Charchapatra

રાજકારણ

લોકસભા – રાજયસભા અને વિધાનસભામાં મહિલાઓના ઓછા પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને એમને ફકત મર્દસભાનું ઉપનામ આપવું, બંધારણ શોષણખોરોને માફ કરનારું અને ઠગપીંઢારાઓને મદદ કરનારું છે એવી આકરી ટીકા  કરનારાઓને હોદ્દા પરથી હઠાવવાની માગણી કરવી, ચોમાસામાં જેમ દેડકા બહાર આવે છે તેમ આવેલી પાર્ટીઓ અર્બન નકસલ લોકને ચૂંટણી ટિકિટ આપી રહી છે એવા આક્ષેપોના ગોળીબાર હરીફો સામે કરવા, અન્ય પક્ષના નેતાઓ ગદ્દાર – બૂંદિયાળ – કરોડરજજુ વગરના અથવા બેઢંગ છે એવું લોકસાક્ષરોને જણાવવું, મનુષ્ય નાચે – સાઇકલ ચલાવે તેમાં નવાઇ નથી, પરંતુ સરકસમાં વાંદરો સાઇકલ ચલાવે કે નાચે એ વાંદરાનો વિકાસ નહીં, તમાશો છે એવું મતાભિલાષીઓને ઠસાવવું, સરકારની રચના થતાંની સાથે જ સરકારી કાર્યાલયોમાંથી મહાત્મા ગાંધીના ફોટો ઉતારી લેવાનું પાપ જે પાર્ટી કરતી હોય એ પાર્ટીને ગુજરાતી લોક યા આમ ઓરત – સાંપ્રત રાજકારણમાં અનુભવાય છે.
અમદાવાદ – જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

શિક્ષણ
આપણી મોટા ભાગની સ્કૂલ કોલેજોને બાળક શીખી શકે તેવી રીતે ભણાવતાં આવડતું નથી. વિખ્યાત શિક્ષણવિદ્ કેન રોબિનસન કહે છે કે ફૂલને કોઇ ખીલવી શકતું નથી. આપણે માત્ર ફૂલ ખીલવાની પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ છીએ. છેવટે ફૂલ તો તેની પ્રક્રિયાનું પણ કંઇક આવું જ છે. બેન્જામિન ફ્રેન્કલીને લખ્યું છે, જો મને કહેશો તો હું કદાચ ભૂલી જઇશ. જો મને શિખવાડશો તો હું કદાચ યાદ રાખીશ. જો મને સામેલ કરશો તો હું શીખી જઇશ.
સુરત- ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top