Dakshin Gujarat

હવે નવસારીમાં પણ રોકાશે આ સુપરફાસ્ટ ટ્રેન, હીરા વેપારીઓને પણ થશે ફાયદો

નવસારી: નવસારી (Navsari) જીલ્લો ગુજરાતના (Gujarat) અન્ય જીલ્લાની જેમ જ કારોબારી હબ છે. તેમજ અહીં બહારગામથી તેમજ આસપાસના અન્ય રાજ્યોમાંથી પણ લોકો સ્થળાંતર (Migration) કરી વસવાટ કરે છે. તેમજ નવસારીમાં વસતા રાજસ્થાનીઓએ પાછલા ઘણા દિવસોથી સરકારને અપીલ કરી હતી, કે નવસારીથી પણ કોઇ ટ્રેન (Train) રાજસ્થાન જાય અથવા તો કોઇ અન્ય સુપરફાસ્ટ ટ્રેનને નવસારીમાં સ્ટેપેજ આપવામાં આવે. ત્યારે આવા રાજસ્થાનના સ્થળાંતરીઓ તેમજ હીરાના વેપારીઓ માટે ખુશખબર જાહેર થઇ છે.

અગાવ નવસારીમાં વસતા રાજસ્થાનીઓ અને હીરાના વેપારીઓને મુસાફરી કરવા માટે સુરત અથવા વલસાડ જઈને ટ્રેન પકડવી પડતી હતી. જેનાથી પૈસા અને સમયનો વ્યય થતો હતો. તેમજ આજ કારણે નવસારી રેલવે જંક્શન પર લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ મળે તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ ખાસ કરીને જેમા જયપુર-બાંદ્રા ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવે એવી વેસ્ટન રેલવેના મેનેજર તેમજ ડિવિઝન મેનેજરને લેખિત તથા મૌખિક રજૂઆત અવારનવાર કરવામાં આવતી હતી.

ટ્રેનની માગ કરનાર સભ્યએ મુસાફરી કરી
નવસારીના ડાયમંડ મર્ચંન્ટ એસો.નાં સભ્ય સંજયભાઈ શાહે બાંદ્રા-જયપુર ટ્રેનના સ્ટોપ માટે છેલ્લા સાત આઠ વર્ષથી રેલવેનાં દરેક વિભાગમાં રજૂઆત કરી હતી. સોમવારે ટ્રેન રાજસ્થાનથી આવી તેમાં રજૂઆત કરનાર સંજય શાહ આવતા તેમનું પણ ઉપસ્થિત અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું.

જણાવી દઇયે કે અગાવ નવસારી ડાયમંડ મરચન્ટ એસો., રેલવે સમિતિના સભ્યો, DRUCC, ZRUCC સભ્યો દ્વારા રેલવે વિભાગમાં વિવિધ જગ્યાએ રજૂઆતો કરી હતી. જેને લઇ રેલવે વિભાગ દ્વારા નવસારી રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. જયપુર-બાંદ્રા એકસપ્રેસ ટ્રેન નવસારી રેલવે સ્ટેશને આવતા પી.એ.સી.ના સભ્ય અને ડાયમંડ મર્ચન્ટ એસો.નાં સભ્યો દ્વારા ટ્રેનના ચાલકનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

હીરા વેપા કઇ રીતે છે આ ટ્રેન ફાયદાકારક
વેસ્ટર્ન રેલવેના આ નિર્ણયથી નવસારીમાં વસતા અને ટ્રેનમાં લાંબી મુસાફરી કરતા લોકોએ રાહતનો શ્વાસ લીઘો હતો. નવસારીમાં પોલકી હીરા પોલીશ થાય છે. તેમજ જયપુર ખાતે પોલકી હીરાનું બજાર આવેલું છે. જેથી હીરાના વેપારીઓ અવારનવાર નવસારીથી જયપુર અવરજવર કરતા હોય છે. જેઓને માટે પણ આ ટ્રેન મહત્વની સાબિત થશે. જેથી ડાયમંડ એસોસિએશને રેલવે સલાહકાર સમિતિ DRUCC, ZRUCC સભ્યોનો આભાર માન્યો હતો.

Most Popular

To Top