SURAT

સુરતમાં કોલેજના સ્ટુડન્ટ મસાજ પાર્લરમાં મજા કરવા ગયા અને પછી ત્યાં જે થયું…

સુરત : શહેરના વેસુ (Vesu) વિસ્તારમાં હજી પણ સ્પાની (Spa) આડમાં કુટણખાના ધમધમી રહ્યા છે. વેસુ પોલીસની (Police) ટીમે આ રીતે ચાલતા રેડ અર્બન સ્પા અને તેરા આત્મા નામના બે સ્પા પર રેઈડ કરી હતી. બંને સ્પાના મેનેજરોની સાથે 5 ગ્રાહકોની ધરપકડ કરી 7 લલનાઓને મુક્ત કરાઈ હતી. તથા સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરાયા હતા.

વેસુ પોલીસની ટીમને વેસુ કેનાલ રોડ પર આવેલા કેનલ વોલ્ક શોપર્સના પહેલા માળે રેડ અર્બન સ્પામાં તથા વેસુ વીઆઈપી રોડ રૂંગટા શોપીંગ સેન્ટરની સામે વીઆઈપી હાઈટ્સ સ્ટ્રીટ બિલ્ડીંગના પહેલા માળે તેરા આત્મા નામના સ્પામાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે અર્બન સ્પામાં રેઈડ કરતા કાઉન્ટરની બાજુમાં ચાર વ્યક્તિ બેસેલા મળી આવ્યા હતા. પોલીસે તેમને નામ પુછતા અભય જગન્નાથ તાયડે (ઉ.વ.30, રહે. સુમન અમૃત આવાસ, અલથાણ) તથા પોતે સ્પાનો મેનેજર હોવાનું જણાવ્યું હતું. સ્પાના માલિક બાબતે પુછપરછ કરતા અનિલ જાવદ સ્પાનો માલિક હોવાનું જાણવા મળ્યું હતું.

આ સિવાય અન્ય બે વ્યક્તિઓએ પોતાનું નામ સુરેન્દ્રસિંઘ રાજપુત (રહે. લાભુભા નગર પરવટ પાટીયા) અને સુરેશ ભઠ્ઠાજી લુહાર (ઉ.વ.45, રહે. સ્વપ્ન સૃષ્ટિ રેસીડેન્સી, ભેસ્તાન) હોવાનું જણાવ્યું હતું. અને બંને ત્યાં મસાજ કરાવવા માટે આવ્યા હતા. આ સિવાય બે લલનાઓને પોલીસે મુક્ત કરાવી હતી. મેનેજર અભય તાયડેની ધરપકડ કરી માલિક અનિલ જાદવને વોન્ટેડ જાહેર કરાયો હતો.

આ સિવાય પોલીસે તેરા આત્મા સ્પામાં પણ રેઈડ કરી હતી. જ્યાં અંદર 4 કેબિન બનાવવામાં આવી હતી. કાઉન્ટર ઉપર બેસેલા વ્યક્તિએ પોતાનું નામ સોજીબ અબ્દુલ મંડલ (ઉ.વ.24, રહે. મહાલક્ષ્મી કોમ્પલેક્ષ, ભટાર ચાર રસ્તા) હોવાનું તથા પોતે સ્પામાં મેનેજર હોવાનું જણાવ્યું હતું. કાઉન્ટરમાંથી રોકડ 3 હજાર મળી આવ્યા હતા. સોજીબને સ્પા માલિક બાબતે પુછતા સ્પા માલિક પ્રદીપ સુજોય ક્ષેત્રપાલ (રહે. હરીનગર, ઉધના) હોવાનું જણાવ્યું હતું. આ સ્પામાં શરીર સુખ માણવા આવેલા મનિષ મદનલાલ ટાવરી (ઉ.વ.22, ધંધો. અભ્યાસ, રહે. સ્વાગત એપાર્ટમેન્ટ, પૂણાગામ), કરીયાણાનો દુકાનદાર નરેન્દ્ર નરપતભાઈ રાજપુત (ઉ.વ.22, રહે. વિનાયક સોસાયટી, કડોદરા) તથા રાજેશ મદનલાલ સ્વામી (ઉ.વ.25, રહે. વિનાયક સોસાયટી, કડોદરા) ને પણ પકડવામાં આવ્યા હતા. પોલીસે અહીંથી 5 લલનાઓને મુક્ત કરાવી હતી.

Most Popular

To Top