National

સોનાલી ફોગાટના પરિજનોએ કહ્યું- તેનું મર્ડર થયું છે, CBI તપાસ કરે

હરિયાણા બીજેપી નેતા (BJP Leader) અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના (Sonali Fogat) ગોવામાં (Goa) મોતના મામલામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં સોનાલી ફોગાટના સંબંધી રિંકુએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. સોનાલીના પીએ અને તેના સાથી પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિંકુ કહે છે કે હજુ એફઆઈઆર (FIR) નોંધાઈ નથી. હત્યાની (Murder) આશંકા છે. અમને સોનાલીના PA અને તેના એક સહયોગી પર શંકા છે. અમે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ. સોનાલીના સંબંધીએ જણાવ્યું કે રાત્રે જ બધાએ ફોન પર વાત કરી હતી ત્યારે બધું બરાબર હતું. તો પછી આ કેવી રીતે થયું? આ બધુ આયોજન આગોતરૂ થઈ રહ્યું હતું પરંતુ અમને તેની ખબર ન પડી.

ગોવામાં થશે સોનાલીનું પોસ્ટમોર્ટમ
સોનાલી ફોગાટનો મૃતદેહ હજુ ગોવામાં છે અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું નથી. હકીકતમાં સોનાલીના પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી FIR નોંધવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોસ્ટમોર્ટમ નહીં કરાવે. સોનાલીના ભત્રીજાનો દાવો છે કે સોનાલીના ચહેરા પર સોજો અને સ્ટ્રેચ માર્ક્સ હતા.

સોનાલી ફોગાટની સાસુ ગૌતમી દેવીએ પણ કહ્યું છે કે તેમને પણ હત્યાની શંકા છે. કારણ કે તેના રાજકીય કારણોસર ઘણા દુશ્મનો હતા. બહાર શું થયું તે અમે કહી શકીએ નહીં પરંતુ તે ઘરેથી સંપૂર્ણ સ્વસ્થ થઈને ગઈ હતી. જણાવી દઈએ કે સોનાલી ફોગાટનું ગોવામાં નિધન થયું હતું. ગોવા પોલીસે જણાવ્યું હતું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. બીજી તરફ સોનાલી ફોગાટની બહેનનું કહેવું છે કે સોનાલીએ સોમવારે સવારે તેની માતા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેને તેના ભોજનમાં કંઈક ખોટું થઈ રહ્યું છે એવું લાગે છે. તેને લાગે છે કે કોઈ ષડયંત્ર થઈ રહ્યું છે. જોકે સત્ય શું છે આ અંગે હજુ સ્પષ્ટપણે કંઈ કહી શકાય તેમ નથી.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH) ખાતે કરાયા બાદ તેણીના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળશે. એક પોલીસ અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે હરિયાણાના બીજેપી નેતા ફોગાટને સોમવારે સાંજે ઉત્તર ગોવાના અંજુના સેન્ટ એન્થોની હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું હતું કે ફોગાટનું મૃત્યુ કદાચ હાર્ટ એટેકથી થયું હતું. ફોગટનો પરિવાર મંગળવારે રાત્રે ગોવા પહોંચ્યો હતો. તેણે મોતને શંકાસ્પદ ગણાવ્યું હતું.

Most Popular

To Top