SURAT

સુરતના વૃદ્ધ સાથે લાઈટ બિલ ભરવાના નામે છેતરપિંડી, પોલીસે 24 જ કલાકમાં પૈસા પરત અપાવ્યા

સુરત: સુરત (Surat) શહેરમાં દિવસને દિવસે સાઈબર ક્રાઈમના (Cyber Crime) કિસ્સાઓ વધી રહ્યા છે. જ્યારથી ડિજિટલ પેમેન્ટ થવા લાગ્યું છે ત્યારે ઘણા લોકો સાઈબર ક્રાઈમનો શિકાર બની રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતના વેસુ વિસ્તારમાં બન્યો હતો. જ્યાં 77 વર્ષીય વૃદ્ધને ટેક્સ મેસેજ કરી ઈલેક્ટ્રીસીટીનું બિલ ભરપાઈ થયું ન હોવાની જણાવી લાખોની છેંતરપિંડી કરી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં એસ.એમ.એસ પ્લેન્ડીટ, હેપ્પી રેસીડેન્સી નજીક 77 વર્ષીય નિવૃત વૃદ્ધ વિજયકાંત પંડ્યા સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હતી. ફરિયાદી વિજયકાંતના જણાવ્યા અનુસાર એક અજાણ્યા નંબર પરથી ટેક્સ મેસેજ આવ્યો હતો કે ‘તમારા પાછલા મહિનાનું ઈલેક્ટ્રીસિટીનું બિલ ભરવાનું બાકી હોય જેથી તમારૂ વીજળીનું જોડાણ આજે રાત્રે 9:30 કલાકે કાપી નાખીશું.’ આ મેસેજ વાંચી વિજયકાંત પંડ્યા ગભરાઈ ગયા હતા અને પરત એજ નંબર પર કોલ કર્યો હતો. ત્યારે ફોન પર વાત કરી રહેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે હું જી.ઈ.બી.માંથી બોલુ છું, તેમ જણાવી વિજયકાંતના મોબાઈલ પર એક લિંક મોકલાવી હતી અને કહ્યું હતું કે આ લિંક પર ક્લિક કરી રૂ.5નું ટ્રાન્ઝેક્શન કરો. ત્યાર બાદ વિજયકાંતે લિંક ઓપન કરી SBIના ક્રેડિટ કાર્ડની તમામ વિગતો નાખી હતી. ત્યાર બાદ ટૂકડે ટૂકડે ચાર ટ્રાન્ઝેક્શન દરમિયાન ખાતામાંથી 1,03,256 રૂપિયા ઉપડી ગયા હતા. વૃદ્ધને ચાર ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જાણ થતા તેમણે તેમનો ફોન ચેક કર્યો હતો ચાર મેસેજ જોતા જ તેઓને પસીનો છૂટી ગયો હતો. મેસેજ જોઈ તેમને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.

24 કાલાકમાં લાખો રૂપિયા પરત અપાવ્યા
વિજયકાંત પંડ્યાએ તાત્કાલિક આ અંગે સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસને માહિતીના આધારે તાત્કાલિક ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચાર ટ્રાન્ઝેક્શનના મેસેજ ચેક કર્યા હતા. ત્યારે તેમને માહિતી મળી હતી કે આ તમામ ટ્રાન્ઝેક્શન ફિલપ્કાર્ટ પેમેન્ટ ક્રેડિટ થયું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તાત્કાલિક જ ફિલપ્કાર્ટ કંપનની કોલ કરી છેતરપિંડી અંગે જણાવ્યું હતું. અને ફિલપ્કાર્ટ કંપનીના નોડલ ઓફિસરને જાણ કરી હતી. ફિલપ્કાર્ટ કંપનીએ મેલ દ્વારા આ ટ્રાન્ઝેક્શન ક્યાં થયું છે તેની માહિતી આપી હતી. તેથી પોલીસ 24 કલાકની અંદર જ છેતરપિંડીનો ભોગ બનારા વિજયકાંતના ખાતામાં તમામ લાખો રૂપિયા અપાવ્યા હતા.

Most Popular

To Top