Gujarat

વિપુલ ચૌધરીના ઘરે ACBનું સર્ચ ઓપરેશન, પત્ની સહિત પરિવાર ગાયબ

ગાંધીનગર: દૂધસાગર ડેરીના (Dudhasagar Dairy) પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના (Vipul Chaudhary) ઘરે ACBની ટીમે વહેલી સવારે દરોડા (Raid) પાડ્યા હતા. 800 કરોડના કૌંભાડ (Scam) મામલે હવે ACBની ટીમે તપાસ આદરી છે. વિપુલ ચૌધરીને મની લોન્ડરિંગ કેસમાં એક સપ્તાહ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરી હાલમાં 7 દિવસના રિમાન્ડ પર છે. ત્યારે હવે આજે વહેલી સવારે ACBની ટીમ ગાંધીનગરના માણસા રોડ સ્થિત પંચશીલ બંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગાંધીનગર ACBટીમે 15 વર્ષ અગાઉના એક કેસમાં તપાસ અર્થે રેડ કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

વિપુલ ચૌધરીના પત્ની સહિત પરિવાયર ઘરેથી ગાયબ
દૂધસાગર ડેરીના કૌંભાડ કેસમાં ACBની તપાસમાં સામે આવી છે. મળતી માહિતી અનુસાર માણસા રોડ પર પંચશીલ બંગલો પર આજે વહેલી સવારે 4 વાગ્યે ACBની ટીમે વિપુલ ચૌધરીના ઘરે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ચૌધરીના પત્ની સહિત આખો પરિવાર ઘરેથી ગાયબ થઈ ગયા હતા. જ્યારે ACBની ટીમને તપાસમાં 31 હજારની રોકડ હાથ લાગી છે. તે સિવાય અન્ય દસ્તાવેજો પણ કબ્જે કરાયા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દૂધસાગર ડેરીના નાણાકીય કૌંભાડ મામલે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખની ધરપકડ કરી હતી. વિપુલ ચૌધરી હીલ સાત દિવસના રિમાન્ડ પર છે. મહેસાણા દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા મામલે ફરિયાદ નોંધાઈ હતી જેમાં 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા.

17 બેનામી કંપનીઓ ઊભી કરાયાનો આક્ષેપ
વિપુલ ચૌધરી અગાઉ દૂધ સાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. મહેસાણા ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં વિપુલ ચૌધરીએ 17 બેનામી કંપનીઓ ઉભી કરીને 320 કરોડની રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ફરિયાદ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસ બાદ 300 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી વિપુલ ચૌધરી અને તેના પી.એ સામે કડક પગલાં ભરીને બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગરમાં આવેલા તેઓના પંચશીલ ફાર્મ હાઉસમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીઓ ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં આવી તેઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ વિપુલ ચૌધરી અને તેમના પી.એ શૈલેષ પરીખને એસીબી ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. આ કૌભાંડ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલ થઈ હતી.

Most Popular

To Top