Gujarat

અમદાવાદમાં એર શોનું રિહર્સલમાં દિલધડક કરતબ

ગાંધીનગર : ગાંધીનગરમાં તા.૧૮થી ૨૨મી ઓક્ટોબર દરમિયાન ડિફેન્સ એકસ્પો (Defense Expo) યોજાનાર છે, જેના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી (Sabarmati) રિવરફ્રન્ટ (Riverfront) પર એર શો (Air show) યોજનાર છે. રિવરફ્રન્ટ પર રિહર્સલ દરમિયાન એરફોર્સ તથા નેવી કમાન્ડો સાથે દિલધડક પ્રયોગો જોઈને શહેરીજનો આફરીન થઇ ગયા હતા. રિવરફ્રન્ટ પર લડાકુ હેલિકોપ્ટરનો જમાવડો જોવા મળ્યો હતો.

ગાંધીનગરમાં સેકટર 17 માં પ્રદર્શન ગ્રાઉન્ડમાં શસ્ત્ર પ્રદર્શન જોવા મળશે
સેનાની ત્રણેય પાંખ આ એર શોમાં સામેલ થશે. ખાસ કરીને હેલિકોપ્ટરની મદદ વડે બચાવ ઓપરેશન પણ યોજાયુ હતું. પહેલી વખત નેવીના માર્કોસ કમાન્ડો પણ દિલધડક ઓપરેશનમાં એકશનમાં જોવા મળશે.ગાંધીનગરમાં સેકટર ૧૭માં પ્રદર્શન ગ્રાઉન્ડમાં શસ્ત્ર પ્રદર્શન જોવા મળશે. જયારે મુખ્ય સમારંભ મહાત્મા મંદિર ખાતે યોજાનાર છે. જયારે વિવિધ સેમિનાર પણ મહાત્માં મંદિરના સેમિનાર હોલમાં યોજાશે.

Most Popular

To Top