National

દિલ્હી-NCRમાં ભારે પવન અને વીજળીનાં કડાકા સાથે ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણી-પાણી થયા

નવી દિલ્હી: દિલ્હીનાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભાર વરસાદનાં પગલે દિલ્હી-NCRનાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ઘણી જગ્યાએ કરા પડવાની માહિતી મળી રહી છે. વાવાઝોડા અને વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. દિલ્હી, નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને ગાઝિયાબાદ સહિત ઘણા વિસ્તારોમાં સેંકડો વૃક્ષો પડી ગયા હોવાના અહેવાલ છે. અઠવાડિયાના પ્રથમ દિવસે સવારે આવા તોફાન અને વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક પણ જોવા મળ્યો છે.

  • દિલ્હીમાં ભારે વરસાદનાં પગલે જન જીવન ખોરવાયું
  • ઠેર-ઠેર વૃક્ષો પડતા રસ્તાઓ બ્લોક થતા વાહન ચાલકો થયા પરેશાન
  • ભાર વરસાદનાં પગલે 2 ફ્લાઈટ રદ, 40 વધુ ફ્લાઈટ મોડી

ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે એનસીઆરના કેટલાક વિસ્તારોમાં લાઇટો પણ બંધ છે. હવામાનમાં ફેરફાર અને વાવાઝોડાને કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ છે. બીજી બાજુ, વાવાઝોડા અને વીજળીના કારણે, દિલ્હી એનસીઆરમાં ઘણા વૃક્ષો પડી ગયા અને પવનની ગતિનાં પગલે રસ્તા પરથી પસાર થતા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ખરાબ હવામાનને કારણે 2 ફ્લાઈટ રદ, 40 વધુ ફ્લાઈટ મોડી
દિલ્હી એરપોર્ટની વેબસાઈટ અનુસાર ખરાબ હવામાન અને અન્ય કારણોસર 40થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. તે જ સમયે, ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર આવતી 18 ફ્લાઇટ્સ પણ મોડી પડી રહી છે. જ્યારે 2 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. એરપોર્ટે મુસાફરોને ફ્લાઇટની માહિતી માટે સંબંધિત એરલાઇનનો સંપર્ક કરવા વિનંતી કરી છે.

પહેલા ગરમી પરેશાન કર્યા, તોફાને મુશ્કેલી ઉભી કરી, પછી વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવ્યું
છેલ્લા એક સપ્તાહથી દિલ્હીમાં ગરમીની સાથે ભેજના કારણે લોકો પરેશાન થઈ રહ્યા હતા. આ દરમિયાન પવન અને વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી હતી. દરમિયાન સોમવારે સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાઢ વાદળો છવાયા હતા અને સારો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરતા ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. આગામી બે દિવસ સુધી ગરમીમાંથી રાહત મળી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ઓછું અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ઓછું 23.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Most Popular

To Top