National

8 વર્ષનો છોકરો બે વર્ષના ભાઇની લાશ ખોળામાં લઈને કલાકો સુધી બેસી રહ્યો!

ભોપાલ: મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) મોરેના જિલ્લા હોસ્પિટલની (Hospital) બહાર આઠ વર્ષનો છોકરો (Boy) તેના નાના ભાઈના મૃતદેહને (Deadbody) ખોળામાં લઈને કલાકો સુધી બેસી રહ્યો હતો જ્યારે તેના પિતાએ (Father) મૃત બાળકને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સ (Ambulance) માટે તંત્રને વિનંતી કરતા રહ્યા હતા. આ ઘટનાના કારણે લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો અને ‘સંવેદનહીન’ હોવાનો આરોપ લગાવ્યો હતો.

રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ સોમવારે જણાવ્યું હતું કે, રવિવારે બનેલી ઘટનાની ગંભીર નોંધ લેતાં મધ્ય પ્રદેશ સરકારે તેની તપાસનો આદેશ આપ્યો છે અને મોરેના જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જનને કારણ બતાવો નોટિસ જારી કરી છે. પરિવાર જ્યાં રહેતો હતો તે બડફારા ગામથી લગભગ 30 કિમી દૂર સ્થિત મોરેના જિલ્લા હોસ્પિટલની બહાર બનેલી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. પાછળથી, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે વીડિયો ફરતો કર્યો અને અધિકારીઓ પર તેમની ઉદાસીનતા અને ‘સંવેદનહીન’ હોવા બદલ ફટકાર લગાવી હતી.
ક્લિપમાં છોકરો તેના બે વર્ષના ભાઈના ઢંકાયેલા શરીર સાથે જિલ્લા હોસ્પિટલની બાઉન્ડ્રી વોલ સાથે બેઠો હતો, જેનું સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

મોરેના જિલ્લા હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારી સુરેન્દ્ર ગુર્જરે જણાવ્યું હતું કે, ”બડફરા ગામના રહેવાસી પૂજારામ જાટવ રવિવારે સવારે તેમના બે વર્ષના પુત્ર રાજાને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લાના અંબાહ શહેરની હોસ્પિટલમાંથી રિફર કર્યા બાદ લઈ આવ્યા હતા. બાળકનું રવિવારે બપોરે એનિમિયા અને અન્ય રોગોની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બાળકના મૃત્યુ પછી તેના પિતા જાટવે હોસ્પિટલના કેટલાક કર્મચારીઓ પાસેથી એમ્બ્યુલન્સની માંગણી કરી હતી, પરંતુ તે સમયે વાહન ઉપલબ્ધ ન હતું. બાદમાં પોલીસનું એક વાહન બાળકના મૃતદેહને જાટવના ઘરે લઈ ગયું હતું.”

રાજ્ય સરકારના પ્રવક્તા મિશ્રાએ ભોપાલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “મોરેના જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જનને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે. જિલ્લા પંચાયતના સીઈઓને તપાસ હાથ ધરીને સોમવાર સાંજ સુધીમાં રિપોર્ટ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.” મધ્ય પ્રદેશ કોંગ્રેસના વડા કમલનાથે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે કેટલાક સ્થાનિકોની દરમિયાનગીરી બાદ મૃતદેહને લઈ જવા માટે એક વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
એમપીમાં આવી ઘટનાઓ બનવી ખૂબ જ સામાન્ય છે એવો દાવો કરીને કમલનાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને રાજ્યમાં તબીબી સુવિધાઓ મજબૂત કરવા અને આવી ઘટનાઓને ટાળવા માટે સિસ્ટમને વધુ સંવેદનશીલ બનાવવા અપીલ કરી હતી.

Most Popular

To Top