Vadodara

એન્થોનીને મોપેડ પર મ.પ્રદેશ મુકી આવનાર માથાભારે વિકાસ ઝડપાયો

વડોદરા : શહેરની સયાજીગંજ વિસ્તારની પુજા હોટલમાંથી અનીલ ઉર્ફે એન્થોની ફરાર થયાના બનાવને પખવાડિયા ઉપરાંતનો સમય વીતી ગયો છે. પરંતુ એન્થોની હજી સુધી પોલીસ પકડથી ભાગતો ફરે છે. ત્યારે પુજા હોટલમાંથી એન્થોનીને ભાગવામાં મદદ કરનાર મુખ્ય સુત્રધાર વિકાસને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. સાથે ટીમે વિકાસ પાસેથી એક તમંચાની બેરલમા કારતુસ ફસાયેલો ટુકડો કબ્જે કર્યો હતો. અને તેની વધુ પુછપરછ માટે કોર્ટમાં રજુ કરી એક દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

ગત તા.6થી અનીલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણી છોટાઉદેપુર જાપ્તાના પીએસઆઈની વીઆઈપી ટ્રીટમેન્ટના કારણે ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા. ત્યારે તે કેસને લઈ મોટા ભાગના આરોપીઓને પોલીસે પકડી લઈ કાર્યવાહી કરી હતી. જ્યારે એન્થોનીને ભગાડવામાં મુખ્ય ભુમીકા ભજવનાર આરોપી વિકાસ હરેરામ કશ્યપ(શર્મા)(રહે, પુષ્ટીપ્રભા સોસાયટી, વાઘોડીયા રોડ) લાંબા સમયથી ભાગતો ફરતો હતો. તેવા ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, વિકાસ મોપેડ લઈ બાપોદ પાણીની ટાંકી પાસે વુડાના મકાન પાસેથી પસાર થવાનો છે.

આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી.અને વિકાસ આવતા જ તેને ઝડપી પાડ્યો હતો. વિકાસ જે મોપેડ સાથે ઝડપાયો હતો તે મોપેડની ડીકી ચકાસ્તા પોલીસને તેમાંથી એક દેશી તમંચાની બેરલમાં ફસાયેલા કારતુસ સહિતનો એક ટુકડો મળી આવ્યો હતો. જે અંગે તેની વિરૂદ્ધ આર્મ એક્ટનો ગુના નોંધવામાં આવ્યો હતો. સાથે ગુનાને લઈ વધુ પુછપરછ માટે કોર્ટમાં રજુ કરી એક દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

બૂટલેગરો તથા ગુનેગારો સાથે ફરતો હોવાથી તમંચો સાથે રાખતો
વિકાસ પાસેથી પોલીસે એક તમંચાનો તુકડો કર્યો હતો. જેની બેરલમાં એક ફસાયેલી કારતુસ હતી. વુકાસની પુછપરછમાં જાણવા મળ્યુ હતું કે, તે બુટલેગરો તથા ગુનેગારો સાથે ફરતો હોવાથી તમંચો સાથે રાખતો હતો.અને એન્થોનીને મુકી આવી પોલીસ પકડી લેશે તેવા દરથી તેણે તમંચાને તોડી એક ભાગ રસ્તામાં નાખી દિધો હતો. વુધી પુછપરછમાં, વિકાસે આ તમંચો રાજુ વસાવા(રહે, ફેરકુવા ગામ છોટાઉદેપુર) પાસેથી માર્ચ મહિનાની આસપાસ લીધો હોવાનું જણાવ્યુ હતું. જેથી પોલીસે રાજુને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.

એન્થોનીને પૂજા હોટલ પરથી વિકાસ કશ્યપ મોપેડ પર બેસાડી લઈ ગયો હતો
વિકાસ એન્થોનીને પુજા હોટલ પરથી મોપેડ ઉપર બેસાડી મધ્યપ્રદેશ થાંદલા ખાતેના બસ સ્ટેન્ડ સુધી લઈ ગયો હતો.અને ત્યાં એન્થોનીને છોડી પરત વડોદરા શહેર તરફ વળી ગયો હોવાનું તેને પુછપરછમાં જણાવ્યું હતું. બીજી બાજુ એન્થોની કોઈ દારૂ સપ્લાયરના શરણે રહેતો હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

વિકાસ વિરુદ્ધ 2021માં ચાંપાનેર દરવાજા પાસે જ્વેલર્સની દુકાન લૂંટનો ગુનો નોંધાયો હતો
વિકાસ વિરૂદ્ધ વર્ષ 2021માં ચાંપાનેર દરવાજા પાસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવાના ગુના નોંધ્યા હતા. અને ત્યારબાદ તે ઝડપાયો હતો. સાથે તે છોટાઉદેપુર જિલ્લામાં બે વખત વિદેશી દારૂના ગુનાઓ પકડાયો હતો.
વિકાસે છોટાઉદેપુરના રાજુ વસાવા પાસેથી તમંચો ખરીદી હવામાં ફાયરિંગ કર્યું હતું
વિકાસે છોટાઉદેપુરના રાજુ વસાવા પાસેથી તમંચો લીધો હતો અને તે તમંચો લઈ તેનુ પરીક્ષણ કરી હવામાં ફાયરીંગ કર્યું હોવાનું અને તે દરમિયાન કારતુસ બેરલમાં ફસાઈ ગયાનું વિકાસે પુછપરછમાં જણાવ્યુ હતું. આ વાત કેટલી હદે સાચી તે પોલીસ તપાસમાં જાણવા મળશે તેવુ ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top