World

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં કોવિડથી રોજનાં ૨૦૦ જેટલા મોત: શબઘરોમાં જગ્યા નથી

અમેરિકામાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના કેસોમાં ફરીથી મોટો ઉછાળો આવ્યો છે અને કેટલાક રાજ્યોમાં ઘણા વધુ પ્રમાણમાં રોજીંદા કેસો અને મોત નોંધાઇ રહ્યા છે. ફ્લોરિડા રાજ્યમાં દરરોજના સરેરાશ ૨૦૦ કરતા વધુ મોત નોંધાઇ રહ્યા છે અને ત્યાંની હોસ્પિટલોના શબઘરો મૃતદેહોથી ઉભરાઇ ગયા છે અને મડદાઓ રાખવા માટે પોર્ટેબલ શબઘરો આ રાજ્યમાં મોકલવામાં આવી રહ્યા છે.

ફ્લોરિડા રાજ્યમાં કોવિડથી રોજના સરેરાશ ૨૧૨ જેટલા મોત નોંધાઇ રહ્યા છે અને આ સપ્તાહે ત્યાં દૈનિક સરેરાક ૨૧પપ૩૪ નવા કેસો નોંધાવાની સાથે હોસ્પિટલો તો ઉભરાઇ જ ગઇ છે પણ શબઘરોમાં પણ જગ્યા નથી. કબ્રસ્તાનો અને સ્મશાનગૃહો પર ભારે દબાણ આવી ગયું છે અને મૃતદેહોની અંતિમવિધિ જલ્દી શક્ય બનતી ન હોવાથી મોર્ગ્સ મૃતદેહોથી ઉભરાઇ ગયા છે.

હોસ્પિટલોના શબઘરોમાં મૃતદેહો મૂકવાની જગ્યા નહીં હોવાથી હવે ફલોરિડામાં હરતા ફરતા, પોર્ટેબલ મોર્ગ્સ મોકલવામા આવી રહ્યા છે. દરેક હોસ્પિટલને તેના કદ મુજબ જુદી જુદી સંખ્યામાં આવા પોર્ટેબલ શબઘરો મોકલવામાં આવશે એમ જણાવાયું છે. સેન્ટ્રલ ફ્લોરિડાની ૧૪ હોસ્પિટલોને તો રેફ્રિજરેટેડ ટ્રકના સ્વરૂપના આવા પોર્ટેબલ શબઘરો મોકલી પણ દેવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં છેલ્લા સાત દિવસમાં સરેરાશ દૈનિક ૧૫૧૦૦પ નવા કેસો નોંધાયા છે જે તેના ચાર સપ્તાહ અગાઉના સમય કરતા ૧૪૫ ટકાનો વધારો દર્શાવે છે. ડેલ્ટા વેરિઅન્ટને કારણે કોવિડના કેસો વધ્યા હોવાનું જણાવાયું છે અને ફ્લોરિડામાં તો પપ ટકા દર્દીઓ તો આઇસીયુમાં છે.

Most Popular

To Top