Singvad

ધારાસભ્ય ગ્રાન્ટના પાણી ટેન્કરો ક્યાં ગાયબ? : સિંગવડ તાલુકામાં ગરીબોને પાણી માટે હાલાકી

લોકોના ઉપયોગ માટે અપાયેલા ટેન્કરો બન્યા ‘શોભાના ગાડા’

ટેન્કરો અંગે પંચાયતો અજાણ? ભાડે ફેરવાતા હોવાની પણ ચર્ચા

સિંગવડ: સિંગવડ તાલુકામાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગયા વર્ષે વિવિધ પંચાયતોને પાણીના ટેન્કરો ફાળવવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ તેમજ અન્ય જરૂરિયાત સમયે ગામલોકોને પાણીની સુવિધા મળી રહે તે હેતુથી આ ટેન્કરો આપવામાં આવ્યા હતા. પરંતુ ભર ઉનાળામાં પણ અનેક ગામોમાં આ ટેન્કરો સામાન્ય લોકોને ઉપયોગી બનતા નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પંચાયતના ટેન્કરો કોણ લઈ જાય છે અને ક્યાં ઉપયોગમાં લેવાય છે તેની માહિતી સરપંચ કે તલાટીને પણ નથી હોતી. પરિણામે ગરીબ લોકોને પાણી માટે હેન્ડપંપ અથવા ભાડાના ખાનગી ટેન્કરોનો સહારો લેવો પડે છે. કેટલાક ગામોમાં તો પંચાયતના ટેન્કરો ખોવાઈ ગયા હોવા અથવા ખાનગી રીતે ભાડે ફેરવાતા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.

સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે સિંગવડ તાલુકાના અધિકારીઓ દ્વારા તમામ પંચાયતોમાં ફાળવાયેલા પાણીના ટેન્કરોની તટસ્થ તપાસ કરવામાં આવે અને ગરીબ તથા સામાન્ય લોકોને યોગ્ય સમયે પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે.

રિપોર્ટર: કલ્પેશ શાહ

Most Popular

To Top