Gujarat

નીતિન પટેલના નિવેદનને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો ટેકો

ગાંધીનગરમાં વિહિપ દ્વ્રારા નિર્માણ પામેલા ભારત માતાના મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલા નિવેદેનના રાજકિય પ્રત્યાધાત પડયા છે. એક તરફ પ્રદેશ ભાજપની નેતાગીરીએ નીતિન પટેલે કરેલા નિવેદનને સમર્થન આપ્યુ છે. જયારે કોંગ્રેસે તેનો વિરોધ કરીને એવો આક્ષેપ કર્યો છે કે નીતિન પટેલ ભાગલા પાડો અને રાજનીતિ કરો તેવી રાજનીતિ શરૂ કરી દીધી છે. આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કહયું હતું કે નીતિન પટેલે આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને વાસ્તવિકતાનું વર્ણન કર્યુ છે.આજે અફધાનિસ્તાનમાં જોઈ રહયા છીયે કે જેવી સરકાર તૂટી અને જે રીતે તાલીબાનોએ કબ્જો લીધો છે, તેની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે અગમચેતી સાથે વાત કરી છે તેની સાથે હું સહમત છું.

બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના સીનીયર અગ્રણી ભરતસિંહ સોલંકીએ વડોદરામાં પ્રતિક્રિયા આપતા કહયું હતું કે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્વિત છે એટલે જ નીતિન પટેલ ભાગલા પાડો અને રાજ કરોની રાજનીતિ કરી રહયા છે. લોકશાહી ખત્મ કરવા માટે નીતિન પટેલ એલફેલ નિવેદનો કરી રહયા છે. ગઈકાલે પટેલે ગાંધીનગરમાં વિહિપ આયોજીત હિન્દુ ધર્મ સભામાં કહયું હતું કે બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત ત્યાં સુધી જ ચાલશે જ્યાં સુધી હિંદુ બહુસંખ્યક છે. મારા શબ્દો લખી લો, જો હિંદુઓની સંખ્યા ઘટી તો તે દિવસે ના કોઈ કોર્ટ-કચેરી હશે, ના કોઈ કાયદો હશે, કોઈ જ લોકશાહી નહીં, કોઈ બંધારણ નહીં રહે. બધુ હવામાં દફનાવી દેવામાં આવશે.

Most Popular

To Top