Gujarat

ગુજરાતમાં આ તારીખ પછી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે

ગાંધીનગર : હિમાચલ પ્રદેશ બાદ હવે ગુજરાતની (Gujarat) ચૂંટણીની (Election) જાહેરાતની તૈયારીઓ ચૂંટણી પંચે શરૂ કરી દીધી છે. કેન્દ્રિય ચૂંટણી પંચના ડેપ્યૂટી ચૂંટણી કમિશનર સહિત ત્રણ સભ્યોની બનેલી ટીમ આજથી ગુજરાતના પ્રવાસે આવી ચૂકી છે. આજે ચૂંટણી પંચની ટીમે રાજકોટની મુલાકાત લીધી હતી. જયારે આ ટીમની સાથે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી પણ સાથે જોડાયા છે.તા.૧૭મી ઓકટોબરે જુનાગઢ , ૧૮મીએ ગાંધીનગર , ૧૯મીએ વડોદરા તથા ૨૦મીએ સુરતની મુલાકાતે આવી રહી છે. ખાસ કરીને કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર તથા જિલ્લા પોલીસ વડા સાથે મહત્વની બેઠક કરશે. સુરતમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની બેઠક યોજાનાર છે.

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ
જેમાં કાયદો વ્યવસ્થા, બ્લેક મનીની હેરફેર અટકાવવા માટે લેવાયેલા પગલા, ડ્રગ્સની હેરફેર અટકાવવા લેવાયેલા પગલાં, દારૂની કોઈ પણ જાતની રેલમછેલ અટકાવવા સરહદ પર નાકાબંધી, અસામાજિક તત્વોને જેલ ભેગા કરવા સહિત મુકત્ત અને ન્યાયી ચૂંટણી યોજવાના મુદ્દે ચર્ચા થશે.કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ જેવી દિલ્હી પરત જાય કે તુરંત જ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જશે.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાનાર છે
તે કદાચ દિવાળીના તહેવારો દરમિયાન કે દિવાળી પછી તરત જ ગુજરાતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય તેવી સંભાવના છે. જયારે મતગણતરી હિમાચલની સાથે એટલે કે ૮મી ડિસેમ્બરે થશે. ખાસ ઉલ્લેખનીય છે કે આ વખતે કેન્દ્રિય ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત તથા મતદાનની તારીખ વચ્ચે માત્ર ૩૦ દિવસનો ગાળો રાખ્યો છે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાનાર છે. રાજયમાં ૪.૯૦ કરો઼ડ મતદારો છે, જયારે ૫૧૭૮૨ જેટલા મતદાન મથકો આવેલા છે.

Most Popular

To Top