Dakshin Gujarat

એસટી બસોમાં મેન્ટેનન્સનો અભાવ: ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇ જતી બસની બ્રેક ફેઇલ

સાપુતારા : (Saputara) આહવા-બીલીમોરા એસટી બસની (ST Bus) આહવાથી વઘઇને જોડતા ગીરા ફાટક (Gira Phatak) પાસે અચાનક બ્રેક ફેઈલ (Brake Failure) થઈ જતા 60થી વધુ મુસાફરો ભરેલા એસટી બસ માર્ગનાં સાઈડનાં ખાડામાં ખાબકતા સ્થળ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં આહવા એસટી ડેપોની બીજી વખત ઘોર બેદરકારી સામે આવી છે. ડાંગ જિલ્લાનાં આહવા એસટી ડેપો વિભાગની બસોની સમયસર મેન્ટેનન્સ નહીં જળવાતા ગમે ત્યાં ખોટકાય જવાનાં અથવા અકસ્માતનાં બનાવો વધી રહ્યા છે. ગત સપ્તાહમાં જ આહવા વઘઇ રાજ્ય ધોરીમાર્ગમાં આહવા-અમદાવાદ એસટી બસ પલ્ટી મારી જતા મુસાફરોને ઈજાઓ પહોચી હતી.

  • આહવા એસટી ડેપોની બસોનું સમયસર મેન્ટેનન્સ નહીં જળવાતા ખોટકાય જવાનાં બનતા બનાવો
  • ગત સપ્તાહે પણ આહવાના ધોરીમાર્ગમાં એસટી બસ પલટી જતા મુસાફરોને ઈજાઓ પહોચી હતી
  • આજે ગીરા ફાટક પાસે બસની બ્રેક ફેઈલ થઈ જતા અફરા તફરીનો માહોલ સર્જાયો

60થી વધુ મુસાફરો ભરેલા એસટી બસ ખાડામાં ખાબકી
સોમવારે આજરોજ આહવા-બીલીમોરા એસટી બસ નં. જી.જે.18.ઝેડ.2523 જેની આહવાથી વઘઇને જોડતા ગીરા ફાટક પાસે અચાનક બ્રેક ફેઈલ થઈ જતા 60થી વધુ મુસાફરો ભરેલા એસટી બસ માર્ગનાં સાઈડનાં ખાડામાં ખાબકતા સ્થળ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે એસટી બસનાં ચાલકે અહી એસટી બસને મહામહેનતે કાબુમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતનાં બનાવમાં મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોચતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

સાદડવેલ ગામે કાર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકનું મોત
ઘેજ : ચીખલીના સાદડવેલ ગામે દૂધ ભરવા જઇ રહેલા શખ્સને કાર ચાલકે ટક્કર મારતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.
બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના સાદડવેલ વાંજરી ફળીયા ખાતે રહેતા અશોક મંગુભાઇ પટેલ જે સોમવારની સવારના સાડા સાતેક વાગ્યાના સમયે પેશન મોટર સાયકલ લઈ ગામમાં દૂધ મંડળીમાં દૂધ ભરવા માટે ગયા હતા. દરમ્યાન સાદડવેલ ભૂમિ એગ્રોની સામે આવતા પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે અશોક પટેલની મોટર સાયકલને પાછળથી ટક્કર મારતા જેમને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે 108 ને બોલાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જોકે અકસ્માત કરી આઈ 20 કારનો ચાલક સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગેની ફરિયાદ મરનારના મોટાભાઈ અર્જુન મંગુભાઇ પટેલ એ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એમ.એચ.શીણોલ કરી રહ્યા છે.

Most Popular

To Top