નવી દિલ્હી: અગામી 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. પરંતુ તે પહેલા આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ અમરનાથ યાત્રાને...
વડોદરા : શહેરની સયાજીગંજ વિસ્તારની પુજા હોટલમાંથી અનીલ ઉર્ફે એન્થોની ફરાર થયાના બનાવને પખવાડિયા ઉપરાંતનો સમય વીતી ગયો છે. પરંતુ એન્થોની હજી...
એપના આધારે ચાલતી ઓલા અને ઉબેર જેવી ટેક્સી સેવાઓ શરૂ થતાં કરોડો ગ્રાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો કે શહેરોમાં ટેક્સી અને રીક્ષા...
નવી દિલ્હી: દિલ્હીનાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક...
આજે લગ્ન પ્રસંગો, જાહેર કાર્યક્રમો પછી થતાં જમણવાર, યાત્રા-પ્રવાસમાં થતાં જમણવારોમાં ભોજનની થાળીમાં લોકો ભૂખથી વધારે પીરસાવી થાળીમાં એંઠુ છોડી અન્નનો બગાડ...
આપણે ત્યાં સંસદ અને રાજયોની વિધાનસભાઓની ચૂંટણીઓ પાંચ વર્ષે યોજાય છે. કયારેક એવું બને છે કે, રાજયની વિધાનસભાની ચૂંટણીઓ, આઠ – દસ...
ભારત દેશમાં ઘરગથ્થુ વિજળી ઉત્પાદન માટે સોલાર સિસ્ટમ અમલમાં આવી ત્યારથી જ ભારતમાં આ સિસ્ટમ અપનાવનાર ગુજરાત રાજય એ મોખરાનું સ્થાન લીધું...
ભારતમાં જ્ઞાતિપ્રથા ઉપર કાયદેસર પ્રતિબંધ લગાવ્યે આજે સાત દાયકા પછી પણ હિંદુ સવર્ણો ભારતમાં તેમ જ ભારતની બહાર પણ દલિતો સહેજ પણ...
સુરતની વસ્તી માંડ પાંચેક લાખ જેટલી હતી. શેરી મહોલ્લામાં ગાળા ટાઈપનાં મકાનો, એક મકાનમાં ઓછામાં વીસ-પચીસ માણસો તો રહેતાં હતાં. દિવસે ઘર...
બારડોલી: બારડોલીથી (Bardoli) કેદારનાથની (Kedarnath) યાત્રાએ ગયેલા 84 યાત્રીને ટ્રાવેલ્સ સંચાલકે અધવચ્ચે દગો દેતાં મામલો પોલીસમથકે (Police Station) પહોંચ્યો હતો. ટ્રાવેલ્સ સંચાલકે...
ટી.વી. પર ટાયટેનિક ઈંગ્લીશ મુવી આવતું હતું.ઘરમાં બધાએ જોયેલું હોવા છતાં ફરી જોઈ રહ્યાં હતાં.ઘરના એક વડીલ ઈતિહાસના રસિયા હતા. કોઈ પણ...
સુરત: મસાજ સ્પાના નામે દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમી મળતાં ઉમરા પોલીસે એક સાથે અલગ અલગ ત્રણ સ્થળો પર રેડ પાડીને મહિલા-પુરુષ...
નવસારી : જલાલપોર (Jalalpor) નાની કરોડ ગામે મહિલાને તૈયાર કરવા ગયેલી બ્યુટીપાર્લરની (Beauty parlor) બે યુવતી પર દાગીના ચોરીનો (Theft) આક્ષેપ કરી...
હું વિજ્ઞાનીઓના પરિવારમાંથી આવું છું. પણ મને જાતે વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં શરમ લાગી છતાં એક સુખદ વિચિત્રતામાં મારા જીવનમાં આવેલી સૌથી બુધ્ધિશાળી...
ચીનમાં ‘ઝીરો કોવિડ પોલિસી’ને વધુ કડક બનાવીને સરકારે બેઈજિંગમાં હજારો લોકોને લૉકડાઉનમાં આવરી લઈ વધુ ત્રણ અઠવાડિયાં માટે લૉકડાઉન લંબાવ્યું છે. ચીનમાં...
ગુજરાતમાં સીબીઆઇએ એક આઇએએસ અધિકારી સામે કાર્યવાહી કરતાં ગુજરાતમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઇ ગયો છે. કે. રાજેશના મામલે જેટલી વાતો બહાર...
ઘેજ : ચીખલી (Chikhli) ગ્રામ પંચાયતના આંતરિક વહીવટમાં કૂદી પડી સરપંચને ‘તારા હાથ તાટીયા તોડી નાંખીશ, તારી બધી ભમરી ઉતારી નાંખીશ, જેલના...
પ્રધાનમંત્રી મોદી (PM Modi) 23 અને 24 મેના રોજ ટોક્યોમાં ક્વાડ સમિટમાં (Quad Summit) ભાગ લેશે. ક્વાડ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઈટેડ...
છેલ્લી સદીની સૌથી મહાન શોધોમાં રીમોટ કન્ટ્રોલનો સમાવેશ થવો જોઈએ. TVનો અવાજ ઓછો-વત્તો કરવા માટે કે ACમાં તાપમાન વધુ-ઓછું કરવા માટે જેમણે...
શિલ્પા શેટ્ટીએ હમણાં તેના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને અલવિદા ફરમાવી દીધી હતી. ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર ખાસી સક્રિય આ એક્ટ્રેસે એક પોસ્ટ મારફતે...
ભારતમાં મોગલ શાસન દરમિયાન વૈદિક અને જૈન ધર્મનાં આશરે 3,000 મંદિરો તોડીને તેને સ્થાને મસ્જિદો ઊભી કરી દેવામાં આવી હતી. તે પૈકી...
સુરતમાં અને સુરતની નાટ્ય પ્રવૃત્તિ લગભગ ઠપ્પ પડી છે. મુંબઇથી નાટકો આવે ત્યારે સુરતના પ્રેક્ષકોને લાગે કે નાટકની પ્રવૃત્તિ ચાલે છે. સુરતના...
બાળમિત્રો, સરદાર વલ્લભભાઇ પટેલના નામથી કોઇ અજાણ નથી. તેમને લોખંડી પુરુષનું બિરૂદ મળ્યું હતું કારણ કે ભારતની એકતા અને અખંડિતતાનું ભગીરથ કામ...
વોશરૂમ કે રેસ્ટરૂમ એટલે શું? તમારા શરીરનો અંદરબહારથી મેલ વોશ કરવાની અંગત જગ્યા. તેના આટલા બધા પર્યાયવાચી શબ્દો કેમ પડ્યા તે ચર્ચાનો...
ઇતિહાસ કોઇ વાર્તાકાર, કથાકાર, કવિ કે નવલકથાકારની કલ્પના નથી. ઇતિહાસ ઠોસ દસ્તાવેજી પુરાવાઓને આધારે લખાતો હોય છે. તેથી જ તે કાવ્ય અને...
જે કોઇ અપરાધ કરે છે તેનામાં અંતરાત્મા હોતો જ નથી એવું આપણે સામાન્ય રીતે માનીએ છીએ પણ વાસ્તવમાં દરેક અપરાધીના મનના કોઇક...
સસ્પેન્શન રેલ્વે આજે એક જૂના જમાનાની વાર્તા જેવી લાગે છે પણ આ રોમાંચક પરિવહનનું ભાવિ કેવું હશે તેની 19મી સદીની તે દ્રષ્ટિ...
આજકાલ મેદાનોમાં ભવ્ય લગ્નો યોજાય અને આકાશમાં ઊડતા ડ્રોન દ્વારા વીડિયો શૂટિંગ થાય. કોણ કોણ પધાર્યું હતું અને ચાંદલો કર્યા વગર જતા...
શું રણવીર સિંહમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ કરવાની સમજ ઓછી થઇ ગઇ છે? જાહેરાતોમાં વધુ દેખાતા રણવીર સિંહની નવી ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’ની જબરદસ્ત...
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્રુ સાયમન્ડ્સનું હાલમાં જ એક કાર અકસ્માતમાં નિધન થયું હતું. સાયમન્ડ્સ એક એવો ખેલાડી હતો કે જેના માટે એવું કહી...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
TET પેપર લીક મામલે CM ફડણવીસે કાર્યવાહી કરી, તપાસ માટે SIT ની રચના
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાની પુષ્ટિ, અંતિમ નિર્ણય બાકી!
સ્થિર કારમાં એરબેગ ખુલી જતાં યુવાનનું મોત, સેફ્ટી સિસ્ટમ અચાનક સક્રીય થઈ ગઈ
‘પઠાણોને કહી દેજો, ચૌહાણ આવી રહ્યો છે!’ અજય દેવગનના એક ડાયલોગે મચાવી ચર્ચા, શું શાહરુખની ‘પઠાન’ પર હતો કટાક્ષ?
પરિવારને સુખી કરવા કતર ગયેલો સની કફનમાં પરત ફર્યો, માતા-પત્નીના આક્રંદથી ગમગીન બન્યું વાતાવરણ
મુંબઈ: મોહરમના જુલુસમાં ઝેર ભરેલા કેપ્સ્યુલ વ્હેંચી રહ્યો હતો શખ્સ, પોલીસની સજાગતાથી મોટી દુર્ઘટના ટળી
યુદ્ધવિરામ, ફેડના સંકેત અને પ્રોફિટ બુકિંગ… સોના-ચાંદીના ભાવ કેમ ગગડ્યા?
પુણે હત્યા કેસ: કેતનનું માથું કચડી નાખવામાં આવ્યું હતું, રેસ્ક્યૂ ટીમે કહ્યું- લોકો રડતા હતા સિયા શાંત હતી
નર્મદામાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
22 રાજ્યોમાં ચોમાસુ પહોંચ્યું: ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું, ઘરો અને દુકાનોમાં કાટમાળ ઘૂસ્યો
ઉબકા આવે છે’ કહી ટેક્સી રોકાવી…પછી થાણેના ગુજરાતી ઉદ્યોગપતિએ બાંદ્રા-વર્લી સી લિંક પરથી દરિયામાં ઝંપલાવ્યું
એક પછી એક ભૂકંપથી વેનેઝુએલા બેહાલ, 920થી વધુના મોત પછી ફરી 4.9ની તીવ્રતાનો આંચકો, 6.7 અબજ ડોલરનું આર્થિક નુકસાન
ટ્રમ્પની ભારત મુલાકાતથી બદલાશે ભારત-અમેરિકાના સંબંધો! વેપાર,સંરક્ષણ,વિઝા અને ટેકનોલોજી ક્ષેત્રે થઈ શકે ઐતિહાસિક નિર્ણયો
ગુજરાતના GAS અધિકારીઓ માટે મોટી તક! આગામી બે વર્ષમાં 50 જેટલા અધિકારીઓને IAS કેડરમાં પ્રમોશન મળવાની શક્યતા
‘હું તને ખૂબ પ્રેમ કરતી હતી, તો મને છોડીને કેમ ચાલ્યા ગયા?’ સિયા ગોયલની ભાવુક પોસ્ટ પાછળ છુપાયેલી ભયાનક માનસિકતા
પાણીની લીકેજની ફરિયાદ કરવી ભારે પડી! મંડાળા ગામે સરપંચ સહિત ચાર સામે હુમલાનો ગુનો
ભારત-અમેરિકા સંબંધોમાં આવશે નવો સુવર્ણ યુગ! ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં કરશે ભારતની મુલાકાત
શોએબ અખ્તરના ભાઈના જનાજામાં લશ્કર આતંકી પહોંચતા પાકિસ્તાનમાં મચ્યો વિવાદ
શ્રેયસ અય્યરની કેપ્ટન્સીની ખરાબ શરૂઆત! આયર્લેન્ડ સામે ભારતને 34 રને ઐતિહાસિક હાર
અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી કાંડમાં મોટો ખુલાસો! SITના રિપોર્ટમાં CCTV કંટ્રોલ રૂમના અધિકારી પણ તપાસના ઘેરામાં
રામ મંદિર ચઢાવા વિવાદની સંપૂર્ણ ક્રોનોલોજી: સોશિયલ મીડિયા પર આરોપોથી લઈને SIT તપાસ
ગુજરાતમાં ચોમાસા પહેલા શાળાઓ માટે સરકારની કડક ગાઈડલાઈન જાહેર
194 વર્ષના ‘જોનાથન’ સાથે મળશે PM મોદી: કોણ છે દુનિયાનું સૌથી વૃદ્ધ જીવિત સ્થલીય પ્રાણી
ઓલપાડ પોલીસ ફરી સવાલોના ઘેરામાં: ગાંધીનગર SMCએ દાભારીમાં નશાના કારોબાર પર દરોડો પાડી રૂ. 13.37 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
સિંધુ જળ સંધિથી હવે ‘નેરેટિવ વોર’ સુધી પહોંચ્યો ભારત-પાકિસ્તાન વિવાદ
બિહારના ભરત ભૂષણ તિવારી એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક
ગુજરાતમાં થશે સૌથી મોટું રાજકીય પુનઃસીમાંકન?
અમેરિકા-ઈઝરાયલ-લેબનાન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી, પરંતુ હિઝબુલ્લાહનો સ્પષ્ટ ઈન્કાર
પુણેના કેતન અગ્રવાલ હત્યાકાંડમાં મોટો ખુલાસો: હત્યા પહેલાં અને પછી તમામ ડિજિટલ પુરાવા મિટાવ્યા
અયોધ્યા રામ મંદિર ચઢાવા કૌભાંડમાં મોટો ખુલાસો
નવી દિલ્હી: અગામી 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. પરંતુ તે પહેલા આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ અમરનાથ યાત્રાને લઈને ધમકી પત્ર મોકલ્યો છે. પત્રમાં આતંકવાદી સંગઠન વતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધવામાં આવ્યું છે. સંગઠનને ધમકી ભર્યા શબ્દોમાં કહ્યુ કે,તેઓ અમરનાથ યાત્રાના વિરોધમાં નથી, પણ જ્યાં સુધી તેઓ કાશ્મીર મુદ્દાથી જેટલા દૂર રહેશે ત્યાં સુધી યાત્રાળુઓ સુરક્ષિત છે. આ યાત્રા 30 જૂનથી શરૂ થશે અને 11 ઓગસ્ટે સમાપ્ત થશે. 43 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં પહેલા કરતા વધુ વધારો થવાની આશા છે.
તીર્થયાત્રીઓએ કાશ્મીર મુદ્દામાં દખલ ન કરવી જોઈએ- TRF
પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે કોઈપણ ધાર્મિક બાબતના વિરોધમાં નથી, પરંતુ જ્યારે આવી ધાર્મિક સંસ્થાઓનો કાશ્મીર વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ બાબતોને પોતાના હાથમાં લઈ લેવી એ અમારી ચિંતાનો વિષય બની જાય છે. આતંકવાદી સંગઠન તરફથી શ્રદ્ધાળુઓને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેઓ કાશ્મીર મુદ્દામાં હસ્તક્ષેપ નથી કરી રહ્યા ત્યાં સુધી તેઓ સુરક્ષિત છે. આતંકવાદી સંગઠનનું કહેવું છે કે જો અમરનાથ યાત્રાનો રાજકીય અને વસ્તી વિષયક લાભ માટે ઉપયોગ કરવામાં આવશે તો તે સરકારની યોજનાઓને સફળ થવા દેશે નહીં.

અમરનાથ યાત્રા વર્ષોથી આતંકવાદીઓના નિશાના પર છે
અમરનાથ યાત્રા વર્ષોથી આતંકવાદીઓના નિશાના પર છે. વર્ષ 2000માં પહેલગામ બેઝ કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં 17 શ્રદ્ધાળુઓ સહિત 25 લોકો માર્યા ગયા હતા. જુલાઈ 2017માં, એક પેસેન્જર બસ પર થયેલા આતંકવાદી હુમલામાં સાત યાત્રાળુઓ માર્યા ગયા હતા. નોંધનીય છે કે અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ અને સલામત રીતે પૂર્ણ થાય તે માટે ગૃહ મંત્રાલયે ખાસ તૈયારીઓ કરી છે. અમરનાથ યાત્રાના બે રૂટ પર અર્ધલશ્કરી દળોના ઓછામાં ઓછા 12,000 જવાનો તેમજ જમ્મુ અને કાશ્મીર પોલીસના હજારો જવાનોને તૈનાત કરવામાં આવે તેવી અપેક્ષા છે. ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવશે.
અમિત શાહે તૈયારી અને સુરક્ષાની સમીક્ષા કરી
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020 અને 2021માં કોરોના મહામારીના કારણે યાત્રા થઈ શકી ન હતી. 2019 માં, આર્ટિકલ 370 નાબૂદ થતાં પહેલાં જ યાત્રાને રોકી દેવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરમાં હિંસાની તાજેતરની ઘટનાઓ બાદ અમરનાથ યાત્રાએ એક મહત્વપૂર્ણ સુરક્ષા પડકાર ઉભો કર્યો છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમરનાથ યાત્રાની તૈયારીઓ અને સુરક્ષાની સમીક્ષા કરી હતી. દરમિયાન, TRF એ ધમકીભર્યો પત્ર મોકલ્યો છે.