Charchapatra

પરદેશમાં પણ આપણે કેવા?

ભારતમાં જ્ઞાતિપ્રથા ઉપર કાયદેસર પ્રતિબંધ લગાવ્યે આજે સાત દાયકા પછી પણ હિંદુ સવર્ણો ભારતમાં તેમ જ ભારતની બહાર પણ દલિતો સહેજ પણ આગળ આવે તો એમનું અપમાન કરીને ઔકાત યાદ કરાવે છે. સિલિકોનવેલીમાં દલિતો આઇટી ક્ષેત્રે મોટી મોટી પાયરીઓ ઉપર છે. છતાં અટક બદલીને પોતાની જાતિ છુપાવે છે. એમેઝિનના હેવાલ મુજબ સિલિકોન વેલીમાં ઊંચી પાયરીએ કમાતા ચોથા ભાગના કાર્યકરો ભારતીય છે તે લગભગ બધા જ પૈસાપાત્ર સવર્ણ પરિવારોમાંથી  આગળ આવ્યા છે. કેલિફોર્નિયાની એકસ્ટેટ એજેન્સી ૨૦૨૦ ના વર્ષમાં એક મહાબાહો ટેક કંપની સામે કેસ કરાયેલ એક દલિત કર્મચારી પ્રત્યે જ્ઞાતિદ્વેષનો અને જોતજોતામાં કોર્ટ સામે એવી બીજી ૨૫૦ ફરિયાદો આવી. ગુગલ નેટ ફિલકસ એમેઝોન આદિ કંપનીઓના તંત્ર સામે ફરિયાદી દલિત કર્મચારીઓની કે ભારતીય સહકર્મચારીઓ તેમને મત્સરથી રંજાડતા હતા.

ભારતીય મેનેજરો તરફથી નોકરી આપવામાં કે નોકરીએથી છૂટા કરવામાં દલિતો તરફ અન્યાયી વર્તન થતું હતું. સવર્ણોનો તિરસ્કાર અદૃશ્ય છે. ભીષણ ને ભયંકર છે. કયા સવર્ણને કયા દલિતની વાતથી કિન્નો થાય તે કોણ જાણે? તમે બહારથી સુખી – સંપન્ન હો, પણ અંદરથી હજી દલિત હોવાનો ફફડાટ હોય. એક ભારત, એક જીએસટી તેમજ એક ભારતીય કહેવાય તો જ્ઞાતિપ્રથા દૂર થાય. આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ દેશમાં ન્યાતજાતનું દૂષણ હોય એ દૂર થવું જ જોઇએ એ તો રાજકર્તાઓએ જ કરવું પડે તો પણ વોટ બેન્કનું શું? ગાંધીજી, દયાનંદ, ડો. ભીમરાવ આંબેડકર વગેરે મહેનત કરી પણ પાણી ફરી વળ્યું?
ગંગાધરા- જમિયતરામ હ. શર્મા        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top