SURAT

16 બેઠકના 168 ઉમેદવારોના નામ અને ચિન્હ સાથે ઇવીએમ તૈયાર કરવાની કામગીરી શરૂ

સુરત: આગામી પહેલી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની (Assembly) સુરત શહેર અને જિલ્લાની (District) સોળ બેઠક માટે તડામાર તૈયારીઓનો આરંભ થઇ ગયો છે. 16 વિધાનસભા બેઠક પરથી ચૂંટણી (Election) જંગમાં વાવટા ફરકાવનારા 168 ઉમેદવારો અને તેમને મળેલા ચિન્હ સાથે EVM તૈયાર કરવાની કામગીરીનો આરંભ થઈ ગયો છે. સૌમવારે સવારથી રાજકીય પાર્ટી અને અપક્ષ ઉમેદવારના પ્રતિનિધિની હાજરીમાં બેલેટ પેપર ફીડ કરવાનું શરૂ કરાયું હતું. સુરતના 4937 મતદાન મથક માટે ઈવીએમ તૈયાર કરવાનું કામ મંગળવારે સાંજ સુધી ચાલશે.

આગળની કાર્યવાહી યુદ્ધના ધોરણે શરુ કરાવી
સુરતની 16 વિધાનસભાના ચૂંટણી અધિકારીઓને ગત રવિવારે 9790 ઈવીએમ અને 877 વીવીપેટ ફાળવાયાં હતાં. મતદાનના દિવસે ઇવીએમ કે વીવીપેટ બગડે તે માટે 46 ટકા ઇવીએમ અને 80 ટકા વીવીપેટ રિઝર્વ રાખવામાં આવ્યા છે. રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા થકી સિરિયલ નંબર પ્રમાણે ઇવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. દરમિયાન ઓલપાડ વિધાનસભામાં 648 બેલેટ યુનિટ જ્યારે માંગરોળ 385 માંડવી 434 કામરેજ 762 સુરત પૂર્વ 111, સુરત ઉત્તર 239 વરાછા 292 કરંજ 258 લિંબાયત 396 ઉપના 366 મજૂરા 375 કતારગામ 429 સુરત પશ્ચિમ 325 ચોર્યાસી 776 બારડોલી 398 અને મહુવા ૩૯૬ ફાળવાયા હતા. બેલેટ યુનિટની સાથે કંટ્રોલ યુનિટ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવી હતી.દાવેદારી પરત ખેંચવાની અંતિમ મુદત પુરી થયા બાદ માન્ય ઠરેલા ઉમેદવારોના નામ અને ચિન્હ સાથે બેલેટ પેપર બરોડા છપાવવા મોકલી દેવાયા હતા. બે દિવસ પહેલા બેલેટ પેપર છપાઇને ફરી સુરત આવી જતા સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે આગળની કાર્યવાહી યુદ્ધના ધોરણે શરુ કરાવી દીધી છે.

ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મીઓનું બીજી વખત રેન્ડમાઈઝેશન થયું
પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન થશે. આ મતદાન પ્રક્રિયામાં અંદાજિત 180000 જેટલા કર્મચારીઓ જોડાશે. પ્રથમ રેન્ડમાઈઝેશન બાદ કર્મીઓની જે જે ડયુટી મુજબ તાલિમ યોજાઇ હતી. આ તાલિમમાં ગેરહાજર રહેલા કર્મીઓનો નોટિસ પણ પાઠવવામાં આવી હતી. હવે તાલીમ પૂર્ણ થતાં કર્મીઓનું બીજી વખત રેન્ડમાઈઝેશન થકી વિધાનસભા ફાળવવામાં આવી હતી. હવે મતદાન પહેલા ત્રીજી વખત તમામ 18000 કર્મચારીઓનું રેન્ડમાઈઝેશનથી વિધાનસભા ફાળવામાં આવશે.

Most Popular

To Top