વડોદરા: એસએસજી હોસ્પિટલમાં દર્દીના સગાવહાલાને પર્સ પડી ગયાના બહાને ખિસ્સા ચેક કરીને નાણાં તફડાવતા બે રીઢા ગઠીયાઓને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા....
વડોદરા : આફમી ચેરિટેબલ ટ્રસ્ટના કાળા ચિઠ્ઠાના હિસાબ કિતાબની મનાતી પેનડ્રાઈવ મોહંમદ હુસેન મન્સુરીએ તોડીને કાંસમાં ફેંકી દીધી હતી. જે પેનડ્રાઈવ કબજે...
મુરલીમનોહર મને તૃપ્ત કર : વત્સલા પાટીલ વડોદરાના ગરબા ક્વિન જન્માષ્ટમી પર્વે કહે છે ,હરિ તમે તો સાવ જ અંગત સાંભળજો આમ...
ભારત દેશને ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી દર મહિને કોવેક્સિનના 1 કરોડ ડોઝ મળશે. ભારત બાયોટેકના અંકલેશ્વર પ્લાન્ટમાંથી કોવેક્સિનનો પ્રથમ 1 કરોડ ડોઝનો...
સુરત શહેરમાં જીપીસીબીના પયાર્વરણીય કાયદાઓની સરેઆમ ઘોર ખોદાઇ ગઇ છે. જીપીસીબીના હપ્તાખોર બાબુઓને કારણે શહેરમાં છડેચોક ગેરકાયદે એકમો ધમધમી ઉઠયા છે. રાજયનું...
માંડવીના કરંજ GIDCમાં ડૂપ્લીકેટ દૂધ બનાવતા હોવાની બાતમી SOG અને LCB પોલીસને મળતા તેણે રેડ કરી હતી. જે બાબતે પોલીસે સ્થળ પરથી...
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સની ટેબલ ટેનિસ ક્લાસ 4 ઇવેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં રવિવારે અહીં દુનિયાની નંબર વન ખેલાડી ચીનની ઝાઉ યિંગ સામે ભાવિનાબેન...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટોકિયોમાં પેરા ઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ રમતમાં સિલ્વર મેડલ જીતી દેશને ગૌરવ અપાવનારી દીકરી ભાવિના પટેલને અભિનંદન પાઠવ્યાં છે. મુખ્યમંત્રી...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેરાઓલમ્પિકમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ સાથે વિડીયો કોલના માધ્યમથી વાત કરી દેશ માટે મેડલ જીતી લાવવા...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસો નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી. આ ઉપરાંત સારવાર દરમ્યાન સાજા...
ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી 26 ટકા ઓછો વરસાદ પડયો છે, સતત બે મહિના ઓછો વરસાદ પડતા આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 45,083 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,26,95,030 થઈ ગઈ છે....
ગાંધીનગરમાં વિહિપ દ્વ્રારા નિર્માણ પામેલા ભારત માતાના મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલા નિવેદેનના રાજકિય પ્રત્યાધાત પડયા છે....
અમેરિકામાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના કેસોમાં ફરીથી મોટો ઉછાળો આવ્યો છે અને કેટલાક રાજ્યોમાં ઘણા વધુ પ્રમાણમાં રોજીંદા કેસો અને મોત નોંધાઇ રહ્યા છે....
ભારત સરકારના માર્ગ વાહનવ્યવહાર મંત્રાલયે નવા વાહનોના રજીસ્ટ્રેશન નંબર માટે એક નવી સીરિઝ – ભારત સીરિઝ (બીએચ સીરીઝ શરૂ કરી છે. આ...
છેલ્લા કેટલાક દિવસથી મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદ મંદ પડી ગયો છે ત્યારે હવે આ વિસ્તારોમાં ૨૯ ઓગસ્ટથી વરસાદ વેગ પકડી શકે...
અમેરિકાના લશ્કરે જણાવ્યું છે કે તેણે અફઘાનિસ્તાનમાં એક સ્થળે ડ્રોન હુમલો કરીને આઇએસઆઇએસ સંગઠનના બે પ્લાનરોને મારી નાખ્યા છે. કાબુલ એરપોર્ટ પર...
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા જુના કેસોમાં રીકવરી માટે આવકવેરા કમિશનરેટને આદેશ આપવામાં આવતા સુરત સહિતના આવકવેરા વિભાગે 6 વર્ષ...
ભરૂચ જિલ્લાના ઉદ્યોગો, પ્રજા, માછીમારો, ખેડૂતો, જળ અને જમીન માટે PM નરેન્દ્ર મોદીની અતિ મહત્ત્વકાંક્ષી ભાડભૂત બેરેજ યોજના હવે સાકાર થવા તરફ...
સુરત શહેરમાં પાડેસરા જીઆઇડીસી સાથે સાથે ઠેકઠેકાણે પ્રદુષણ ઓકતા એકમોની ભરમાર થઇ ગઇ છે. ડીંડોલી નંદનવન ટાઉનશીપ સામે રેલ્વે ટ્રેક ઉપર આવેલી...
અમદાવાદમાં મકરબામાં ઈલેટ્રોનિકસ ચીજવસ્તુઓનો શો રૂમ ધરાવતા એક વેપારીને પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે મનદુ:ખ તેમજ ઘરની સમસ્યાઓ દૂર કરાવવા માટે પોતાના જ...
સુરત : કોર્ટમાં ભરણપોષણની ફરિયાદ દરમિયાન મહિલા (woman)એ બીજા યુવક (lover)ની સાથે મોબાઇલમાં ચેટિંગ (chatting) નહીં કરવાની બાંહેધરી આપીને પતિ (husband) સાથે...
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે સાંજે અમદાવાદ કલેકટર ઓફિસ ખાતે તેમણે સાંસદો,...
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની ૧૨૫મી જન્મજયંતિની રાજ્યવ્યાપી ઉજવણી આજે કરવામાં આવી હતી. સીએમ વિજય રૂપાણીએ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની...
રાજધાનીમાં, પોલીસે એક સનસનાટીભર્યા હત્યા કેસ (Delhi murder case solve by tattoo)નો પર્દાફાશ કર્યો છે. યુવકની હત્યાના મામલે ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં કોરોનાના 4 નવા કેસ સાથે માત્ર 10 કેસ નોંધાયા હતા. રાજ્યમાં નોંધાયેલા કેસમાં વડોદરા મનપામાં 2,...
ઇંગ્લેન્ડે (England) શનિવારે હેડિંગ્લે (Headingley)માં ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારત (India)ને એક ઇનિંગ્સ અને 76 રનથી હરાવી ફાસ્ટ બોલર ઓલી રોબિન્સન (Oli...
વાપી: વાપી (Vapi)ની પરિણીતા (Married woman)ને તેનો પતિ (husband) રોજ મારમારી પિયરમાંથી દહેજ (dowry) રૂપે રૂપિયા લઈ આવ, નહીં તો મારા ઘરમાં...
શનિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટના પ્રવેશ દ્વાર પર ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા છે. આ ઘટના...
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અને પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Manta banerjee)ના ભત્રીજા અભિષેક બેનર્જી (Abhishek benarjee)એ કોલસા...
સુરસાગર તળાવમાં ફરી સામૂહિક રીતે માછલીઓ મરેલી હાલતમાં તરતી દેખાઈ
ખાતર માટે કલાકોની કતારો: કરજણમાં અન્નદાતાની અગ્નિપરીક્ષા
અમેરિકાના નવા આદેશથી AI દુનિયામાં ખળભળાટ, Fable 5 અને Mythos 5 ઓફલાઇન
ભાવપુરામાં ગગનચુંબી વીજ પોલ ધરાશાયી: પાવર ગ્રીડની કામગીરી દરમિયાન ત્રણ મજૂરોના કરુણ મોત
વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલને મળી ₹૩૫ લાખની અત્યાધુનિક ‘એડવાન્સ લાઈફ સપોર્ટ’ એમ્બ્યુલન્સ
પેપર લીક મુદ્દે ભાજપ સામે કોંગ્રેસનો મેગા હુમલો, રાહુલ ગાંધી દિલ્હીથી પટણા સુધી કરશે જનઆંદોલન
ફ્રાન્સથી સ્લોવાકિયા સુધી પીએમ મોદીની રાજદ્વારી સફર, G7 સમિટમાં પણ રહેશે કેન્દ્રસ્થાને
ઈઝરાયલને વિશ્વાસમાં લીધા વિના ટ્રમ્પનો ઈરાન મુદ્દે મોટો રાજકીય દાવ
રી-નીટ 2026 એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર થશે, 21 જૂને પરીક્ષા; NTAની કડક સુરક્ષા વ્યવસ્થા અને મહત્વની સૂચનાઓ જાહેર
TMC બાદ હવે ઉદ્ધવ સેનામાં પણ બળવાના સંકેત
જોરહાટ એરબેઝ પર વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન લાગેલી આગથી બે ભાગમાં તૂટ્યું
પ્રણિત મોરે-સેજલ પવાર વિવાદે મચાવ્યો તોફાન
અભિષેક બેનર્જીના નિવાસસ્થાને કોલકાતા પોલીસ અને કેન્દ્રીય દળોની એન્ટ્રી
એલ નીનોની સત્તાવાર એન્ટ્રી: IMDની મોટી ચેતવણી
ભરતી કૌભાંડમાં TMC નેતા મદન મિત્રા પર EDનો શિકંજો કસાયો: અનેક ઠેકાણાઓ પર દરોડા
NH-48 પર એક્સલ તૂટતાં ટેમ્પો ચેક કરવા ઊતરેલા યુવકને પાછળથી આઇસરે કચડ્યો
IND vs AFG: અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી પહેલાં શુભમન ગિલનો ‘સીક્રેટ મેસેજ’ ચર્ચામાં
ફૂટબોલ વર્લ્ડ કપમાં ‘ચોરી’થી ખળભળાટ: ઇંગ્લેન્ડ ટીમના બૂટ ચોરાયા,માત્ર એક બોલ બચ્યો;સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
પટનામાં ફિલ્મી અંદાજમાં જ્વેલરી શોપ લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ: ચહેરા પર માસ્ક, ખિસ્સામાં પેપર સ્પ્રે લઈને આવેલી બે યુવતીઓ દુકાનમાં જ ફસાઈ ગઈ
“અમેરિકા પોતાના અંધભક્તોની રક્ષા કેવી રીતે કરશે?” ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનો અમેરિકા પર આકરો પ્રહાર
માનવ ઇતિહાસની સૌથી મહાન અવકાશ યાત્રાની રસપ્રદ કહાની:વોયેજર-2એ લખ્યો હતો અવકાશ વિજ્ઞાનનો સુવર્ણ અધ્યાય, આજે પણ પૃથ્વી સાથે કરી રહ્યું છે સંચાર
પશ્ચિમ બંગાળમાં 4 હજારથી વધુ EVM આગમાં ખાખ! 10 વિધાન સભા બેઠકોમાં ઉપયોગ થયેલી મશીનોના નાશથી મચ્યો રાજકીય તોફાન
અરબી સમુદ્રમાં નવી ઘેરાબંધી! કરાચી પહોંચી ચીન નિર્મિત ‘હંગોર’ સબમરીન, ભારત માટે મોટો પડકાર
વારાણસી કોર્ટમાં હાઇ વોલ્ટેજ ડ્રામા: જજની ખુરશી પર બેસી ગઈ મહિલા
અમેરિકી હુમલામાં ત્રણ ભારતીયોના મોત બાદ ભારતનો કડક વિરોધ, વિદેશ મંત્રી જયશંકરે માર્કો રૂબિયોને કર્યો ફોન
‘ભારતીય જહાજો પરના હુમલા સહન કરવામાં આવશે નહીં’: ટ્રમ્પે ઈરાનને દોષી ઠેરવ્યું
ઝારખંડ-ઓડિશા પહોંચ્યું ચોમાસુ, 9 દિવસમાં 19 રાજ્યોને આવરી લીધા
Kane Williamson એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, 16 વર્ષ પહેલા ભારત સામે ડેબ્યૂ કર્યું હતું
મે મહિનામાં છૂટક ફુગાવો વધીને 3.93% થયો, સામાન્ય માણસ પર બોજ વધ્યો
મેમાં 13.60 કરોડ ઈ-વે બિલ જનરેટ, દેશની આર્થિક ગતિ મજબૂત હોવાના સંકેત
વડોદરા: એસએસજી હોસ્પિટલમાં દર્દીના સગાવહાલાને પર્સ પડી ગયાના બહાને ખિસ્સા ચેક કરીને નાણાં તફડાવતા બે રીઢા ગઠીયાઓને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા. 11 ગંભીર ગુના આચરી ચૂકેલો સુત્રધાર ઠગ તો ચોરી, લૂંટ, મારામારી ઉપરાંત પાસાની સજા સુધ્ધા કાપી ચૂક્યો છે. એસીપી મેઘા તેવારના માર્ગદર્શન આધારે પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી છેતરપીંડીના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. સયાજી હોસ્પિટલના સંકુલમાં એક જ પખવાડિયામાં બે ગરીબ દર્દીઓના સગાને ઠગ ટોળકીએ િશકાર બનાવી હતી. તારૂ પર્સ પડી ગયું છે કહીને તુરંત ખિસ્સા ચેક કરતા ગઠીયા ચાલાકીપૂર્વક નાણાં સરકાવીને એક્ટીવા પર ફરાર થઇ જતા હતા. રાવપુરા પોલીસને ફરીયાદ મળતા જ ઉચ્ચ અિધકારીઓ સહિતનો સ્ટાફ સતર્ક બની ગયો હતો.
પોલીસે એસએસજીના સંકુલમાં સીસીટીવી કેમેરાના ફુટેજ એકત્ર કર્યા હતા અને ઠગ ટોળકીનો ભોગ બનનાર નિર્દોષોને બતાવતા જ ઓળખી બતાવ્યા હતા. પોલીસે ગુપ્ત રાહે તપાસ કરતા રીઢા ગુનેગાર હોવાની િવગતો સાંપડી હતી. તપાસનો દોર લંબવતા જ ખુશનંદ ઉર્ફે ખુશ ઇકબાલહુસેન મલેક (રહે. 8, નવરંગ એપાર્ટમેન્ટ, એમ્પાયર િબલ્ડીંગ સામે, ફતેગંજ, હાલ રહે. અલકા વેલ્ડીંગ સામે, નાગરવાડા ચાર રસ્તા) તથા જુનેદ ઉર્ફે મખ્ખી સઇદભાઇ શેખ (રહે. 15, પટેલ એવન્યુ, અકોટા) પાસેથી સરકાવી લેવાયેલા 15,500 રૂપિયા ઉપરાંત મોબાઇલ એક્ટીવા સહિત 52 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી. પોલીસે ઊંડી તપાસ હાથ ધરતા જ સુત્રધાર ખુશનંદ તો 11 ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સપાટી પર આવ્યું હતું. મારામારી, ચોરી, લૂંટ, છેતરપીંડી સહિતના ગંભીર ગુના આચરી ચૂક્યો છે. 2016 માં તો ખુશનંદ પાસાની સજા સુધ્ધા કાપી ચૂક્યો છે. પોલીસ સમક્ષ પ્રથમવાર પકડાયો હોવાનું રટણ કરતા જુનેદ ઉર્ફે મખ્ખી પણ ભૂતકાળમાં ગુનાખોરી આચરી ચૂક્યો હોવાની પોલીસને પુરી શંકા છે.
મારૂં પર્સ પડી ગયું છે કહીને રૂંઆબ છાંટતી ઠગ ટોળકીનો સાગરીત કોઇ પણ નાગરીકને ખિસ્સા ચેક કરવાનું કહે તો તુરંત ઇન્કાર કરીને પોલીસનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. ઠગ ટોળકીની જાળમાં ફસાયા વગર ગઠીયા સામે તુરંત પલીસને જાણ કરશો તો ગેંગના શિકાર બનતા અટકશો. તેવો પ્રજાજોગ સંદેશ આપતા મદદનીશ પોલીસ કમિશ્નર મેઘા તેવારે વધુમાં જણાવેલ કે એસએસજીમાં તદ્ન મજબૂર અને ગરીબ વર્ગ સારવાર કરાવવા ક્યા ક્યાંથી આવતા હોય છે. લાચાર હાલતમાં નજીવી મૂડી સારવાર અર્થે ખિસ્સામાં રાખી હોય અને ગઠીયાનો શિકાર બની જાય તો એ ગરીબ ક્યાં જાય ? કોને કહે ? સ્વજન દર્દીની સારવાર કરવા જાય કે ગઠીયા શોધવા નિકળે ? તેથી તુરંત પોલીસનો 100 નંબર પર સંપર્ક સાધવા જણાવ્યું હતું.
એસએસજીના સત્તાધીશોએ પોલીસ સાથે સંકલન સાધીને સંકુલમાં ફરતા આવા અસામાજીક તત્વોની તમામ િવગત મેળવીને ફોટા સાથે નામ જોગ પોસ્ટર્સ ઠેર-ઠેર ચોંટાડવા જોઈએ. તેમજ સોશીયલ મીડીયા દ્વારા જાણકારી આપવી જેથી આવા તત્વોની ઓળખ જાહેર થઈ જાય તો ગરીબ અને લાચાર નિર્દોષો પોસ્ટર્સ જોઇને ઓળખી શકે ને ઠગ ટોળકીનો ભોગ બનતા અટકે તેમજ અન્યને પણ આવા તત્વોની બચવા જાણકારી આપી શકે.