Comments

માધવ ગાડગિલ, લોકોના પરિસ્થિતિ વિજ્ઞાની

હું વિજ્ઞાનીઓના પરિવારમાંથી આવું છું. પણ મને જાતે વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં શરમ લાગી છતાં એક સુખદ વિચિત્રતામાં મારા જીવનમાં આવેલી સૌથી બુધ્ધિશાળી એક વિજ્ઞાની હતી. આ વ્યકિત તે માધવ ગાડગિલ, જેમનો 80 મો જન્મદિવસ આ મહિનામાં હવે પછી આવે છે. પૂણેમાં જન્મેલા ગાડગિલે મુંબઇમાં અભ્યાસ કર્યો હતો અને હાવર્ડમાં પી.એચ.ડી. કર્યું હતું. તેમનો વિષય હતો પરિસ્થિતિ વિજ્ઞાન પછી શીખવાડયો પણ હતો. તેમની પત્ની સુલોચનાએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગણિતમાં પી.એચ.ડી. કર્યું હતું.

1970 ના દાયકાના પૂર્વાર્ધમાં બંનેએ અમેરિકામાં વિજ્ઞાનીની પ્રતિષ્ઠાવાન અને આરામદાયી કારકિર્દી અપનાવવાને બદલે ભારતમાં કામ કરવાનું નક્કી કર્યું. સદ્‌નસીબે તેમની તેજસ્વિતા અને ઉત્કટ લાગણી ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સના નિયામક સતીશ ધવનને પીછાણી શકયા અને તેમણે બંનેને ઇન્સ્ટીટયૂટના બેંગલોર કેમ્પસમાં માનભર્યું સ્થાન આપ્યું! અહીં સુલોચનાએ વાતાવરણ વિજ્ઞાનકેન્દ્ર ઊભું કરવામાં મદદ કરી. તે સમયે તેઓ ચોમાસા પર નોંધપાત્ર સંશોધન કરી રહ્યાં હતાં. માધવે કેટલાક સરસ યુવાન વિજ્ઞાનીઓ સાથે મળીને પરિસ્થિતિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરી.

1982 ના ઉનાળામાં હું અને માધવ ગાડગિલ મળ્યા ત્યારે સામાજિક પરિસ્થિતિ વિજ્ઞાનથી વિજ્ઞાન પ્રત્યે વ્યાવહારિક અભિગમ તરફ જઇ રહ્યા હતા. તેઓ બાંદીપુર નેશનલ પાર્કમાં હાથીઓના વર્તનનો અભ્યાસ કરી રહ્યા હતા અને દેહરાદૂનની ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયૂટમાં તેની વાત કરવા આવ્યા હતા. મારા પિતા પણ ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટિટયૂટમાં કામ કરતા હતા અને હું કલકત્તામાંથી ડોકટરેટ કરતાં મારા ઘરે પાછો ફર્યો હતો અને મેં તેમને કહ્યું હતું કે હું ચિપકો ચળવળ પર સંશોધન કરું છું. તેમણે મને ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટિટયૂટના ગેસ્ટ હાઉસમાં બોલાવ્યા. પછી તો અમે બેંગ્લોર, દિલ્હી, કલકત્તા, કોચી, ધારવાડ, પૂણે વગેરે મળતા રહ્યા. પ્રાચીન પરિસ્થિતિ વિજ્ઞાનના અભ્યાસમાં માધવને આદિવાસીઓ અને ખેડૂતો સાથે સંઘર્ષ થયો હતો અને તેમણે વન વ્યવસ્થાપનમાં રસ કેળવ્યો તો ખબર પડી કે રાજયની નીતિઓ વ્યાપારલક્ષી છે.

તેઓ લોકો સાથે મળી પરિસ્થિતિ વિજ્ઞાનનો નકશો બનાવતા હતા ત્યારે હું દેહરાદૂનમાં ઐતિહાસિક સંશોધન કરતો હતો અને મને દેહરાદૂન તથા દિલ્હીના સંસ્થાનવાદી વન વ્યવસ્થાપનના દુર્લભ દસ્તાવેજો અને નોંધ મળી. મને અને માધવને લાગ્યું કે અમે બંને સાથે કામ કરીશું તો કંઇક નવું કરી શકીશું. 1982 માં મેં અને માધવે ‘ધ ફિશર્ડ લેન્ડ: એન ઇકોલોજિકલ હિસ્ટરી’ નામનું પુસ્તક બહાર પાડયું જેમાં અમે વનના ઉપયોગ અને દુરુપયોગની માહિતી આપી. 1995 માં ‘ઇકોલોજી એન્ડ ઇક્વિટી: ધ યુઝ એન્ડ એબ્યુઝ ઓફ નેચર ઇન કન્ટેમ્પરરી ઇંડિયા’ નામનું અનુસંધાન પુસ્તક બહાર પાડયું.

આ બંને પુસ્તકનું વિશ્લેષણાત્મક માળખું માધવનું છે. બીજા પુસ્તકમાં માધવે સર્વભક્ષીઓ, પરિસ્થિતિ તંત્રમાં લોકો અને પરિસ્થિતિ જન્ય નિરાશ્રિતો વગેરેની ચર્ચા કરી. મેં સામ્રાજયવાદી સંશોધનની માહિતી આપી અને પુસ્તકને છાજે તેનું પુનર્લેખન કર્યું. માધવ સાથે કામ કરો ત્યારે કંઇક નવું જાણવા મળે. હું કલકત્તામાંથી પી.એચ.ડી. કરીને આવ્યો હતો. ત્યાં માર્કસવાદી પ્રાધ્યાપકો સમેત સામંતશાહીનું સામ્રાજય હતું. બીજી તરફ માધવની ઉંમર મારા કરતાં સોળ વર્ષ વધુ હતી, છતાં અમે સમાન ધોરણે કામ કરતા અને સૈધ્ધાંતિક બાબતોમાં ઝઘડતા હતા. માધવ સામાજિક ન્યાય વિશે ખૂબ વિચાર કરતા અને સત્તાધીશો પ્રત્યે શંકાશીલ રહેતા હતા. તે સ્થાનિક પ્રજાની સાથે કામ કરવામાં માનતા અને સમાજ તેમ જ વ્યકિતના હક્ક બાબતમાં અભ્યાસ કરતા. તેઓ હવે પછીના કર્મશીલ બની રહેશે.

માધવ ગાડગિલ પોતાની વૈજ્ઞાનિક આત્મકથા પૂરી કરવા જઇ રહ્યા છે. જે આવતા વર્ષે પ્રસિધ્ધ થવાની સંભાવના છે. આ પુસ્તકમાં ખાસ કરીને પોતાના અધ્યક્ષપદ હેઠળની સમિતિના હેવાલની વિશદ ચર્ચા કરવામાં આવી છે. આમાં ખનનપ્રવૃત્તિના આક્રમણથી વનને બચાવવાની તાકીદ પર ભાર મૂકવામાં આવ્યો છે અને નિર્ણયની પ્રક્રિયામાં સ્થાનિક પ્રજાના બુલંદ અવાજની હિમાયત કરવામાં આવી છે. ગાડગિલ સમિતિના હેવાલની કોન્ટ્રાકટર રાજકારણીઓ અને અમલદારોની ત્રિપુટીએ ખાસ્સો વિરોધ કર્યો હતો જયારે લોકોએ આવકાર આપ્યો હતો. આ હેવાલનો અમલ થયો હોત તો કેરળ, કર્ણાટક અને ગોવાની પાયમાલી કરનાર પૂર રોકી શકાયાં હોત.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top