Gujarat

વરસાદ નું જોર વઘ્યું: રાજુલાના મુખ્ય બજારમાં પૂરની માફક પાણી વહેતા થયા

રાજકોટ : હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની (Rain) આગાહી આપવામાં આવી છે ત્યારે આજે અમરેલી (Amreli) જિલ્લામાં સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે તેવા સમયે અમરેલીના બગસરા શહેરમાં ધોધમાર વરસાદના કારણે પાણી (Water) ભરાવવાની સમસ્યા સર્જાય છે ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદના કારણે નદી (River) નાળા ચેકડેમો છલકાય ઉઠ્યા છે બગસરાની સાતલડી નદીમાં પુર (Flood) જોવા મળ્યું હતું. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અહીં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે પીપાવાવ, જાફરાબાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તરમાં વરસાદ ધીમીધારે સતત પડી રહ્યો છે જેના કારણે આજે વરસાદ નું જોર વધી રહ્યું છે દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં જેના કારણે પાણી ભરાવવાની સમસ્યા સર્જાય શકે છે.

  • દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તરમાં વરસાદ ધીમીધારે સતત પડી રહ્યો છે જેના કારણે આજે વરસાદ નું જોર વધી રહ્યું છે
  • દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય શકે
  • ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદના કારણે નદી નાળા ચેકડેમો છલકાય ઉઠ્યા

હવામાન વિભાગની આગાહીને કારણે એક એન ડી.આર.એફ.ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે અમરેલી કલેકટર ગૌરાંગ મકવાણા આજે કંટ્રોલ રૂમ અને ડિઝાસ્ટમાં પહોંચ્યા હતા હાલની જિલ્લાની કેવી પરિસ્થિતિ છે તેને લઈ તમામ ગતિવિધિ ઉપર સતત નજર રાખી રહ્યા છે.

ભારે વરસાદની આગાહીને લઇ અમરેલીમાં 25 જવાનો સાથે NDRF ટીમ તૈનાત
રાજકોટ : હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજથી ત્રણ દિવસ સુધી અમરેલી ઓરેન્જ એલર્ટ ઉપર છે મોડી રાતથી વરસાદનું આગમન થયું છે. ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે 3 દિવસ અતિ ભારે વરસાદ પડી શકે છે. જેને લઇને NDRFની 25 જવાનોની ટીમ તૈનાત કરાઇ છે. ભૂતકાળમાં ચોમાસા દરમિયાન પુરની સ્થિતિ સર્જાઈ છે, જેને લઇને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર પણ એક્સન મોડમાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અમરેલીમાં NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. 25 જવાનો ખેડેપગે રહેશે અને જરૂર પડ્યે બચાવ કામગીરી કરશે. અમરેલી જિલ્લામાં મોડી રાતે બાબરાના કોટડા પીઠા, ઉટવડ સહિત મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વડીયા વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો.

Most Popular

To Top