હાલ થોડા સમય પહેલા જર્મનીના મ્યુનિકમાં જી-૭ દેશોની શિખર પરિષદ યોજાઇ ગઇ. આ સમિટમાં એક રાબેતા મુજબની ચર્ચાઓ ઉપરાંત એક મહત્વની વાત...
નડિયાદ: નડિયાદ શહેરમાં ૬ ઈંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. જે પૈકી નવા ગાજીપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયાં...
સુરત: સુરતના (Surat) સરસાણા (Sarsana) ગામમાં ચોરીની એક ઘટના સામે આવી છે. અહીં ગામની એક શેરીમાં ત્રણ બાઈક એક સાથે ચોરાઈ ગઈ...
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી નાશિક(Nasik) શહેર સહિત પેઠ, સૂરગાણા, નિફાડ, કળવણ, બાગલાણ, દિંડોરી,ત્ર્યંબકેશ્વર, ઇગતપુરી વગેરે ગામોમાં...
આણંદ : આણંદ શહેર અને જિલ્લામાં રવિવારના રોજ વરસાદની હેલી જોવા મળી હતી. સતત ચોથા દિવસે પણ વરસાદ શરૂ રહ્યો હતો. છેલ્લા...
નડિયાદ : સરકારી કચેરીઓમાં બનતાં ગેરવહીવટના કિસ્સા અવારનવાર આંખ સામે આવતાં હોય છે. જોકે, ભ્રષ્ટ તંત્ર રૂપિયાના જોરે આવા કિસ્સાઓને દબાવી દેતાં...
આણંદ : બાલાસિનોરના સોની બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી એક જ રાતમાં રૂ.7.35 લાખના દાગીના ચોરી કરી નાસી ગયાં હતાં....
સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ખાતે છેલ્લા ઘણા સમયથી ઠેરઠેર ગંદકીના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે.ગ્રામ પંચાયત દ્વારા નિયમિત સફાઈના અભાવે ગંદકી...
નડિયાદ: નડિયાદ શહેરમાં વરસોથી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં પાલિકા દ્વારા નક્કર આયોજનનો અભાવ વધુ એક વખત જોવા મળ્યો...
સેલવાસ-દમણ : સમગ્ર વલસાડ (Valsad) જિલ્લાની સાથે સંઘપ્રદેશ દમણ (Daman) અને સેલવાસમાં (Selvas) છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ (Rain) વરસી રહ્યો છે....
વડોદરા : સોમવારથી પાંચ દિવસ માટે કુવારીકાઓ દ્વારા કરવામાં આવતું ગૌરી વ્રત શરૂ થયું હોવાથી શિવ મંદિરોમાં શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી...
વડદોરા : ઓચિંતી મુલાકાત માટે જાણીતા સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ દ્વારા પણ આજ રોજ વડોદરા શહેરનું કારેલીબાગ રાત્રીબજાર પ્રતિદિન ગ્રાહકોથી ધમધમે...
હાલોલ: હાલોલ નગર ખાતે છેલ્લા અઢી વર્ષથી ચાલતા ભૂગર્ભ ગટર યોજના કામ અંતર્ગત રોડ રસ્તાઓની મધ્યમાં ખોદેલા ખાડાઓનો ભોગ આજે વધુ બે...
છોટાઉદેપુર: છોટાઉદેપુર નગરના ઇતિહાસમાં સ્થાનિક પોલીસ ને મળેલી બાતમીના આધારે રેડ કરતા આજદિન સુધીનો સૌથી મોટા કતલખાના ઝડપાયા હતા જેમાં 16 જેટલી...
વડોદરા: વડોદરા શહેર જીલ્લામાં અગામી ૧૫ જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર સફાળું જાગ્યું છે. હાલ આજવા સરોવર તથા...
મહેસાણા: આઇપીએલ (IPL) વિશ્વભરમાં પ્રસિદ્ધ લીગ છે અને તે રમાતી હોય ત્યારે મોટાપાયે સટ્ટો પણ રમાય છે અને સટ્ટામાંથી આ રીતે જ...
અમદાવાદ : ભારતની (India) શાન ગણાતા અને ગુજરાતના (Gujarat) ગિરમાં આવેલા એશિયાટિક સિંહોના (Lion) એકમાત્ર વસવાટની ભીતરની અકથિત કહાનીઓનો (Story) પરિચય કરાવવા...
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં (Uttrakhand) આફ્રિકન સ્વાઈન ફીવરને (African swine fever) કારણે મોટી સંખ્યામાં ડુક્કરો મરી (Death) રહ્યા હોવાની જાણકારી મળી આવી છે....
સુરત : સરથાણા (Sarthana) ખાતે રહેતા રેતી-કપચીના ટ્રાન્સપોર્ટરને રોબોટ ઓટો ટ્રેડીંગ કંપનીમાં (Company) રોકાણના (Invest) નામે 15.50 લાખનું રોકાણ કરાવી 76 હજાર...
ભોપાલ: મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) મોરેના જિલ્લા હોસ્પિટલની (Hospital) બહાર આઠ વર્ષનો છોકરો (Boy) તેના નાના ભાઈના મૃતદેહને (Deadbody) ખોળામાં લઈને કલાકો...
નવી દિલ્હી: ભારતની (India) 94 વર્ષિય એથ્લેટ ભગવાની દેવી ડાગરે ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં ભારત વતી એક ગોલ્ડ (Gold) અને...
નોટિંઘમ: ભારતીય કેપ્ટન (Indian Caption) રોહિત શર્માએ ટી-20 ટીમમાં વિરાટ કોહલીના સ્થાન પર સવાલ (Question) ઉઠાવનારા નિષ્ણાતોને વળતો જવાબ (Answer) આપતા કહ્યું...
રાજકોટ : હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની (Rain) આગાહી આપવામાં આવી છે ત્યારે આજે અમરેલી (Amreli) જિલ્લામાં સતત ધીમીધારે વરસાદ વરસી...
વ્યારા: કુકરમુંડા તાલુકાનાં ચીરમટી ગામે ધુલિયાથી આણંદ તરફ જતી ગુજરાત એસ.ટી. (Gujarat S.T) નિગમની બસને (Bus) સવારે ૧૧.૩૦ વાગ્યાનાં અરસામાં અકસ્માત (Accident)...
નવી દિલ્હી: નવા સંસદ ભવનની (Sansad Bhavan) ઇમારતની છત પર 20 ફુટ ઉચા વિશાળ અશોક સ્તંભનું (Ashok Stambh) પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra...
વડોદરા: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મૂશળધાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક શહેરોમાં વરસાદે તારાજી સર્જી છે. વલસાડ (Valsad), નવસારી...
સુરત: સુરત (Surat) શહેરની જીવાદોરી ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદને (Rain) પગલે સપાટીમાં સડસડાટ વધારો જોવા મળી...
ઉમરપાડા: હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગામી બે દિવસ યલો એલર્ટ(Yellow Alert) અને ત્યારબાદ રેડ એલર્ટ(Red Alert)ની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જિલ્લાના...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના 207 જળાશયોમાં (Reservoir) 11 જુલાઈના રોજ 40.24...
નવસારી: નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ વચ્ચેચ વાંસદા તાલુકામાં આવેલ કેલીયા ડેમ 70 ટકા સુધી ભરાઈ જવા...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
હાલ થોડા સમય પહેલા જર્મનીના મ્યુનિકમાં જી-૭ દેશોની શિખર પરિષદ યોજાઇ ગઇ. આ સમિટમાં એક રાબેતા મુજબની ચર્ચાઓ ઉપરાંત એક મહત્વની વાત એ બની કે જી-૭ના સભ્ય દેશોએ પીજીઆઇઆઇ નામનો એક નવો પ્રોજેક્ટ રજૂ કર્યો, જેમાં વિશ્વના વિકાસશીલ દેશોને વિવિધ ક્ષેત્રોમાં મદદ માટે અબજો ડોલરની સહાય વિશ્વના આ સાત ધનવાન દેશો કરવાના છે. ખરેખર તો આ પ્રોજેક્ટ ચીનના અબજો ડોલરના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો મુકાબલો કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
ચીનના અબજો ડોલરના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો મુકાબલો કરવા માટે જી-૭ દેશોએ ૬૦૦ અબજ ડોલરનો જે નવો ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ રજૂ કર્યો છે જેને પાર્ટનરશીપ ફોર ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ(પીજીઆઇઆઇ) નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ તેઓ વિશ્વના વિકાસશીલ દેશોને ક્લાઇમેટ ચેન્જની સ્થિતિનો સામનો કરવા માટે, તેમના દેશમાં આરોગ્યની સ્થિતિની સુધારણા કરવા માટે વગેરે માટે સહાય કરશે. જો કે વિશ્વના કયા દેશોને તેઓ આમાં સાંકળવા માગે છે તેની સ્પષ્ટતા તરત મળી શકી ન હતી પરંતુ જે દેશો ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઇ) પ્રોજેક્ટમાં જોડાયા નથી તેમને આમાં શામેલ કરવામાં આવશે એમ જણાય છે.
જી-૭ દેશોનો આ નવો પ્રોજેકટ ૬૦૦ ડોલર એટલે કે ૪૮૮ પાઉન્ડ જેટલી રકમનો થાય છે જેમાંથી અમેરિકા ૧૬૦ અબજ પાઉન્ડ આપશે, જ્યારે અન્ય ૨૫૦ અબજ પાઉન્ડ જેટલી રકમ ઇયુના અન્ય દેશોમાંથી આવશે. બૈજિંગના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ(બીઆરઆઇ) હેઠળ એકસોથી વધુ જેટલા દેશોને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ચીની ઇજનેરો અનેક દેશોમાં રસ્તાઓ, પુલો, એરપોર્ટો વગેરે બાંધી રહ્યા છે. ચીન આને એશિયા અને યુરોપ વચ્ચે નવો સિલ્ક રૂટ ચાલુ કરવાના પ્રયાસ તરીકે વર્ણવે છે જે સિલ્ક રૂટ પ્રાચીન સમયમાં અસ્તિત્વ ધરાવતો હતો. જો કે જી-૭ દેશો આક્ષેપ કરે છે કે આ પ્રોજેકટ હેઠળ ચીન ગરીબ દેશો પર પ્રભાવ જમાવી રહ્યું છે અને તેમને દેવામાં ધકેલી રહ્યું છે.
હવે આ જી-૭ દેશોએ આ નવો પીજીઆઇઆઇ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. આ પ્રોજેક્ટને ખુલ્લો મૂકતા અમેરિકી પ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે હું એ સ્પષ્ટ કરવા માગું છું કે આ કોઇ દાન કે સહાય નથી. તે રોકાણ છે અને તે દરેકને વળતર આપશે. આ યોજના હેઠળ વિકાસશીલ દેશોને હવામાન પરિવર્તનના મુકાબલા, આરોગ્ય સુધારણા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર વગેરે માટે ટેકો આપવામાં આવશે. ચીનના બીઆરઆઇ પ્રોજેકટ્માં જે દેશોને સાંકળવામાં આવ્યા છે તેમાં એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડના અનેક દેશોનો સમાવેશ થાય છે તથા અનેક દેશોએ બીઆરઆઇના વિવિધ પેટા પ્રોજેક્ટોમાં ચીન સાથે ભાગીદારી કરી છે.
હવે જી-૭ દ્વારા જે નવો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે તેમાં ચીનના બીઆરઆઇ પ્રોજેકટમાં જે અલ્પવિકસીત કે વિકાસશીલ દેશો જોડાયા છે તેમાંના કેટલાકને પણ આ નવા પ્રોજેકટમાં શામેલ કરવાનો પ્રયાસ જી-૭ દેશો તરફથી થાય એવું પણ બને. હાલ જી-૭ના પીજીઆઇઆઇની રૂપરેખા પુરી સ્પષ્ટ થઇ નથી. આ પ્રોજેકટના જે હેતુઓ દર્શાવાયા છે તેમાંના ઘણા પણ બીઆરઆઇ પ્રોજેકટના હેતુઓ કરતા કંઇક જુદા પડે છે. ચીન દ્વારા શરૂ કરવામાં આવેલો બીઆરઆઇ પ્રોજેક્ટ મોટે ભાગે માળખાગત વિકાસલક્ષી છે. એક નિષ્ણાતે જણાવ્યું છે કે બીઆરઆઇ પ્રોજેક્ટ સાથે જી-૭નો પીજીઆઇઆઇ પ્રોજેકટ બરોબરી કરી શકશે કે કેમ?
તે બાબતે કંઇ કહેવું હાલ વહેલું ગણાશે. ચીનના બીઆરઆઇ પ્રોજેકટમાં પર્યાવરણને નુકસાન બાબતે કેટલાક સ્થળે આંખ આડા કાન કરવામાં આવ્યા છે જ્યારે પીજીઆઇઆઇ પ્રોજેકટમાં પર્યાવરણની ચિંતા કરવામાં આવી છે તે એક નોંધપાત્ર બાબત હોવાનું એક નિષ્ણાત અભિપ્રાય પરથી જણાય છે. જો કે ચીન દ્વારા બીઆરઆઇ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી તેને દસ વર્ષ જેટલો સમય થઇ ગયો છે તથા વિશ્વના સો કરતા વધુ દેશો તેની સાથે જોડાયા છે જ્યારે પીજીઆઇઆઇની તેની સાથે સરખામણી હાલ કરી શકાય તેમ નથી. સમય જતા જ સમજાશે કે પીજીઆઇઆઇ એ બીઆરઆઇની બરાબરી કરી શકશે કે કેમ?