પટના: (Patna) આરજેડી નેતાઓ (RJD Leader) સામેના દરોડાથી નારાજ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે ED, CBI અને આવકવેરા વિભાગને ભાજપના ત્રણ...
સુરત: સુરતમાં એડવોકેટ(Advocate) મેહુલ બોઘરા(Mehul Boghra) પર થયેલા હુમલા(Attack)ના ઘરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનાને લઈ એક તરફ તો સુરતના વકીલોમાં રોષ...
મહેસાણા : વિસનગરમાં (Visanagar) મંગળવારે વહેલી સવારે પડેલા ભારે (Heavy) વરસાદના(Rain ) કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. વરસાદ લગાતાર ચાલુ...
સુરત: સુરત (Surat) શહેરમાં દિવસને દિવસે સાઈબર ક્રાઈમના (Cyber Crime) કિસ્સાઓ વધી રહ્યા છે. જ્યારથી ડિજિટલ પેમેન્ટ થવા લાગ્યું છે ત્યારે ઘણા...
હરિયાણા બીજેપી નેતા (BJP Leader) અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના (Sonali Fogat) ગોવામાં (Goa) મોતના મામલામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે....
ભરૂચ(Bharuch): ઘરનો દરવાજો ખોલો અને આખી સોસાયટીમાં જાણે રખેવાળી કરી રહ્યો હોય તેમ કદ્દાવર દીપડો દેખાય તો શું થાય..એવો જ અહેસાસ અને...
નવી દિલ્હી: દેશ ટૂંક સમયમાં FASTagની ઝંઝટમાંથી મુક્ત થવા જઈ રહ્યો છે. આ સાથે ટોલ પ્લાઝા(Toll Plaza) પણ ભૂતકાળ બની જવાના છે....
બિહારમાં આજે નીતીશ કુમાર-તેજસ્વી યાદવની સરકારનો ફ્લોર ટેસ્ટ યોજાયો હતો, જેમાં મહાગઠબંધન સરકારે પ્રચંડ બહુમતી સાથે વિશ્વાસ મત જીત્યો હતો. ફ્લોર ટેસ્ટ...
સુરત: સુરતના વકીલો આજે બુધવારે કોર્ટની (Court) બહાર રસ્તા પર ઉતરી આવીને વિરોધ પ્રદર્શન (Protest) કર્યું હતું. ગયા અઠવાડિયે વકીલ (Advocate) મેહુલ...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) હવામાન વિભાગે વધુ પાંચ દિવસ દિવસની આગાહી કરી છે. આ વર્ષે રાજ્યમાં સીઝનનો 100 ટકા વરસાદ (Rain) ખાબકી ચૂક્યો...
ઝારખંડ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDએ ઝારખંડ(Jharkhand)માં ગેરકાયદેસર ખાણકામમાં મની લોન્ડરિંગના સંબંધમાં 17 સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રેમ પ્રકાશ સાથે જોડાયેલા સ્થળો પર આ...
સુરત(Surat): શહેરના ડિંડોલી વિસ્તારમાં ગરીબ દિવ્યાંગ કેળાની લારીવાળાને (Hawkers) જાહેરમાં રસ્તા પર ભાજપના (BJP) પૂર્વ કોર્પોરેટર અને શાસક પક્ષના નેતાના ભાઈ દ્વારા...
યુક્રેન: આજે યુક્રેન સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ આ દિવસે રશિયા યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે. પ્રેસિડેન્ટ ઝેલેન્સકીએ...
વડોદરા : વડોદરામાં ચોમાસાની સાથે સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ દસ્તક દીધી હતી.હાલ તેના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે.જેને લઈ હાલ...
વડોદરા : વડોદરામાં અકોટા વિસ્તારમાં ચોરી કરનાર બે ચોરોને મકાનમાં પાવર આવી જતા 20 દિવસમાં બે વાર ચોરી કરી હતી પરંતુ ગઈકાલે...
વડોદરા : વડોદરા શહેર નજીક આવેલા ચાપડ ગામમાં રહેતા 21 વર્ષના યુવકએ દેશી દારૂની ચાર પોટલી એક સાથે ગટગટાવી જતા આંખ ગુમાવવાનો...
વડોદરા : વડોદરા શહેરમાં દાંડિયા બજાર ખાતે જર્જરિત ફાયર સ્ટેશન તોડી પાડ્યા બાદ છેલ્લા ઘણા સમયથી રસ્તા ઉપર બેસી શહેરની રક્ષા કરતા...
વડોદરા: નર્મદાની સાથે હવે લોકમાતા મહીસાગર પણ ઉફાન પર છે.ત્યારે વડોદરા જિલ્લા કલેકટરેએ તંત્રને મહી કાંઠાના તમામ ગામો અને ગામો લોકોને સાવધ...
વડોદરા: વડોદરા શહેરમાં અવારનવાર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાની ઘટના સામે આવે છે ત્યારે સોમવારે કોર્પોરેશનની કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરના ગેટ પાસે...
વડોદરા: શહેર વિસ્તારમાં આવેલું જુના સમયનું રામનાથ સ્મશાન ગૃહ કે જ્યાં વર્ષોથી ગેસ ચિતા બંધ હાલતમાં છે, અને અવારનવાર ગેસ ચિતા ચાલુ...
વડોદરા: વડોદરા નજીક મોકસીની નેક્ટર કેમ કંપનીમાંથી 1125 કરોડનું MD ડ્રગ્સ કબજે કરવાના બનાવમાં ઝડપાયેલા આરોપી પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવને સાથે...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા ગયા વર્ષે જ્યાં સાડા ચારસો જેટલા જર્જરીત એકમોને ઉતારી લેવા નોટીસ અપાઈ હતી, ત્યાં આ વર્ષે કુલ 140...
સંતરામપુર : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં મહિ નદી કાંઠે આવેલા ગામોમાં પુરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા એલર્ટ જારી કરવામાં આવ્યું છે....
આણંદ : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો 5243મો જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મટકીફોડ અને રાસની રમઝટ બોલાવવામાં આવી...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) એંધાણ વચ્ચે તમામ રાજકીય પાર્ટી સક્રિય બની છે. આ વર્ષે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ...
નડિયાદ: આણંદથી કપડવંજ તરફ જવાનો શોર્ટકટ પણસોરાથી લાડવેલ ચોકડી તરફનો માર્ગ અત્યંત જર્જરીત બન્યો છે. આ રોજ નાના-મોટા વાહનોની અવરજવરથી ધમધમતો રહે...
સુરત(Surat) : સુરત શહેરમાં રોમિયો અને ગુંડાઓની દિનપ્રતિદિન હિંમત વધી રહી હોવાનું લાગી રહ્યું છે. જાહેર માર્ગો પર, ફોન કે સોશિયલ મીડિયાના...
પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ, કષાયને જીતવાનો સંદેશ આપે તે પર્યુષણનું પર્વ. જીતે તે...
ગુજરાતના વાચનઋષિ મહેન્દ્ર મેઘાણીએ પોતાના જીવનની સદી તા. 20/6/22 પૂરી કરી અને તા. 03/08/22 ના રોજ ચિરનિદ્રામાં પોઢી ગયા. તેઓ માનતા કે...
ભારત દેશ સ્વતંત્ર થયાને પંચોતેર વર્ષ પૂરાં કર્યાં. આનંદ થાય એ સ્વાભાવિક છે. દેશને આઝાદી અપાવવા જેમણે બલિદાન આપ્યું છે, જેલવાસ ભોગવ્યો...
ઝારખંડ-ઓડિશા પહોંચ્યું ચોમાસુ, 9 દિવસમાં 19 રાજ્યોને આવરી લીધા
Kane Williamson એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, 16 વર્ષ પહેલા ભારત સામે ડેબ્યૂ કર્યું હતું
મે મહિનામાં છૂટક ફુગાવો વધીને 3.93% થયો, સામાન્ય માણસ પર બોજ વધ્યો
મેમાં 13.60 કરોડ ઈ-વે બિલ જનરેટ, દેશની આર્થિક ગતિ મજબૂત હોવાના સંકેત
અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ: પરિવારજનોની આંખો ફરી ભીની, 260થી વધુ મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ
વડોદરા : ડુંગળીના કોથળાની આડમા દારૂની હેરાફેરી ઝડપાઈ, રૂ.15.32 લાખના દારૂ સાથે રૂપિયા 20.38 લાખનો મુદ્દા માલ જપ્ત
ભારત માટે ખતરાની ઘંટડી? ‘ગોડઝિલા અલ નીનો’થી પશ્ચિમ ભારત સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા
વડોદરામાં NEET કૌભાંડનો વિરોધ, ‘સ્વયં સૈનિક દળ’ મેદાને
12 વર્ષ બાદ અક્ષય-વિપુલનું કમબેક, ‘સામુક’માં પ્રથમવાર એલિયન હોરર થ્રિલરમાં જોવા મળશે એક્શન કિંગ
ઓમાન કિનારા નજીક જહાજો પરના હુમલા મામલે ભારતનું કડક વલણ, ટોચના US રાજદૂતને સમન્સ
છૂટક ડીઝલ વિક્રેતાને 200 લિટર ડીઝલની મર્યાદા: કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યો
રાજ્યસભા ચૂંટણીમાં NDAનો દબદબો, 18 બેઠકો બિનહરીફ જીત્યું; ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું બંધ
રાજ્યસભાનું નામાંકન રદ કરવા સામે મીનાક્ષીની અરજી SC એ ફગાવી, ચુકાદા બાદ મીનાક્ષીએ કહ્યું..
‘હેરા ફેરી’ની યાદ અપાવતું ‘વેલકમ ટુ ધ જંગલ’નું મસ્તીભર્યું ટ્રેલર લોન્ચ
14 ટીમો, 54 મેચ અને 46 દિવસનો જંગ; વર્લ્ડ કપ-2027ની તારીખો આવી સામે
‘મોદી ને મરવા દીયા’ નિવેદનથી રાજકીય ગરમાવો, રાહુલ ગાંધીની ટિપ્પણી ચર્ચામાં
ઈવા મોલમાં મનોરંજન કે મોતની જાળ? સુરક્ષાવિહોણી રાઈડ્સથી માસૂમોના જીવ જોખમમાં!
‘મીડિયા સામે સત્તાનો દુરુપયોગ’, ન્યૂઝક્લિક મામલે ઇડી પર હાઇકોર્ટની કડક ટિપ્પણી
વડોદરા : ખબરદાર ઘરના દરવાજા ખોલ્યા છે તો, નિવૃત્ત વૃદ્ધને 18 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી રૂ.1.59 કરોડ પડાવાયા
‘અમેરિકાના તેલના ખેલને અમે સારી રીતે સમજીએ છીએ’, જયશંકરનો પશ્ચિમ દેશોને કરારો જવાબ
સુરતમાં કારમાંથી યુવકની કોહવાયેલી લાશ મળી, 5 દિવસથી હતો ગુમ, દુર્ગંધથી ખુલ્યો ભેદ
ટ્રમ્પના યુ-ટર્નથી શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 74,800 પાર, નિફ્ટી 23,450 ઉપર; બજારમાં ખરીદીનો માહોલ
ભારતીય પ્રદેશ પર નજર રાખવા પાકિસ્તાને સેટેલાઇટ નેટવર્ક વિકસાવ્યું: ભારતે સતર્ક રહેવું પડશે
મકરપુરા રેલવે સ્ટેશન પર કરુણ ઘટના: માલગાડી સામે ઝંપલાવી યુવકે જીવન ટૂંકાવ્યું
FIFA વર્લ્ડ કપ 2026ની આ 10 મેચ જોવાનું ભૂલતા નહીં, ફૂટબોલ ચાહકો માટે ખાસ લિસ્ટ
કુંભારવાડામાં વહેલી સવારે 4 રાઉન્ડ ગોળીબાર: જૂની અદાવતે શહેરને ચોંકાવ્યું!
ડીઝલની સંગ્રહખોરી રોકવા કેન્દ્રનો મોટો નિર્ણય, એક ગ્રાહકને રોજ માત્ર 200 લીટર ડીઝલ મળશે
જામનગરમાં સ્થપાશે ભારતનું પ્રથમ ‘બિલ્ટ-ટુ-સૂટ’ AI ડેટા સેન્ટર
ભ્રષ્ટાચાર માળખાકીય પ્રશ્ન છે
ટ્રમ્પની ધમકી: આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરીશું, ખાર્ગ ટાપુ અમારું થશે
પટના: (Patna) આરજેડી નેતાઓ (RJD Leader) સામેના દરોડાથી નારાજ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે ED, CBI અને આવકવેરા વિભાગને ભાજપના ત્રણ જમાઈ ગણાવી નવો વિવાદ છેડ્યો છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વિવિધ નેતાઓ સામેના દરોડાથી નારાજ બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી પ્રસાદ યાદવે બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને આવકવેરા વિભાગને ભારતીય જનતા પાર્ટીના ‘ત્રણ જમાઈ’ ગણાવ્યા. તેજસ્વીએ આરોપ લગાવ્યો કે આ ત્રણ જમાઈને ભાજપ એવા રાજ્યોમાં મોકલે છે જ્યાં તે સત્તામાં નથી. રાજ્યમાં નવી રચાયેલી મહાગઠબંધન સરકાર દ્વારા વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન યાદવે વિધાનસભામાં આ વાત જણાવી. તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP) પર સમાજવાદી વિચારધારાને સમાપ્ત કરવાના પ્રયાસમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટીને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
વિધાનસભામાં પોતાની ધારદાર વાત મુકતા યાદવે કહ્યું કે મારા પિતા લાલુ પ્રસાદ, માતા રાબડી દેવી, મારી બહેનો અને હું અમે બધા સમાજવાદી વિચારધારા પ્રત્યેના અમારા સમર્પણની કિંમત ચૂકવી રહ્યા છીએ. મુખ્યમંત્રી અને મારી વિચારધારા સમાન છે. અમે સમાજવાદીઓએ જે વાવ્યું છે તે ભાજપ લણી શકશે નહીં. આરજેડીના સંભવિત ઉત્તરાધિકારીએ પણ મીડિયાના અમુક વિભાગો પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તેઓએ કોઈ આધાર વિના કહ્યું કે ગુરુગ્રામમાં એક મોલ કે જેના પર સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા તે તેજસ્વીનો છે.
બીજી તરફ યાદવે કહ્યું કે આ મીડિયા સંસ્થાઓએ થોડી તપાસ કરવી જોઈએ. આ મોલ હરિયાણાના કોઈ વ્યક્તિનો છે અને તેનું ઉદ્ઘાટન ભાજપના સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા કોણ હશે તે અંગે નિર્ણય લેવામાં ભાજપની અસમર્થતા પર કટાક્ષ કરતા યુવા નેતાએ કહ્યું કે દિલ્હીમાં બેઠેલા લોકો બિહારની આત્માને સમજી શકતા નથી. અહીં કોઈ ધાકધમકી ચાલવાની નથી. અમે ત્રણ જમાઈને અહીં મોકલવાથી ડરતા નથી. ભાજપ જાણે દુલ્હા વગરની બારાત જેવી દેખાય છે.
યાદવે એમ પણ કહ્યું કે નીતિશ કુમારે એક સાહસિક નિર્ણય લીધો છે અને તેનાથી દેશના લોકોને આશાની નવી કિરણ દેખાઈ છે. તેમણે ટિપ્પણી કરી હતી કે ભાજપના નેતાઓએ એ પણ યાદ રાખવું જોઈએ કે મુખ્ય પ્રધાનને અન્ય કોઈએ નહીં પણ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી કહ્યા હતા. તેજસ્વીએ કહ્યું કે તમે બધા 2024ની સામાન્ય ચૂંટણીથી ડરી ગયા છો કારણ કે બિહારમાં એકજૂટ વિપક્ષ ભાજપને ખરાબ રીતે હરાવી દેશે. એટલા માટે ત્રણ જમાઈ મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે જ ભાજપના નેતાઓએ જમાઈ શબ્દનો વારંવાર ઉપયોગ કરવાનો વિરોધ કર્યો હતો.
તેજસ્વી યાદવે કહ્યું કે લાલુ યાદવે ખોટમાં ચાલી રહેલી રેલ્વેને નફામાં લાવી દીધી. છતાં તેમના પર કેસ ચાલી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે જો તમે ભાજપ સાથે હાથ મિલાવશો તો તમે સાધુ બની જશો. જ્યાં પણ વિપક્ષની સરકાર હોય, જ્યાં પણ ભાજપ હારે છે કે ભાજપ હારથી ડરે છે ત્યાં તે પોતાના ત્રણ જમાઈ આગળ કરી દે છે. પ્રથમ જમાઈ સીબીઆઈ, બીજું જમાઈ ઈડી અને ત્રીજું જમાઈ ઈન્કમટેક્સ.
તેજસ્વી યાદવે કહ્યું કે ભાજપના ધારાસભ્યો કહે છે કે મુસ્લિમો પાસેથી મતદાનનો અધિકાર છીનવી લેવો જોઈએ. કોઈના માઈના લાલમાં દમ છે? અમે એ ટુ ઝેડની વાત કરીએ છીએ. અમે બધાને સાથે લઈ ચાલવાનું કામ કરીશું, કોઈને તકલીફ નહીં પડવા દઈએ. અમને કામ કરવું પડશે અને અમે લોકો કામ કરીશું.