Gujarat

તમારો મત માત્ર ધારાસભ્ય નહીં, ગુજરાતના વિકાસ અને ભવિષ્યની દિશા નક્કી કરશે – અમીત શાહ

ગાંધીનગર : આજે સૌરાષ્ટ્રમાં ખંભાળિયા, કોડીનાર, અને માળિયા હાટીના ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જનમેદનીને સંબોધનઅમીત શાહે કહ્યું હતું કેતમારો એક મત ફક્ત ધારાસભ્ય નક્કી નહીં કરે, ગુજરાત અને ગુજરાતના યુવાનોનું ભવિષ્ય નક્કી કરશે, ગુજરાતના વિકાસ અને ભવિષ્યની દિશા નક્કી કરશે. ગુજરાતની રચના બાદ ગુજરાતીઓએ કોંગ્રેસ-ભાજપ બંનેની સરકાર જોઈ છે, કોંગ્રેસના શાસનમાં છાશવારે રમખાણો, કરફ્યુ, અશાંતિના કારણે વિકાસ રૂંધાતો જોયો છે, હથિયારોની દાણચોરી, સૌરાષ્ટ્રમાં ગુંડા-માફિયાઓનો આતંક જોયો છે, ભાજપના શાસનમાં ગુજરાતીઓએ કરફ્યુમુક્ત ગુજરાત, શાંતિ, સલામતી, સુરક્ષા સાથે અવિરત વિકાસ જોયો છે. ગુજરાતમાં અશાંતિ, અસલામતી હતી પણ કોંગ્રેસના પેટનું પાણી નહોતું હલતું, ભાજપે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શાંતિનું શાસન સ્થાપ્યું છે.

શાહે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં નર્મદાના પાણીને વર્ષો સુધી રોકનાર મેધા પાટકર આપ પાર્ટીના લોકસભાના ઉમેદવાર હતા તે આપ પાર્ટી પણ આ ચૂંટણીમાં આવી છે ત્યારે આપનું નિશાન લઈને નીકળેલા ઉમેદવારો અને કાર્યકર્તાઓ નર્મદા ડેમને રોક્યો તે બદલ પહેલા માફી માંગે. નર્મદા યોજનાને આગળ વધારવા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપવાસ કરવા પડ્યા, કોંગ્રેસીઓ સામે લડત આપી અને કેન્દ્રમા પ્રધાનમંત્રી બન્યા બાદ સૌની યોજના થકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યું કે જ્યાં એક સમયે રાંધવા માટેના પાણીની પણ તકલીફ હતી, ગાંધીનગરથી ટ્રેનમાં પાણી લાવી કામ ચલાવવું પડતું. ગુજરાત સરદાર પટેલની ભૂમિ છે, મોરારજી દેસાઈ ની ભૂમિ છે આ ગુજરાતે હંમેશા નહેરુ ગાંધી પરિવારને પડકાર આપ્યો છે માટે કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાતું હતું અને એટલે જ કોંગ્રેસીઓએ ૧૯૬૩ માં શરૂ થયેલ નર્મદા ડેમ યોજનાને ૨૦૦૩ સુધી લટકાવી રાખી. કોંગ્રેસીઓને ચિંતા હતી કે નર્મદા ડેમનું કામ પૂર્ણ થાય તો ગુજરાતમાં પાણીનું સુખ આવે, વિકાસ ચૌમુખી રીતે આગળ વધે, દિનદુની રાત ચૌગુની માફક વિકાસ થાય તે કોંગ્રેસને પસંદ નહતું. એક બાજુ સૌરાષ્ટ્રને તરસ્યું રાખનારી કોંગ્રેસ છે, બીજી તરફ પાણીના તળ ઊંચું લાવનારી ભાજપા અને પીએમ નરેન્દ્ર મોદી છે.

કોંગ્રેસ પર આકરા પ્રહાર પ્રહાર કરતાં શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ એ બોર્ડ લગાવ્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે પણ ૧૯૯૦થી સત્તાની બહાર રહેલી કોંગ્રેસને આ વાક્ય નથી શોભતું. ગુજરાતમાં કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસે તેની તાકાત જાતિવાદના આધારે ચૂંટણી લડવામાં લગાવી છે, ચૂંટણીનો આધાર જાતિવાદ ન હોવો જોઈએ, ભાજપા માટે ચૂંટણીનો આધાર ગુજરાતનો ગ્રામીણ વિકાસ, ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ, પ્રત્યેક ઘરમાં નલ સે જલ, ૨૪ કલાક વીજળી, ગરીબને ગેસ કનેક્શન, શૌચાલયનું નિર્માણ છે. કોરોના મહામારીના કપાસના સમયમાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશના ૮૦ કરોડ નાગરિકોને સવા બે વર્ષથી વ્યક્તિ દીઠ ૫ કિલો અનાજ વિનામૂલ્યે આપ્યું છે, કોરોના વેકસીનના ૨૩૦ કરોડથી વધુ ડોઝ નાગરિકોને વિનામૂલ્યે અપાઈ ચુક્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, અશાંતિ,અસલામતી અને ભ્રષ્ટાચારના કારણે ગુજરાતમાંથી ઉદ્યોગ ધંધા ભાગતા હતા, આજે ભાજપાના શાસનમાં દેશનું સૌથી વધારે ઔદ્યોગિક રોકાણ ગુજરાતમાં આવે છે, દેશની કુલ નિકાસના 30% નિકાસ ગુજરાત કરે છે દેશના સૌથી વધુ લઘુ ઉદ્યોગો ગુજરાતમાં છે. ભાજપાની સરકાર જનતાને કરેલા વચનોને પૂર્ણ કરનારી સરકાર છે. કરોડો દેશવાસીઓની ભાજપા પાસેથી જે અપેક્ષા હતી તેને 5 ઓગસ્ટ 2019ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલમ 370નો એકી ઝાટકે કાઢી નાખી પૂર્ણ કરી દીધી હતી. કોંગ્રેસ, સપા, બસપા, આપ જેવી પાર્ટીઓએ કાઉં કાઉં ચાલુ કર્યું કે, દેશમાં લોહીની નદીઓ વહેશે પણ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોઈની કાંકરીચાળો કરવાની હિંમત પણ ન થઈ અને કાશ્મીર આન-બાન-શાન સાથે ભારતનું અભિન્ન અંગ બન્યું. આજ કોંગ્રેસે 70 વર્ષ સુધી કલમ ૩૭૦ને ખોળામાં બાળકની જેમ સાચવી રાખી હતી.

તેમણે જણાવ્યું હતું કે રાહુલ બાબા જવાબ આપે કે 2004 થી 2014 સુધી દેશમાં સોનિયા ગાંધી મનમોહન સિંહની સરકાર હતી ત્યારે દેશના જવાનોના માથા કાપીને આતંકીઓ લઈ જતા ત્યારે સરકાર ચૂપ કેમ રહેતી. 2014માં દેશની જનતાએ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા અને ત્યારબાદ પાકિસ્તાને ઉરી અને પુલવામામાં હુમલો કરવાનું દુ:સાહસ કર્યું પણ પાકિસ્તાન ભૂલી ગયું કે હવે દેશના પ્રધાનમંત્રી મૌની બાબા મનમોહનસિંહ નહીં પણ નરેન્દ્ર મોદી છે. ઉરી-પુલવામાંના જવાબમાં ભારતીય સૈન્યએ સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક કરીને આતંકીઓનો ખુરદો બોલાવી દીધો હતો. તુષ્ટીકરણ અને વોટબેંકની લાલચમાં કોંગ્રેસીઓ દેશના શ્રદ્ધા કેન્દ્રને ઉર્જાવન બનાવવાનું કાર્ય નહોતા કરતા. ભાજપા તેની સ્થાપનાથી જ રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે કટિબદ્ધ હતું, રાહુલ બાબાની કોંગ્રેસ પાર્ટીએ વર્ષોથી ભાજપાનો મજાક ઉડાવ્યો મંદિર વહી બનાયેંગે, પર તિથિ નહીં બતાયેંગે, અરે રાહુલ બાબા 1 જાન્યુઆરી 2024ની અયોધ્યાની ટિકિટ કરાવી લો, ભવ્ય અને ગગનબી રામ મંદિર તમને જોવા મળશે. બાબા કાશી વિશ્વનાથધામ, ઉજ્જૈનના મહાકાલ, સોમનાથ, અંબાજી, બદ્રીધામ, કેદારધામ, પાવાગઢ સહિતના અનેક શ્રદ્ધા કેન્દ્રોને ભવ્ય બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન થયું છે.

શાહે જણાવ્યું હતું કે, બેટ દ્વારકામાં ગેરકાયદેસર મજારો બનાવી દબાણ કરવામાં આવ્યું હતું તેને સરકારી તંત્ર દ્વારા હટાવતા હજી કોંગ્રેસીઓ હાય તૌબા કરે છે કે, કેમ હટાવ્યુ? મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બુલડોઝર ફેરવી બેટદ્વારકામાં સફાઈ કરવાનું કામ ભાજપાની સરકારે કર્યું છું.

Most Popular

To Top