Dakshin Gujarat

અનાવલ ખાતે ફૂટવેરની દુકાનમાં આગ, લાખોનો માલ બળીને ખાખ

અનાવલ: મહુવા તાલુકાના અનાવલ (Anaval) ગામે મોડી રાત્રે ભીષણ આગ (Fire) લાગવાની ઘટના બની હતી. અનાવલ મુખ્ય બજારમાં આવેલી ફૂટવેરની દુકાનમાં (Footwear shop) આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. જો કે, ફાયર વિભાગની ટીમ પહોંચે એ પહેલાં ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં લાખો રૂપિયાની મત્તાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકાના અનાવલ મુખ્ય બજારમાં ફેમિલી ફૂટવેર નામની દુકાન આવેલી છે. છેલ્લાં 9 વર્ષથી આ ફૂટવેરની દુકાન સરફરાઝ ગફારભાઈ હમજાણી ચલાવી રહ્યા છે. જે દુકાનમાં ગતરોજ મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી.

શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું દુકાનમાલિકે જણાવ્યું
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાની સાથે બારડોલી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. જો કે, એ પહેલાં ગ્રામજનોએ એકજૂટ થઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બારડોલી ફાયરની ટીમ મહુવા પહોંચે એ પહેલાં તો આગ પર ગ્રામજનોએ જ કાબૂ મેળવી લીધો હતો. આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું દુકાનમાલિકે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ આગની ઘટનામાં અંદાજિત 20 લાખથી વધુનું નુકસાન થયું છે. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જેને લઈ તંત્રએ રાહતનો દમ લીધો હતો.

ટ્રક મૂકી દેવા બાબતે માથાકૂટ, હોટલ માલિકને માર મરાયો
કામરેજ: મૂળ મહારાષ્ટ્રના ઘુલે જિલ્લાના નહેર ગામના વતની અને હાલ ડિંડોલી ખાતે અંજની નંદન ડ્રીમ બંગ્લોઝ પાસે રહેતા અને કામરેજના ઉંભેળ ગામ ખાતે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં.48ને અડીને દોઢ મહિના એવન હોટલ નાનાભાઈ તોતારામ દુશાને સાથે પત્ની લલિતાબેન તથા પુત્ર દેવેન્દ્ર સાથે ચલાવે છે. ત્રણ દિવસ અગાઉ સાંજના 5 હોટલ પર લલિતાબેન બેસેલાં હતાં. પતિ કડોદરા ખાતે શાકભાજી લેવા માટે ગયા હતા. તે સમય દરમિયાન હોટલની સામે ગાડીઓના કલરકામ કરતા હજરતઅલી હામીદઅલી ખાન (રહે.,સદભાવના સોસાયટી, ન્યૂ સ્ટાર બિલ્ડિંગ કડોદરા, તા.પલસાણા)ના ગ્રાહકની ટ્રક હોટલની સામે પાર્ક કરી દેતાં લલિતાબેન હોટલની સામેથી ટ્રક લઈ લેવા જણાવ્યું કે, તમે વધારે બોલશો નહીં.

અજાણ્યા ઈસમ લાકડાના સપાટા મારવા લાગ્યા હતા
આ જગ્યા અમારી પોતાની છે, તમે પણ અમારી જગ્યામાં હોટલ ચલાવો છો. તમને વધારે તકલીફ થતી હોય તો હોટલ ખાલી કરી દો, તેવી વાત કરતાં થોડીવારમાં તોતારામ આવતાં પત્નીએ હજરતઅલી સાથે થયેલી વાત જણાવતાં હજરતઅલીને ફોન કરતા ગાળો આપવા લાગ્યો હતો. થોડીવારમાં મોટરસાઈકલ પર બે અજાણ્યા ઈસમ સાથે આવી માર મારવા લાગ્યો હતો. સાથે આવેલા બે અજાણ્યા ઈસમ લાકડાના સપાટા મારવા લાગ્યા હતા. પિતાને માર ખાતા જોતાં પુત્ર દેવેન્દ્ર પણ છોડાવવા જતાં તેને પણ માર માર્યો હતો. જે અંગે કામરેજ પોલીસમથકમાં હજરતઅલી સહિત ત્રણ ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top