SURAT

સૂર્યનગરી એક્સપ્રેસમાં કાપડના વેપારીની 3.47 લાખના ઘરેણાં ભરેલી બેગ ચોરાઈ

સુરત : સૂર્યનગરી (Suryanagari) એક્સપ્રેસ ટ્રેનમાં (Train) જોધપુરથી મુંબઈ જતા વેપારીની (Merchant) 76 વર્ષિય માતા પાસેથી સુરત સ્ટેશન આવતા પહેલા બેગ (Bag) ચોરાઈ (stolen) હતી. બેગમાં 3.47 લાખ રૂપિયાના સોનાના ઘરેણાં હતા. તેઓને સુરતમાં ખબર પડી પરંતુ ટ્રેન વધુ સમય નહીં રોકાતા મુંબઈ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુરત રેલવે પોલીસના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના કિશોરકુમાર ફુટરમલજી ભુણીયા છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં રહે છે. મુંબઈમાં તેઓ કપડાનો વેપાર કરે છે. પાંચેક દિવસ પહેલા વતનમાં ધાર્મિક પ્રસંગ હોવાથી પત્ની અને માતા સાથે તેઓ મુંબઈ ગયા હતા. બે દિવસ પહેલા તેઓ જોધપુરથી સૂર્યનગર એક્સપ્રેસ ટ્રેનમાં પરત મુંબઈ જઈ રહ્યા હતા.

હજી સુધી રેલવે પોલીસ આરોપીના સગળ મેળવી શકી નથી
ત્રણેય જણા ટ્રેનના કોચ નંબર એસ-7, સીટ નંબર 66-68-69 પર હતા. તેમની 76 વર્ષિય માતાએ પગ પાસે બેગ મુકીને તેઓ સુઈ ગયા હતા. સુરત આવતા પહેલા તેમની બેગ ચોરાઈ ગઈ હતી. બેગમાં સોનાની બંગડી, બુટી, હાલ મળીને કુલ 3.47 લાખ રૂપિયાના ઘરેણાં હતા. સુરતમાં વધુ સમય ટ્રેન ઉભી રહી ન હતી. તેથી કિશોરકુમારે મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યાંથી ઝીરો નંબરથી ટ્રાન્સફર થઈને ફરિયાદ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ હજી સુધી રેલવે પોલીસ આરોપીના સગળ મેળવી શકી નથી.

દિવાળી આવતા જ તસ્કરો સક્રિય : શિક્ષિકાના ઘરમાં ધાપ મારી

સુરત : દિવાળી આવતા જ તસ્કરો ફરીથી સક્રિય થયા છે. તેમાં પરવત ગામના અંકુર એપાર્ટમેન્ટમાં તસ્કરોએ 90000ની ચોરી કરી હતી. શિક્ષિકાના ઘરમાં ચોરો દ્વારા ધાપ મારવામાં આવી હતી.ગોડાદરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પરવત ગામï અંકુર એપાર્ટમેન્ટમાં રહેતા વર્ષાïબેન ભરતભાઈ પટેલ ઘરમાં એકથી આઠ ધોરણનું ટ્યુશન કલાસ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા ૭મીના રોજ વર્ષાબેન તેના પિતાને જીભના કેન્સરની બિમારીના સારવાર કરાવવા માટે પીપલોદ ખાતે આવેલી સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ ખાતે ગયા હતા. અને ગત તા ૯મી સુધી હોસ્પિટલમાં રોકાયા હતા. તે દરમ્યાન તેમના ફ્લેટમાં સવારે પાંચ વાગ્યે તસ્કરો ત્રાટક્યા હતા. ઘરના દરવાજાનું તાળુ તોડી અંદર ત્રાટકેલા તસ્કરો કબાટમાંથી રોકડા ૩૦ હજાર, દાગીના અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૯૦,૮૦૦ના મતાની ચોરી કરી નાસી ગયા હતા.

Most Popular

To Top