપકોને તેમનું શિક્ષણ કાર્ય કરવા દેવાતું નથી અને રાજકીય દબાણોને કારણે સ્કોલરોને રાજીનામું આપવાની ફરજ પડાય છે.
(૬) શૈક્ષણિક પરિસંવાદોમાં ભાગ લેવા આવતા વિદેશી વિદ્યાર્થીઓને અટકાવાય છે.

આ વર્ણન સંપૂર્ણ નથી અને ખાસ કરીને આફ્રિકી દેશોના વિદ્યાર્થીઓ સામે વંશીય ભેદભાવ રખાતા હોવાના અનેક કિસ્સા બને છે. વિદેશી વિદ્વાનો માટે આવકારનું વાતાવરણ નથી. દિલ્હી યુનિવર્સિટીના ઉપરોકત અભ્યાસમાં ભારતીય જનતા પક્ષનાં શાસન સિવાયના શાસનમાં પણ બનાવોની નોંધ થઇ છે. બંગાળમાં મમતા બેનરજીની સરકારે મુખ્ય પ્રધાનનું કાર્ટૂન પ્રસિદ્ધ કરવા બદલ જાદવપુર યુનિવર્સિટીના શું હાલ કર્યા હતા તે બધાને ખબર છે. આમ છતાં શૈક્ષણિક સ્વાતંત્ર્ય પર હુમલામાં ભારતીય જનતા પક્ષનાં શાસનનો ફાળો મોટો છે.

માત્ર જાહેર યુનિવર્સિટીઓ પર જ ઘા થયા છે એવું નથી. ખાનગી સંસ્થાઓ પણ મુકત નથી રહી. એક ખાનગી યુનિવર્સિટી તેના સ્ટાફના સોશ્યલ મિડિયાના સંદેશા સેન્સર કરે છે. અન્ય એક યુનિવર્સિટી સંઘ સાથે નિકટતાથી જોડાયેલા છે. આમાં સ્વતંત્ર વિચાર કે સંશોધન કેવી રીતે થઇ શકે? આવું તો આપણા દેશમાં કટોકટી લદાયેલી ત્યારે પણ નહીં હતું. આવા વાતાવરણ માટે રાજય એકલું જવાબદાર નથી. તેને શરણે ચાલ્યા જનાર સૌ શિક્ષણવિદ્દો અને શિક્ષણપ્રેમીઓ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top