SURAT

દિવાળીની ખરીદી માટે સુરતના બજારોમાં ભીડ, એટીએમમાં તો રૂપિયા જ ખલાસ

સુરત: દિવાળીના (Diwali) પર્વને હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે આજે રવિવારે રજાનાં દિવસે શહેરના બજારોમાં (Markets) રેડીમેડ ગારમેન્ટની ખરીદી (Purchase) માટે ભીડ (Ruah) ઊમટી હતી. ચૌટા બજાર, રાજમાર્ગ, વરિયાવી બજાર ફેશન સ્ટ્રીટ, નાણાવટ કિનારી બજાર, આનંદ મહલ રોડ, રામનગર-રાંદેર રોડ, એલપી.સવાણી રોડ, ઝાંપા બજાર, ભાગળ ના બજારોમાં હડડેઠઠ મેદની ઊમટી હતી. દિવસભર આજે આ વિસ્તારોમાં ખરીદીને લીધે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રેડીમેડ ગારમેન્ટ અને રિટેલ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. રેડીમેડ ગારમેન્ટ,ઘ ર ગથ્થું ઇલેક્ટ્રોનિકસ સાધનો, ટીવી, ફ્રીજ, ઘર ઘંટી, વોશિંગ મશીન, એરકંડીશનર તથા ફર્નિચરની સારી ખરીદી જોવા મળી છે.

  • ચૌટા બજાર, રાજમાર્ગ,વરિયાવી બજાર ફેશન સ્ટ્રીટ,
  • આનંદ મહલ રોડ, રામનગર, ભાગળ અને
  • વરાછા બજારોમાં પગ મૂકવાની જગ્યા નથી

દિવસભર ટ્રાફિક જામ રહ્યો હતો. આ ખરીદી મોડી રાત સુધી ચાલી હતી.
સાજ-શણગારની વસ્તુઓ ખરીદવા ચૌટા બજારમાં મહિલાઓની ભારે ભીડ ઊમટી હતી. દિવાળીની સિઝન જોતા શહેરના જવેલરી માર્કેટ પણ ખુલ્લા રહ્યાં હતાં. સોના- ચાંદીના ઘરેણાઓની પણ સારી ખરીદી આજે જોવા મળી હતી. રાજમાર્ગ, વરિયાવી બજાર ફેશન સ્ટ્રીટ, નાણાવટ કિનારી બજાર, ઝાંપા બજાર, ભાગળના બજારોમાં કપડાં, જુતા, ચપ્પલ, બેલ્ટ, ઘડિયાળ, ઘર ગથ્થું ઇલેક્ટ્રિક સામાનની ખરીદી માટે ભીડ ઊમટી હતી. રાજમાર્ગ અને મુગલીસરાથી હોડી બંગલા સુધીનો માર્ગ દિવસભર ટ્રાફિક જામ રહ્યો હતો. આ ખરીદી મોડી રાત સુધી ચાલી હતી.

રાષ્ટ્રીયકૃત બેંકોના એટીએમમાં નાણાં ખૂટી પડ્યાં
આ ક્ષેત્રના નિષ્ણાંત વિજય પટેલે જણાવ્યું હતું કે, સુરતમાં ફેબ્રિક સારુ બને છે અને લેબર પણ સારુ છે. ડિઝાઇનર છે પણ તેઓને સ્કીલ્ડ કરવાની જરૂર છે. નવી પેઢી પોશાક માટે રાહ જોતી નથી. તેઓને તુરંત જ કપડા જોઇતા હોય છે. એટલે સુરતમાં રેડીમેડ ગારમેન્ટનો ટ્રેન્ડ વધી રહ્યો છે. રવિવારે રજાનાં દિવસે બજારોમાં ખરીદી નીકળતાં સવારે જ શહેરની પ્રાઇવેટ અને રાષ્ટ્રીયકૃત બેંકોના એટીએમમાં નાણાં ખૂટી પડ્યાં હતાં. ડેબિટ કાર્ડથી નાણાં ઉપાડવા લોકોને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ એટીએમના ધક્કા ખાવા પડ્યા હતાં. બજારોની નજીકના એટીએમમાં નાણાં પૂરા થઈ ગયા હતાં. રમઝાન ઇદ પછી આ વર્ષે દિવાળીના અંતિમ દિવસોમાં રિટેલ માર્કેટમાં તેજી જોવા મળી છે.

Most Popular

To Top