સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ (Dang) જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી પાછોતરા વરસાદી માહોલે (Rainy weather) ધબધબાટી બોલાવતા લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા...
ગાંધીનગર: ભાજપશાસિત (BJP) રાજ્યોનાં મહાનગરોના મેયર તથા ડે મેયરની બેદિવસીય રાષ્ટ્રીય સમિટનો ગાંધીનગરમાં (Gandhinagar) મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા આરંભ કરાવવામાં...
બિહારના (Bihar) પૂર્વ નાયબ મુખ્યમંત્રી (CM) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીને (Sushil Kumar Modi) જાનથી મારી નાખવાની...
અમદાવાદ : રાજ્યના ઠેર ઠેર ખાડા, ગંદકી અને કચરાના ઢગલાનું સામ્રાજ્ય ભાજપના (BJP) શાસનમાં જોવા મળી રહ્યું છે. તેમ છતાં નાગરિકો પાસેથી...
રાજપીપળા: રાજપીપળા (Rajpipla) ખાતે ભાજપ (BJP) સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં નર્મદા (Narmada) જિલ્લા ભાજપ (BJP) કિસાન મોરચા આયોજિત નમો ખેડૂત પંચાયત કાર્યક્રમ...
વ્યારા: સોનગઢથી (Songadh) કપડબંધ હાઇવે માટે લોક સુનાવણી રાખ્યા વિના જમીન માપણી કરવા ગયેલા તંત્રનો વિરોધ દર્શાવતા પ્રાંત અધિકારીને રજૂઆત કરવા આશરે...
નવી દિલ્હી: હાલમાં લેજન્ડ્સ ક્રિકટ લીગ (Cricket League) રમવા માટે ભારતના (India) પ્રવાસે આવેલા વેસ્ટઇન્ડિઝના માજી ક્રિકેટર ટીનો બેસ્ટે પોતાની બાયોગ્રાફી (Biography)...
કેન્ટબરી : વન ડે સીરિઝની પહેલી મેચ (Match) જીત્યા પછી આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય મહિલા ટીમ (Indian Women’s Team) આજે બુધવારે જ્યારે બીજી...
ગુજરાતી ફિલ્મ (Gujarati Film) ‘છેલ્લો શો’ (Chhello Show) એ વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ભારત (India) તરફથી ‘છેલ્લો શો’ને ઓસ્કારમાં મોકલાઈ છે જે...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન (Online), પોઈન્ટ-ઓફ-સેલ અને એપ્લિકેશનમાં વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતા તમામ ક્રેડિટ અને...
મદ્રાસ: મદ્રાસ હાઈકોર્ટે (Madrash Highcourt) અવલોકન કર્યું છે કે લગ્ન (Marriage) માત્ર શારીરિક આનંદ (Physical Pleasure) માટે નથી પરંતુ તેનો મુખ્ય હેતુ...
મુંબઈ: લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં (TMKOC) વર્ષોથી લોકોને તારક મહેતા (Tarak Mehta) તરીકે હસાવનાર શૈલેષ લોઢા (Shailesh Lodha) પરેશાન...
સુરત: (Surat) શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આજથી એટલેકે 20 સપ્ટેમ્બરથી 36મી નેશનલ ગેમ્સનો (National Games) દબદબાભેર પ્રારંભ થયો હતો. મંગળવારે બપોરે 11...
કર્ણાટક: કર્ણાટક(Karnataka) હાઈકોર્ટ(High Court)ની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ(Hijab) પર પ્રતિબંધ(Prohibition) ના નિર્ણયને પડકારતી અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં...
બેંગ્લુરુ: (Bengaluru) કર્ણાટકના બેંગ્લોરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગર્લફ્રેન્ડે (Girlfriend) તેના ડોક્ટર બોયફ્રેન્ડને (Boyfriend) માર મારીને મોતને ઘાટ...
અમેરિકા: મેટાવર્સની (Metaverse) દુનિયામાં માર્ક ઝકરબર્ગને (Mark Zuckerberg) પગ મૂકવું તેની વાસ્તવિક દુનિયામાં મોંઘ્યું પડ્યું છે. અમેરિકામાં (America) લગભગ દરેક અબજોપતિ (Billionaire)...
નવી દિલ્હી: ચૂંટણી ફંડ(Election Fund)માં કાળા નાણા(Black Money)ના ઉપયોગને ચકાસવા માટેની કવાયતમાં છે. ચૂંટણી પંચે પ્રસ્તાવ મુક્યો છે કે, રાજકીય ફંડ(Political Fund)...
સુરત: સુરત(Surat) શહેરના અમરોલી(Amroli) ખાતે રહેતા અને હજીરા(Hajira) ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં એક આધેડ વ્યક્તિનું હજીરા ખાતે માર્ગ અકસ્માત(Accident)માં મોત...
મુંબઈ: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ (Virat Kohli) અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને પોતાના સદીના દુકાળનો અંત લાવી દીધો છે. તેણે 1020 દિવસ પછી સદી...
મુંબઈ: જો તમે હવાઈ મુસાફરીનો આનંદ માણવા માંગતા હો અને પૈસાના અભાવે તેમ કરી શકતા નથી. તો પછી તમારા માટે આવી છે...
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે ચીફ એક્ઝિક્યુટિવ કમિટી (CEC)ની બેઠક બાદ નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. સૌરવ ગાંગુલીની (Sourav...
રાજસ્થાન: જયપુરમાં ભાજપ ગેહલોત સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. વિધાનસભા કૂચ દરમિયાન ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું....
ઉમરગામ(Umargam): વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામ તાલુકામાં નારગોલના (Nargol) દરિયા કિનારે (Sea Beach) 2 મૃત ડોલ્ફિન (Dolphin) તણાઈ આવતા કુતૂહલ ઉભું થયું છે....
મુંબઈ: શાહરૂખ ખાનને (ShahRukh Khan) ડોનના (Don) અવતારમાં જોઈને ચાહકો એટલા પ્રભાવિત થયા કે 2011માં આવેલી ‘ડોન 2’થી તેઓ સતત ‘ડોન 3’ની...
મુંબઈ: કેન્દ્રીય મંત્રી(Central Minister) નારાયણ રાણે(Narayan Rane)ને બોમ્બે હાઈકોર્ટ(Bombay High Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે BMCને જુહુમાં તેમના બંગલા(Bungalow)ના ગેરકાયદે...
ઈરાન: ઈરાનમાં (Iran) 22 વર્ષીય યુવતી મહસા અમીનીના (mahsa amini death) પોલીસ કસ્ટડીમાં મોત બાદ હંગામો થયો છે. દેશના અનેક ભાગોમાં મહિલાઓ...
ગાંધીનગર: દૂધસાગર ડેરીના (Dudhasagar Dairy) પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના (Vipul Chaudhary) ઘરે ACBની ટીમે વહેલી સવારે દરોડા (Raid) પાડ્યા...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. દરેક રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે મંગળવારનાં રોજ ભાજપ(BJP) દ્વારા...
લોકસભા – રાજયસભા અને વિધાનસભામાં મહિલાઓના ઓછા પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને એમને ફકત મર્દસભાનું ઉપનામ આપવું, બંધારણ શોષણખોરોને માફ કરનારું અને ઠગપીંઢારાઓને મદદ...
એવા સમાચાર છે કે માંડ ૩ દિવસના ઝાપટામાં રોડ ધોવાયા. રેતી – કપચી – મટીરિયલ છૂટાં પડી ગયાં. પુણા, કાપોદ્રા, વરાછા, પાલનપોર,...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
વડોદરાના જાહેર પરિવહનમાં ‘ગ્રીન રિવોલ્યુશન’નો પ્રારંભ
મુંબઈ ફાયર બ્રિગેડમાં ઈતિહાસ રચાયો, પલ્લવી પાટીલ બની પ્રથમ મહિલા ડ્રાઈવર-કમ-ઓપરેટર
UCC બાદ હવે ‘પબ્લિક ઓર્ડર બિલ’ લાવશે શુભેન્દુ સરકાર! રમખાણમાં સરકારી કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડશો તો મિલકત થઈ શકે હરાજ
રામ મંદિર ચઢાવા કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક સુનાવણીથી ઇનકાર! પૂછ્યું “એટલી ઉતાવળ શા માટે?”
‘ગુડ ટેરરિઝમ’ની નીતિ હવે પાકિસ્તાન પર જ ભારે! તાલિબાન સામે પીટાઈ રહી છે PAK આર્મી,દાયકાઓ જૂની રણનીતિ હવે બની સૌથી મોટો ખતરો
માત્ર વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ ન આપવું જ જવાબદાર નથી! આયર્લેન્ડ સામે ભારતની ઐતિહાસિક હાર પાછળ છુપાયેલા 6 મોટા કારણો
માનવભક્ષી સિંહ:એક નવી માનવસર્જિત આફત
ન્યૂટનને બનાવી દીધા ‘પાયલટ’! ઓડિશાની ધોરણ 1થી 8ની પાઠ્ય પુસ્તકોમાં 1,678 ભૂલોનો ભંડાફોડ
શેરબજારમાં આજે શા માટે આવ્યો મોટો કડાકો? સેન્સેક્સ-નિફ્ટી પર દબાણ
નોઈડાની હાઈરાઈઝ સોસાયટીમાં ફરી AC બ્લાસ્ટનો કહેર! 22મા માળે ભભૂકી ભીષણ આગ
આજે જ્યેષ્ઠ પૂર્ણિમાનો મહાપર્વ, વટ સાવિત્રી વ્રત, સત્યનારાયણ કથા અને દાન-પુણ્યનું વિશેષ મહત્વ
‘ચાઇનીઝ સીઝફાયર’ થોડા જ દિવસમાં તૂટી પડ્યું! પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કર્યા, સરહદે ફરી યુદ્ધ જેવી સ્થિતિ
એશિયન શેરબજારોમાં ભારે કડાકો! કોસ્પી-નિક્કેઈ ધરાશાયી, હવે ભારતીય શેરબજાર પર શું થશે અસર?
‘જીવતી લાશો’નું કારખાનું: મુઝફ્ફરનગરના બંધુઆ મજૂરોની હૃદયદ્રાવક કહાની દેશને શું શીખવે છે?:નોકરીના સપના બતાવી ગુલામીમાં ધકેલાયા
ભારતની ફ્યુઅલ ડિપ્લોમસીની અનોખી કહાની: સેશેલ્સમાં ઇન્દિરા ગાંધીના માત્ર બે કલાકે લખ્યો હતો ભારતના પ્રભાવનો નવો ઈતિહાસ
કિસિંગ સીનમાં ખરેખર કંગનાએ વિર દાસના હોઠ કાપી નાખ્યા? વર્ષો બાદ ખુદ એક્ટરે ખોલ્યું મોટું રહસ્ય!
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવમાં મોટો ઘટાડો, હવે એકબીજા પર નહીં કરે હુમલો,કતારમાં હાઈ-લેવલ બેઠક પર સહમતિ
સુરત એરપોર્ટ પર મોટી સુરક્ષા ચિંતા: લેન્ડિંગ દરમિયાન ઇન્ડિગો પાઇલટ પર ગ્રીન લેસર બીમનો હુમલો, ATC- CISF અને પોલીસ દોડતી થઈ
મુંબઈ વરસાદથી બેહાલ: ટ્રાફિક જામ, અંધેરી સબવે બંધ, શહેરભરમાં જળબંબાકારથી જનજીવન ખોરવાયું
ભારતને વધુ એક મોટો ઝટકો! આયર્લેન્ડે ઈતિહાસ રચ્યો, છેલ્લા બોલે 1 રને હરાવી 2-0થી T20 શ્રેણી જીતી
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો ખુલાસો: શું ચંપત રાયને પહેલાથી જ હતી ગડબડની જાણ? 5 જૂનના CCTV ફૂટેજથી નવા સવાલો ઉભા
પેટ્રોલ પંપો પર લાંબી કતારો, ઇંધણનું રેશનિંગ શરૂ, યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયા પર ઇંધણ સંકટ
‘બેબી બોસ’ વૈભવ સુર્યવંશીને તક આપવામાં શા માટે અચકાટ?
અફઘાનિસ્તાનનો ‘બ્લેક સન્ડે’: પાકિસ્તાનના એરસ્ટ્રાઈકમાં 34 નિર્દોષોના મોત, સરહદ પર ફરી ભડક્યો તણાવ
વાઇબ્રન્ટ સમિટ પહેલાં સાવલીનો સળગતો સવાલ!રોકાણની ચમક વચ્ચે કેમિકલ વેસ્ટ નિકાલનું કૌભાંડ
સાવલીમાં કેમિકલ વેસ્ટ સળગાવવાના કૌભાંડનો ફરી પર્દાફાશ
પોલો ક્લબ ચૂંટણીમાં ‘ટીમ ડેમોક્રેસી’નો ઐતિહાસિક વિજય: મેહુલ ઝવેરી ૩૦૦થી વધુ મતોની સરસાઈથી પ્રમુખ બન્યા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી,વીજ થાંભલે કામ કરતા શ્રમિકને કરંટ લાગતા ઈજાગ્રસ્ત
મંજુસર પોલીસના ASI સાથે ગેરવર્તન કરી નેમપ્લેટ પણ ખેંચી નાખી, ત્રણ શખ્સોને ડિટેઇન કરી કાર્યવાહી શરૂ
લંડન પાર્લામેન્ટ ખાતે પૂ. ગો. શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સનો આંતરરાષ્ટ્રીય સન્માન
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ (Dang) જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી પાછોતરા વરસાદી માહોલે (Rainy weather) ધબધબાટી બોલાવતા લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓનાં જળસ્તરમાં વધારો નોંધાયો છે. ડાંગ જિલ્લામાં પાછોતરા વરસાદનાં પગલે ઠેરઠેર માર્ગોનું વ્યાપક ધોવાણ થયુ છે.
ડાંગ જિલ્લાનાં વઘઇ સહિત સુબિર પંથકનાં ગામડાઓમાં સોમવારે રાત્રીનાં અરસામાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા પૂર્ણા અને અંબિકા નદીમાં પુર આવતા મંગળવારે દિવસ દરમ્યાન પાંચ જેટલા નીચાણવાળા કોઝવેકમ પુલોમાં નાનાપાડા કુમારબંધ કોઝવે, ઘોડવહળ કોઝવે, ઘોડી કોઝવે, ચીખલા કોઝવે, માછળી દિવડ્યાઆવન કોઝવે ઊંડા પાણીમાં ગરક રહેતા આઠેક ગામોનું જનજીવન સહિત પશુપાલન અસરગ્રસ્ત બન્યુ હતુ. ડાંગ જિલ્લામાં મંગળવારે દિવસ દરમ્યાન સાપુતારા ખાતે ઝરમરીયો વરસાદ નોંધાયો હતો. જ્યારે મંગળવારે દિવસ દરમ્યાન વઘઇ, સુબિર અને આહવા પંથક વરસાદ વિના કોરાકટ નોંધાયા હતા. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 02 મિમી, આહવા પંથકમાં 12 મિમી, સુબિર પંથકમાં 24 મિમી અર્થાત 1 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 31 મિમી અર્થાત 1.24 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
નવસારી જિલ્લામાં વરસાદનો વિરામ, ચીખલી તાલુકામાં ઝાપટા પડ્યા
નવસારી : નવસારી જિલ્લામાં વરસાદનો વિરામ રહ્યો હતો. જોકે ચીખલી તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. નવસારીમાં વરસાદનો વિરામ રહેતા તાપમાન વધ્યું હતું. નવસારી જિલ્લામાં ગત રોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. ઘણી જગ્યાએ ઘુટણસમા વરસાદી પાણી ભરાયા હતા. જોકે ગત રોજ બપોર બાદ વરસાદે વિરામ લેતા વરસાદી પાણી ઓસરી ગયા હતા. જોકે ગત રોજ વરસાદે લીધેલો વિરામ આજે પણ યથાવત રહ્યો હતો. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
જોકે ચીખલી તાલુકામાં 9 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જયારે અન્ય 5 તાલુકાઓ સૂકા રહ્યા હતા. નવસારીમાં વરસાદનો વિરામ રહેતા તાપમાનમાં વધારો થયો હતો. મંગળવારે નવસારીમાં મહત્તમ તાપમાન 4.3 ડિગ્રી વધતા 29.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધતા 24 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 81 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન 2.5 કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાયા હતા.