SURAT

AMNSએ એસ્સાર ગ્રુપની રૂ.16,500 કરોડની પોર્ટ અને પાવર એસેટ્સ ટેક ઓવર કરી

સુરત: વિશ્વની બે અગ્રણી સ્ટીલ (Steel) ઉત્પાદક (Manufacturer) કંપનીઓ આર્સેલર મિત્તલ (Arcelor Mittal) અને નિપ્પોન (Nippon) સ્ટીલના સંયુક્ત સાહસ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ (AM/NS India) એસ્સાર ગ્રુપ પાસેથી બે પોર્ટ એસેટ્સ અને એક પાવર પ્લાન્ટ હસ્તગત કરવાની સાથે રૂ.16,500 કરોડનો સોદો પૂર્ણ કર્યો છે. કંપનીએ સોદા માટે લેવાની થતી કોર્પોરેટ અને નિયમલક્ષી મંજૂરીઓ મેળવી લીધેલી છે.AM/NS Indiaએ આ સોદા માટેનું સંપૂર્ણ ભંડોળ પૂરું પાડ્યું છે. કંપનીએ ઓગસ્ટ-2022માં કેપ્ટિવ અથવા તો AM/NS Indiaની કામગીરી સાથે જોડાએલી કેટલીક પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ હસ્તગત કરવા માટે એસ્સાર સાથે કરાર કર્યો હતો.

AM/NS Indiaએ આ સોદા માટેનું સંપૂર્ણ ભંડોળ પૂરું પાડ્યું
આ હસ્તાંતરણ પૂર્ણ થતાં કંપનીના મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક ચેઈનના વ્યૂહાત્મક એકીકરણ (strategic integration)ની કામગીરી પૂર્ણ થશે. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) દિલીપ ઓમ્મેને જણાવે છે કે, “AM/NS Indiaની એનર્જી અને લોજિસ્ટિક સપ્લાય ચેઈન મજબૂત કરવામાં આ સોદો એક મહત્ત્વનું સિમાચિન્હ છે. આ વ્યૂહાત્મક સ્થળે આવેલી આ એસેટ્સની માલિકીથી હજીરામાં કંપનીએ તાજેતરમાં જાહેર કરેલી રૂ.60,000 કરોડનું વિસ્તરણ યોજનાને પણ ટેકો મળશે.

આ સોદો એક મહત્ત્વનું સિમાચિન્હ છે
આ ઉપરાંત ગુજરાત અને ઓડિશા બંને સ્થળે વધેલા થ્રુપુટને કારણે AM/NS Indiaને વધારાની સીનર્જી પ્રાપ્ત થશે.” ઓગસ્ટ-2022ના કરારમાં જેનો સમાવેશ થયો છે તેવી બાકીની એસેટ્સમાં હજીરામાં 515 મેગાવોટનું ગેસ આધારિત વીજમથક, વિશાખાપટ્ટનમમાં વાર્ષિક 16 મિલિયન ટન ક્ષમતાનું બારમાસી ડીપ ડ્રાફ્ટ ટર્મિનલ અને 100 કિ.મી.ની ગાંધાર-હજીરા ટ્રાન્સમિશન લાઈન હસ્તગત કરવાની કામગીરી જરૂરી નિયમલક્ષી મંજૂરીઓ પ્રાપ્ત થયા પછી નિયત સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

Most Popular

To Top