ભલભલા કપાયાં – કપાઈ ગયાં જોતજોતાંમાં !…પણ, શ્રી કૃષ્ણ-નગરી દ્વારકાના પબુભા કપાયા નહીં- એમને આ ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપવી જ પડી !...
ગાંધીનગર : આજે સૌરાષ્ટ્રમાં ખંભાળિયા, કોડીનાર, અને માળિયા હાટીના ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જનમેદનીને સંબોધનઅમીત શાહે કહ્યું હતું કેતમારો એક મત ફક્ત...
ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 89 બેઠકોના ઉમેદવાર નક્કી થઈ...
સુરત : સુરત (Surat) પુર્વની બેઠક એવી છે કે, અહી ભાજપનું (BJP) વર્ષોથી પ્રભુત્વ હોવા છતાં દરેક વિધાનસભાની ચૂંટણી (Election) વખતે આ...
વલસાડ : સુરત (Surat) વન વિભાગમાં નોકરી (Job) કરતો બીટગાર્ડ સેલવાસમાં મિત્રો (Friends) સાથે ફરવા ગયો હતો. જ્યાં તે દારૂ (Alcohol) પીને...
સુરત: આગામી પહેલી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની (Assembly) સુરત શહેર અને જિલ્લાની (District) સોળ બેઠક માટે તડામાર તૈયારીઓનો આરંભ થઇ ગયો છે. 16...
સુરત : પાલનપુર જકાતનાકા ખાતે રહેતા પશુપાલકના નામે ફેસબુક (Facebook) પર ફેક આઈડી (Fake ID) બનાવી તેમાં ગે કપલનો વિડીયો (Video) મુકી...
સુરત: વિશ્વની બે અગ્રણી સ્ટીલ (Steel) ઉત્પાદક (Manufacturer) કંપનીઓ આર્સેલર મિત્તલ (Arcelor Mittal) અને નિપ્પોન (Nippon) સ્ટીલના સંયુક્ત સાહસ આર્સેલર મિત્તલ નિપ્પોન...
સુરત : શહેરના વેસુ (Vesu) વિસ્તારમાં હજી પણ સ્પાની (Spa) આડમાં કુટણખાના ધમધમી રહ્યા છે. વેસુ પોલીસની (Police) ટીમે આ રીતે ચાલતા...
નેપિયર : ન્યૂઝીલેન્ડ (New Zealand) પ્રવાસે ગયેલી ભારતીય ટીમ (Indian team) આવતીકાલે મંગળવારે જ્યારે અહીં ત્રીજી અને અંતિમ ટી-20 રમવા માટે મેદાને...
કોલકતા: શ્રીકાંતી કુમાર દત્તાનું નામ તેમના રાશન કાર્ડમાં (Ration card) એક વખત નહીં ત્રણ વખત ખોટું છપાયું હતું. તેમનું નામ શ્રીકાંતી કુમાર...
અનાવલ: મહુવા તાલુકાના અનાવલ (Anaval) ગામે મોડી રાત્રે ભીષણ આગ (Fire) લાગવાની ઘટના બની હતી. અનાવલ મુખ્ય બજારમાં આવેલી ફૂટવેરની દુકાનમાં (Footwear...
દોહા : ફિફા વર્લ્ડકપમાં (FIFA World Cup) આજે સોમવારે ખલીફા સ્ટેડિયમ પર રમાયેલી ગ્રુપ-બીની મેચમાં ઇંગ્લેન્ડે બુકાયો સાકાના બે ગોલની મદદથી ઇરાનને...
વાંકલ: માંગરોળ (Mangrol) તાલુકાના ઝંખવાવ ગામે મુલતાની સમાજમાં છોકરા-છોકરીના પ્રેમલગ્ન (Love marriage) મુદ્દે બંને પરિવારો વચ્ચે સર્જાયેલા ધીંગાણામાં ઉપસરપંચનું માથું ફૂટ્યું હતું....
સુરત: (Surat) શહેરમાં આજે ઠંડીનો (Cold) પારો ગગડીને 16 ડિગ્રી (16 Degrees) નજીક પહોંચતા મળસ્કે કડકડતી ઠંડી અનુભવાઈ હતી. ચૂંટણીના ગરમાટા વચ્ચે...
સુરત : અમરોલી કોસાડ આવાસમાં ચોથા માળની પાળી ઉપર બેસેલા બે માસિયાઇ ભાઇઓ અકસ્માતે નીચે પટકાતા બંનેના મોત (Death) નિપજ્યા હતા. બે...
સુરત: ડિજીટલ ઇન્ડિયાના (Digital India) ગુજરાતમાં (Gujarat) દારૂબંધીનો (Prohibition of alcohol) વેપાર પણ હવે ડિજીટલ થઈ રહ્યો છે. સચીનમાં સ્ટેટ મોનિટરિંગની રેઈડ...
સુરત: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાએ (Company Secretary of India) સોમવારે કંપની સેક્રેટરી એક્ઝિક્યૂટિવ એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ (Result) જાહેર કર્યું...
નવસારી : (Navsari) રાજ્યમાં નવજાત બાળકીને (New Born Baby) ત્યજી દેવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. કોઈ અજાણ્યાઓ માત્ર થોડા દિવસોની બાળકીને મંદિરમાં...
ભારતે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એર સુવિધા ફોર્મ રદ કર્યા છે. સરકારે કહ્યું છે કે એર સુવિધા પોર્ટલ (Air Suvidha Portal) પર આવતા...
સુરત: સુરત (Surat) જવેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના હવે પછી યોજાનારા જેમ એન્ડ જવેલરી શોની કર્ટન રેઝર સેરેમનીને સંબોધતા કેન્દ્રીય વાણિજ્ય, ઉદ્યોગ અને ટેક્સટાઈલ...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખો જાહેર થવાની સાથે જ હવે ફોર્મ ભરવાની મુદત પણ પૂરી થઈ ગઈ છે, ત્યારે...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આજે કોંગ્રેસના...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) લઈ ઉમેદવારી પત્ર પરત કરવાના છેલ્લા દિવસે આજે દેવગઢબારિયા બેઠક ઉપરના એનસીપીના (NCP) ઉમેદવારે ફોર્મ...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે EVM ગાર્ડ બિલ્ડીંગ (EVM Guard Building) ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું (Police Constable)...
સાપુતારા : (Saputara) આહવા-બીલીમોરા એસટી બસની (ST Bus) આહવાથી વઘઇને જોડતા ગીરા ફાટક (Gira Phatak) પાસે અચાનક બ્રેક ફેઈલ (Brake Failure) થઈ...
બેઇજિંગઃ (Beijing) ચીનમાં (China) ફરી એકવાર કોરોના વાયરસના (Corona Virus) કેસ વધવા લાગ્યા છે. સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે...
અનાવલ: આપ વનવાસી નહીં આપ આદિવાસી હૈ ઇસ દેશ કે અસલી માલિક આપ હો, યે દેશ આપકા હૈ, રહેગા. આ શબ્દ મહુવા...
નવી દિલ્હી: શ્રદ્ઘા મર્ડર કેસ પછી લિવ-ઈન રિલેશનશિપ અંગે ધણાં સવાલો લોકોના મનમાં થઈ રહ્યાં છે. લિવ-ઇન રિલેશનશિપ એટલે કે જ્યારે છોકરો...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022 પૂરો થવામાં હવે થોડા દિવસો જ રહ્યા છે, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પહેલાથી જ...
ડાકોર અને આસપાસના પંથકમાં મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો
વરવાળા ગામે સગીરાની આત્મહત્યા: કાલોલ પોલીસે તપાસ શરૂ કરી
વેકેશનગાળા દરમિયાન ટ્રાવેલ બુકિંગમાં 50 ટકાનો મોટો ઘટાડો
દિલ્હી: પોલીસે IRS અધિકારીની પુત્રીની હત્યાના આરોપી રાહુલની ધરપકડ કરી, હોટલમાં છુપાયો હતો
કેદારનાથ યાત્રાએ ગયેલા વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હૃદયરોગના હુમલાથી નિધન
સરકારે ઇથેનોલ પરના નિયમોમાં ફેરફાર કર્યો: હવાઈ મુસાફરી સસ્તી થશે!
વડોદરા પાલિકાની ‘આંધળી’ કામગીરી: પાણીની લાઈનમાં લીકેજ છતાં રોડ પર ડામર ફેરવી દેવાયો
લોકશાહીનો મહાસંગ્રામ, વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ
રિયલ એસ્ટેટના વિવાદોનો આવશે અંત: રાજ્ય સરકાર GDCRના નિયમોમાં કરશે ઐતિહાસિક ફેરફાર
PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગે મુશ્કેલીમાં, ચૂંટણી પંચે કર્યું આ કામ
સરકાર દ્વારા ફોર્મ ભરવાની મુદત છ દિવસ લંબાવાઈ
વડોદરામાં ચૂંટણી આચાર સંહિતાનો કડક અમલ, 100 થી વધુ બેનર-હોર્ડિંગ્સ દૂર કરાયા
સાબરમતી–દુર્ગાપુર વચ્ચે 21 અને 26 એપ્રિલ, 2026ના રોજ સમર સ્પેશિયલ ટ્રેન
“તમારી હરકત લોકશાહી માટે ખતરો” SC ની I-PAC દરોડા કેસમાં મમતા બેનર્જીની દખલ પર ટકોર
ઈરાને હોર્મુઝથી ભારત તરફ જઈ રહેલા જહાજને અટકાવ્યું: ઇસ્લામિક ગાર્ડ્સે કબજે કર્યું
નેપાળના બાલેન શાહ સરકારમાં ગૃહમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ, 26 દિવસમાં રાજીનામું
22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ: ઘાટી સુનસાન, પર્યટકોની સંખ્યા ઘટી ગઈ
‘ગ્રાન્ટ કોઈના બાપની તિજોરીમાંથી નથી આવતી’
“નારી શક્તિ વંદન અધિનિયમ” વિલંબ વગર લાગુ કરવાની કોગ્રેસની માંગ
વડોદરા જિલ્લા ભાજપમાં ફંડ મુદ્દે અસંતોષની ચર્ચા: ઉમેદવારોને સહાય નહીં મળ્યાનો કાર્યકરોમાં ગણગણાટ
‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાના કાવતરાનો પર્દાફાશ, બે કટ્ટરપંથીની ધરપકડ
વડોદરામાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવારનો ઘેરાવો: વોર્ડ-19 માં ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે જનતાનો ઉગ્ર રોષ
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા: પોલીસને હત્યા પહેલા દુષ્કર્મની આશંકા
મધ્યપ્રદેશના કુક્ષીથી અપહરણ થયેલા બે માસૂમ બાળકોને ગોધરા બાયપાસ પાસેથી બચાવી લેતી પોલીસ
“કોંગ્રેસે આદિવાસીઓને માત્ર વોટબેંક ગણી મજૂરી સુધી સીમિત રાખ્યા, મોદી સરકારે દાહોદને આપી વૈશ્વિક ઓળખ” – જગદીશ વિશ્વકર્મા
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”: એક મહિનામાં ૧૩૬ વ્યાજખોરો જેલ ભેગા, સુરતના ‘પતાવી દેવાની’ ધમકી આપનાર તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી
વડગામમાં હર્ષ સંઘવીના પ્રહાર: “કોંગ્રેસ માટે ઇતિહાસનું સૌથી નબળું પરિણામ આવશે, હવાલાના રૂપિયાથી શાંતિ ડહોળનારાઓનો પ્રજા સફાયો કરશે”
ગોધરામાં મતદારોને લલચાવવા 50 લાખની હેરાફેરીનો પર્દાફાશ, AAP ના 3 કાર્યકરોની સંડોવણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ, ૧ લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ હેઠળ યોજાશે મતદાન
ધંધુકામાં હત્યાકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યુ
ભલભલા કપાયાં – કપાઈ ગયાં જોતજોતાંમાં !…પણ, શ્રી કૃષ્ણ-નગરી દ્વારકાના પબુભા કપાયા નહીં- એમને આ ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપવી જ પડી ! આ એ યુગ ચાલી રહ્યો છે કે, ઉમેદવારે પોતાની ટિકિટ કપાયાનું કારણ ગોતવાનું નહીં હોય બલ્કી ક્યાંક ટિકિટ મળી ગઈ હોય તો તે મળ્યાનું કારણ સમજવાનું હોય ! પબુભા,તમને ભાજપમાંથી ટિકિટ કેમ મળી ? એમ તમે પબુભાને પૂછો તો તેઓ તરત તમને કહેવા લાગે કે…મારા મત-વિસ્તારમાં છેલ્લા ધોધ મહિનાથી કોઈ ને કોઈ સમાજ-કોઈ ને કોઈ સંસ્થા મારું જાહેર સન્માન કરતી આવી છે અને સન્માનોની આ હારમાળા જોઇને ભાજપના માન્ધાતાઓને પણ એમ થયું હશે કે પબુભાને ટિકિટ આપવી જોઈએ ! પબુભા પહેલાં અપક્ષ તરીકે ચૂંટણી લડતા હતા, પછી તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણીઓ લડવા લાગ્યા…કોંગેસ સાથે કોણ જાણે શું વાંધો પડ્યો તે ભાજપમાં આવી ગયા ને ભાજપ તરફથી ચૂંટણીઓ લડવા લાગ્યા…પબુભાએ ચૂંટણીઓ લડવાનું શરુ કર્યું પછી, તેઓ ક્યાંય હાર્યા નથી તે તમે જોયું ?
પહેલી નજરે તમને પબુભા કોઈ રીઢા ગુનેગાર જેવા જ લાગે ! લાંબા લાંબા કાળા ભમ્મર વાળ અને, મોટી-મોટી મૂછો…મૂછો એવી કે તે મૂંછ નહીં પણ ઉપલા હોઠની ઉપર બે મોટા સાપ આરામથી બેઠા હોય તેવું લાગે…મોટા ગોગલ્સ પહેરે અને, તેમણે રૂબરૂમાં મળનાર વ્યક્તિ હમેશા પબુભાની આંખો સુધી પહોંચવાની નિષ્ફળ કોશિશો કર્યા કરે. ઉપરથી, ગળામાં રુદ્રાક્ષની માળા બધાંને દેખાય તે રીતે પહેરે,પહેરેલી માળા કદી છુપાવીને નહીં રાખે ! આમ તો, પબુભા મહાદેવજી કહેતાં શિવજીના જ અઘોર ભક્ત! એમનું અંત:કરણ એટલે શિવજીને વિહરવાની એક ચોખ્ખી મોટી મઝાની જગ્યા…વળી, મોંઢેથી પણ “શિવ-શિવ”નિત્ય જપતાં રહે…શિવ-શિવ બોલતાં બોલતાં લાખોની સંખ્યામાં જાપ થઇ ગયા હશે !
આવા શિવ-ભક્ત પબુભા એક વાર ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામની નિંદા કરવા બદલ મોરારી બાપુ પર ભારોભાર ગુસ્સે થઇ ગયા હતા. દ્વારકામાં કોઈ ઈમારતની અંદર એ નાનકડા રૂમમાં મોરારી બાપુ બેઠા હતા ત્યારે રાડો પાડતાં-પાડતાં પબુભા આવી પહોંચ્યા એ તો સારું હતું કે, ત્યાં પૂનમ મેડમ હતાં જેમણે પબુભાને “બાપુ નહીં-બાપુ નહીં…બાપુ-બાપુ”એમ મોટે અવાજે સંબોધીને રોક્યા…મોરારી બાપુ આબાદ બચી ગયા ! મોરારી બાપુ બચી નહીં ગયા હોતે તો, પબુભા પર મારફાડનો ગુનો નોંધાતે ! પણ, એક વાત તમને કહું તો તમને ય નવાઈ લાગશે…પબુભા ૧૯૯૦થી દરેક ચૂંટણી પોતાના બળ-બુટા પર જીતતા આવ્યા છે પણ હજુ તેમના નામ પર પોલીસ દ્વારા એક ગુનો નોંધવામાં આવેલો નથી…આટલી ચૂંટણીઓ જીતનાર એક કદાવર નેતા માટે આ બાબત અશક્ય લાગે તેવી છે. પબુભા કરોડપતિ નહીં પણ, કરોડોપતિ છે…કાયદાની ચુંગાલમાં ક્યાંય ફસાયા નથી.
આવા પબુભા માંડ ત્રીજું ધોરણ પાસ છે ! ઝાઝું ભણ્યા હોત તો, ગઈ ચૂંટણી વખતે ઉમેદવારી-પત્રકમાં પોતાનું મતવિસ્તાર કયો છે તે દર્શાવવાનું ભૂલી નહીં ગયા હોત ! શું થયેલું, ખબર છે ? પબુભા ઉમેદવારી નોંધાવતી વખતે પોતાનો કયો મતવિસ્તાર છે તે લખવાનું ભૂલી ગયેલા પણ, તોયે ચૂંટણી તો જાણે જીતી ગયા.પણ, કોંગ્રેસ તરફથી મેરામણભાઈ હાઈકોર્ટમાં ગયા અને, આખો કેસ સાંભળી હાઈકોર્ટે ચૂકાદો પબુભાની વિરુદ્ધમાં આપ્યો. આવી રીતે, એક ચૂંટણીની પોતાની જીત અને તે પાછળ કરવી પડેલી મહેનત એમને માથે પડેલી ! એ વિષે પબુભાને પૂછીએ તો, તેનો જરાયે અફસોસ કર્યા વગર તેઓ કહે કે, ચાર ખાનામાંથી એક ખાનું ભરવાનું રહી ગયેલું…એ કંઈ કોઈ મોટી ગંભીર ભૂલ નહોતી ! કોર્ટે એમની વિરુદ્ધ ચૂકાદો આપતી વેળા સ્પષ્ટ રીતે એમને વિધાનસભ્ય તરીકે કામો કરવા પર પાબંદી લગાવી દીધેલી…પણ, આપણે એમના મતવિસ્તારમાં જઈને પ્રજાને પૂછીએ કે બાબુભા કામ કરે છે ? તો, પ્રજા હકારમાં જ જવાબ આપે કે, “હા કરે છે !”
ડો. કૌશિક કુમાર દીક્ષિત