Dakshin Gujarat

વરસાદમાં પુરપાટ ઝડપે આવતી ટ્રકને સાઈડ આપવા એસ.ટી. ચાલકે બ્રેક મારી, બસ સ્લીપ થઈ ખાડામાં ઉતરી

વ્યારા: કુકરમુંડા તાલુકાનાં ચીરમટી ગામે ધુલિયાથી આણંદ તરફ જતી ગુજરાત એસ.ટી. (Gujarat S.T) નિગમની બસને (Bus) સવારે ૧૧.૩૦ વાગ્યાનાં અરસામાં અકસ્માત (Accident) નડ્યો હતો. વરસાદ (Rain) પડતો હતો તે સમયે ઓવરલોડ રેતી ભરેલી ટ્રક (Truck) ઓવરટેક (Overtake) કરતી હતી, તેને સાઇડ (Side) આપવા એસ.ટી. બસના ડ્રાઇવરે (Driver) બસ કોર્નર પર લઈ જતાં બે ટાયર નીચે ઉતારી જતાં આખી બસ ખાડામાં ઉતરી ગઈ હતી.

  • ઓવરટેક કરતી ટ્રકને સાઇડ આપવા જતા બસનાં બે ટાયર ખાડામાં ઉતાર્યા
  • બસમાં બેઠેલા તમામ મુસાફરોને ઈમરજન્સી દરવાજા તોડી બહાર કાઢી લેવાયા

જો આ બસ ખાડામાં પલ્ટી મારી ગઈ હોત તો મોટી જાનહાનિ સર્જાઈ ગઈ હોત. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. મુખ્ય દરવાજો ખાડા તરફ ખુલતો હોય મુસાફરો ઉતરી શકે તેમ ન હતા તેમજ મુખ્ય દરવાજાથી ઉતરે તો બેલેન્સ બગડતાની સાથે જ આ બસ પલ્ટી મારી દે તેમ હોય, બસમાં બેઠેલા તમામ મુસાફરોને સ્થાનિકોની મદદથી ઈમરજન્સી દરવાજા તોડી તેમાથી બહાર કાઢી લેવાયા હતા. બસમાં આશરે ૪૫ જેટલા મુસાફરો હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે. આ મુસાફરોનો સમય ન બગડે માટે બીજી બસમાં બેસાડી રવાના કરાયા હતા. ચાલુ વરસાદમાં પુરપાટ ઝડપે આવતી ટ્રકને સાઈડ આપતા બ્રેક મારી હતી. જેનાં કારણે આ બસ સ્લીપ થઈ ગઈ હોવાનું બસ ચાલકે જણાવ્યું હતું. સદનસીબે વાહનો અને રાહદારીઓથી ધમધમતા આ ઉચ્છલ- નિઝર ધોરીમાર્ગ પર મોટી જાનહાનિ ટળી છે.

અંકલેશ્વર આમલાખાડીના બ્રિજ ઉપર ટ્રક રેલીંગ તોડી લટકી ગઈ
અંકલેશ્વર: અંકલેશ્વર-સુરત વચ્ચેના નેશનલ હાઇવે ઉપર આવેલા આમલાખાડિના બ્રિજ ઉપર ટ્રક રેલીંગ તોડી લટકી પડતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વર-સુરત નેશનલ હાઇવે ઉપર આવેલા આમલાખાડીના બ્રિજ ઉપર પરથી હરિયાણાના પાનીપતથી ટ્રક નંબર-એચ.આર.૪૫ બી.૫૦૧૯નો ચાલક વાપી ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન સ્ટિયરીંગ ઉપર કાબુ નહિ રહેતા ટ્રક બ્રિજની રેલીંગ સાથે ભટકાઈ હતી અને રેલીંગ સાથે જ લટકી પડી હતી આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો અકસ્માતની ઘટનાને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માત અંગેની જાણ શહેર પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ટ્રકને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો

Most Popular

To Top