Gujarat

રૂપાણીએ વિડીયો કોલથી ભાવિના પટેલ સાથે વાત કરી અભિનંદન પાઠવ્યા હતા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેરાઓલમ્પિકમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ સાથે વિડીયો કોલના માધ્યમથી વાત કરી દેશ માટે મેડલ જીતી લાવવા બદવ અભિનંદન પાઠવ્યા હતા. રૂપાણીએ દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ રૂપિયા 3 કરોડની પ્રોત્સાહક રાશિ જાહેર કર્યાની વાત કરી ભાવિના પટેલને આગામી પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવવા અને સ્પોર્ટ્સ ક્ષેત્રે તેણીની કારકિર્દીને આગામી દિવસોમાં આ શ્રેષ્ઠ કોચિંગ મેળવી વધુ ઊંચાઇ ઉપર લઇ જવાની શુભેચ્છાઓ પાઠવી હતી. રૂપાણીએ ભાવિના પટેલના માતા-પિતા સાથે પણ વિડીયો કોલના માધ્યમથી વાત કરી તેઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.

Most Popular

To Top