National

ભારે વરસાદના કારણે દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 23 રાજ્યોમાં યલો એલર્ટ જાહેર

નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યો ભારે વરસાદની (Rain) ઝપેટમાં છે. રાજધાની દિલ્હી (Delhi) , ઉત્તર પ્રદેશના (UP) ઘણા શહેરોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઘણી જગ્યાએ જૂની ઈમારતો અને મકાનો ધરાશાયી થયાના સમાચાર સામે આવી રહ્યા છે. NDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. દરમિયાન, હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર સહિત 23 રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશમાં 45 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. નોઈડા, ગાઝિયાબાદ સહિત યુપીના ઘણા જિલ્લાઓમાં વરસાદના કારણે શાળાઓ બંધ રહેશે. 

દિલ્હી: વરસાદને કારણે જૂની ઇમારત ધરાશાયી, 4 વર્ષની બાળકીનું મોત, 10 ઘાયલ
દિલ્હી અને નેશનલ કેપિટલ રિજનમાં વરસાદનો દોર જારી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. તે જ સમયે વરસાદના કારણે મધ્ય દિલ્હીમાં એક જૂની ઈમારત ધરાશાયી થઈ હતી. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે. સેન્ટ્રલ દિલ્હીના ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું કે વરસાદના કારણે થયેલા આ અકસ્માતમાં 10 લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. બચાવ કામગીરી ચાલુ છે. કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. NDRFની 5 ટીમો સ્થળ પર છે.

ગુરુગ્રામમાં તળાવમાં ડૂબી જવાથી 6 બાળકોના મોત
રવિવારે ઘણી જગ્યાએ વરસાદનો કહેર જોવા મળ્યો છે. દિલ્હીમાં એક ઈમારત ધરાશાયી થતાં એક બાળકનું અકસ્માતમાં મોત થયું હતું. તે જ સમયે, ગુરુગ્રામમાં તળાવમાં ડૂબી જવાથી છ બાળકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુગ્રામમાં ભારે વરસાદ વચ્ચે સેક્ટર-111માં વરસાદી તળાવમાં નહાવા ગયેલા 6 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. માહિતી મળતા પોલીસે તમામ બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ બાળકો નજીકની કોલોની શંકર વિહારના રહેવાસી હતા. પરિજનોને જાણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી છે.

UP: ઘર પડવાથી, વીજળી પડવાથી 12 લોકોના મોત
ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં મકાનો પડવા અને વીજળી પડવાને કારણે 12 લોકોના મોત થયા છે. ત્યાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પીલીભીતમાં 4 દિવસથી સતત વરસાદને કારણે 24 કલાકમાં બે અલગ-અલગ જગ્યાએ દિવાલ ધરાશાયી થવાથી બે બાળકોના મોત થયા છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને નોઈડા, ગાઝિયાબાદ, લખનૌ, કાનપુર સહિત ઘણા જિલ્લાઓમાં ધોરણ 1 થી 12 સુધીની શાળાઓ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. 

Most Popular

To Top