Vadodara

રાણેશ્વર ચાર રસ્તા પાસે CCTVમાં બાઇક સવાર લુંટારુ દેખાયા

વડોદરા: વાસણો રોડ પર ભરચક વિસ્તારમાં થયેલી સનસનાભરી લૂંટને કારણે સમગ્ર પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયો હતો. સાથે લુટારુઓના ખૌફને લઇ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે રણેશ્વર પાસેના સીસીટીવી કેમેરામાં બાઇક પર જતા ત્રણ બુકાનીધરા કંડારાયા હોવાની પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાજપના મહિલા કાઉન્સિલર સંગીતાબેન પટેલના ભાઇ દિપકભાઇ જેસંગભાઇ પટેલ વાસણા રોડ પર આવેલી મુદ્રા સોસાયટીમાં પોતાની પત્ની દિવ્યાબેન સાથે રહે છે.

ગત તા.7 ઓક્ટોબરના રોજ દંપતી સાંજ પાણીપુરા ખાવા માટે બહાર નીકળ્યું હતું ત્યાર બાદ 7.30 વાગ્યાની આસપાસ બંને પર આવીને કમ્પાઉન્ડના હિંચકા પર રિલેક્શ થઇને બેઠા હતા. થોડી વાર બેઠા બાદ જમવાના બનાવવીના ચર્ચા કર્યા બાદ બંને 8 વાગ્યાની આસપાસ ઘરમાં જાય છે દિપકભાઇ ટીવી ચાલુ કરીને બેસે જ્યારે પત્ની દિવ્યાબેન ફોન પર કોઇના સાથે વાત કરતા હતા. દરમિયાન કાળા કલરના કપડા અને માસ્ક પહેરીના એક શખ્સમાં ઘરે ઘુસી આવી છે દિપકભાઇ કાઇ સમજે તે પહેલા તે તેમના હુમલો કરવા માડે છે.

ત્યારબાદ અન્ય બે લુટારુઓ પણ અંદર ઘુસી આવે છે. ત્રણે પૈકી એક મકાન માલિકના લમણે રિવોલ્વર તાકી કહે છે જો કુછ મુદ્દામાલ પડા હુઆ એ હમે દે દો વરના મારા જાએગા તેમ કહી તિજોરની ચાવી માગે છે જ્યારે અ્ન્ય બુકાનીધારીઓ દંપતીના સેલોપેટથી હાથ પગ મોઢુ બાંધી છે.ત્યારે 41 તોલા સોનું રોકડા 40 હજાર મળી કુલ 16.90 લાખનો મુદ્દામાલ લઇ ફરાર થઇ ગયા હતા.જેમાં ગોત્રી પોલીસ સહિતની અન્ય એજન્સીઓ પણ કાર્યવાહીમાં જોતરાઇ હતી જેમાં રવિવારે રણેશ્વર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરમાં બાઇક જતા લુટારુઓ કંડારાયા હોવાની વિગતો સાંપડી હતી. જેના પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજના આધારે લુટારુઓને જેર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

દંપતી સાંજે પાણીપુરી ખાવા ગયું ત્યારે લુંટારુ કમ્પાઉન્ડમાં સંતાયા હોવાનું અનુમાન
30 વર્ષથી જર્મની રહેતા અને બે વર્ષ પહેલા વડોદરા આવેલા દિપકભાઇ તેમની પત્ની સાથે રહે છે.આજુબાજુમાં ઘણા જગ્યા સાઇટોનું ચાલે છે તેમા કામ કરતા મજૂરોને દંપતીએ જમવાનું ખવડાવીને ભગીરથ સેવા કાર્ય કરતા હતા. લુટારુઓ પહેલા રેકી કરી ગયા હતા કે બંને ઘરમાં એકલા રહે છે. જેથી જ્યારે દંપતી બહાર પાણીપુરા ખાવા માટ ગયું ત્યારે લુટારુઓ કમ્પાઉન્ડમાં સંતાઇ ગયા હતા. જેવા દંપતી ઘરમાં આવ્યું કે તુરંત ત્રણેય લુટારુઓ પણ ઘરમાં આવ્યા હતા. જેથી લુટારુઓએ પહેલાથી કમ્પાઉન્ડમાં સંતાઇ ગયા હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

આરોપીઓની સઘન શોધખોળ જારી છે
દંપતી ઘરમાં એકલું રહેતું હતું. શુક્રવારની સાંજ અડધો કલાક બદુકની અણીએ બંધક બનાવી દિલધડક લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જેમાં વાસણા રોડ પરના રાણેશ્વર ચાર રસ્તા પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કંડારાયા હોવાની વિગતો મળી છે. પણ હજુ ત્રણ પૈકી એક પણ લુટારુ પકડાયું નથી. પરંતુ આરોપીઓની સઘન શોધખોળ કરવામાં આવી રહી છે. વી.બી.આલ પી.આ. ક્રાઇમ બ્રાન્ચ

Most Popular

To Top