Gujarat

ભાવિના પટેલને ગુજરાત સરકાર રૂ. 3 કરોડ આપશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટોકિયોમાં પેરા ઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ રમતમાં સિલ્વર મેડલ જીતી દેશને ગૌરવ અપાવનારી દીકરી ભાવિના પટેલને અભિનંદન પાઠવ્યાં છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત ભાવિના પટેલને પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ગ્રેડ પ્રમાણે સરકારી નોકરી પણ આપવામા આવશે. રૂપાણીએ ગુજરાતની દીકરીઓને ભાવિના પટેલમાંથી પ્રેરણા મેળવી રમત-ગમત ક્ષેત્રે આગળ વધવાનો સંદેશ પણ પાઠવ્યો છે.

તેમણે રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડી ગુજરાત અને દેશનું વિશ્વકક્ષાએ પ્રતિનિધિત્વ પ્રતિભાવંત ખેલાડીઓ કરી શકે તે માટે અનેક વિધ યોજનાઓથી સહાયરૂપ થવા રાજ્ય સરકાર સદાય તત્પર હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં સ્પોર્ટ્સનું વૈશ્વિકકક્ષાનું માળખું ઉભું કરી ગુજરાતને ઓલમ્પિક સ્પર્ધાઓના આયોજન કરવા સક્ષમ બનાવવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોમ્પિટ કરે તેવા રમતવીરો તૈયાર કરવાની સરકારની નેમ હોવાનું તેમણે જણાવ્યું હતું.

Most Popular

To Top