Dakshin Gujarat

શિકારની શોધમાં ભરૂચના વાલિયાની આ સોસાયટીમાં ઘુસેલા દીપડાની મુવમેન્ટ CCTVમાં કેદ

ભરૂચ(Bharuch): ઘરનો દરવાજો ખોલો અને આખી સોસાયટીમાં જાણે રખેવાળી કરી રહ્યો હોય તેમ કદ્દાવર દીપડો દેખાય તો શું થાય..એવો જ અહેસાસ અને અનુભવ પ્રત્યક્ષ જોનારા વાલિયા(Valiya) ટાઉનની જલારામ સોસાયટી તેમજ આસપાસના લોકો મંગળવારે રાત્રે કરી ચુક્યા છે. વાલિયાની જલારામ સોસાયટીમાં દીપડો(leopard) દેખાતા રહીશો ડરના માર્યા દરવાજા બંધ કરીને ઘરમાં કેદ રહ્યા હતા.

  • વન વિભાગે મુકેલા પિંજરા તરફ ચાલાક દીપડાએ જોયું પણ નહીં
  • રાતે સોસાયટીમાં ખોરાકની શોધમાં દીપડો ઘુસી આવતા લોકોએ વન વિભાગને કોલ કરી દોડી આવવા કહ્યું
  • આ જ દીપડો આગલી રાતે પાલતું શ્વાન સહિત ગૌવંશને શિકાર બનાવી ચુક્યો છે

વાલિયા નગરમાં ખોરાકની શોધમાં છેલ્લા બે દિવસથી દીપડો લટાર મારતો દેખા દઈ રહ્યો છે.સોમવારે રાત્રે આ દીપડાએ ૮ ફૂંટ ઉંચી દીવાલ ફાંદી સલામતી માટે રાખેલા રોટવીલર શ્વાનને ફાડીને ખાધો હતો.મંગળવારે સવારે શ્વાનના માલિકે વન વિભાગને જાણ કરતા આરએફઓ મહિપાલસિંહ ગોહિલે તાબડતોબ મરણ સાથે પાંજરૂ મુક્યું હતું. જો કે ચાલાક દીપડો મંગળવારે રાત્રે ચબરાકતાથી વાલિયા ટાઉનની જલારામ સોસાયટીમાં ઘુસી ગયો હતો.રાત્રે ૮ વાગ્યાના અરસામાં સોસાયટીમાં દીપડો આરામથી લટાર મારતો જોઇને લોકોએ ફફડાટના માર્ચે ઘરના દરવાજા ફટાફટ બંધ થવા લાગ્યા હતા. ભયભીત બનેલા લોકોએ વન વિભાગને કોલ કરવાની શરૂઆત કરી દીધી હતી. અમારી સોસાયટીમાં દીપડો ફરે છે. ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ છે. જો કે વનવિભાગે તકેદારી ભાગરૂપે ઘર ભાર નહી નીકળતા તેમ જણાવી દીધું હતું. વનવિભાગની સૂચનાનું પાલન કર્યું હતું. જો કે વનવિભાગની ટીમ સ્થળ પર જીપગાડી લઈને આવ્યા હતા.જો કે તે પહેલાથી દીપડો જતો રહેતા તેઓના હાથ લાગ્યો ન હતો અને પાંજરે પણ પુરાયો ન હતો.

શિકારની શોધમાં લટાર મારતો દીપડો સીસીટીવી કેમેરા કેદ
વાલિયા નગરમાં જલારામ પેટ્રોલ પમ્પની બાજુમાં આવેલ આશાપુરા ટ્રેડર્સના કમ્પાઉન્ડમાં સોમવારે રાતે દીવાલ કૂદીને દીપડો ઘુસી આવ્યો હતો. આ દીપડાએ કમ્પાઉન્ડમાં રખેવાળી કરતા શ્વાસ ઉપર હુમલો કરી તેનું મારણ કર્યું હતું. વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી પાંજરામાં બકરું ગોઠવ્યું હતું. જે બાદ રાત પડતા જ દીપડો ફરી દીવાલ કૂદી અંદર પ્રવેશ્યો હતો. શિકારની શોધમાં લટાર મારતો સીસીટીવી કેમેરા કેદ થયો છે. અત્રે ઉલ્લેખનીય છેકે વન વિભાગ દ્વારા મુકવામાં આવેલ બકરાના મારણ સાથેનું પાંજરું જોતા છતાં પણ દીપડો ગયો નહિ

Most Popular

To Top