SURAT

CSEETએ ટેસ્ટ લીધાના એક જ અઠવાડિયામાં રિઝલ્ટ આપ્યું, સુરતનો માનસ શાહ 200માંથી 156 માર્ક્સ લાવ્યો

સુરત: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાએ (Company Secretary of India) સોમવારે કંપની સેક્રેટરી એક્ઝિક્યૂટિવ એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ (Result) જાહેર કર્યું છે. જેમાં સુરતના (Surat) 5 વિદ્યાર્થી 130 કરતા વધારે માર્ક્સ (Marks) લાવ્યા છે. આ આખી ટેસ્ટ ઓનલાઇન (Online) મોડથી લેવામાં હતી. વિદ્યાર્થીઓએ ઘર બેઠા મોબાઇલ, ટેબલેટ અને લેપટોપ જેવા માધ્યમથી પરીક્ષા આપી હતી. કંપની સેક્રેટરી કોર્સમાં એક્ઝિક્યૂટિવ એન્ટ્રન્સ ટેસ્ટ પહેલા તબક્કાની છે. શહેરના જાણીતા કોચિંગના ટિચર સીએ અને સીએસ સ્નેહ ભાટિયા તથા સીએ ભૂપેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, સીએસઇઇટી 200 માર્ક્સની હતી. અમારા 45 વિદ્યાર્થીઓએ ટેસ્ટ પાસ કરી છે. જેમાં માનસ શાહ 156 માર્ક્સ, મનન શાહ 149 માર્ક્સ, ભવ્ય કનેરિયા 143 માર્ક્સ, આર્ચી વસાવા 141 માર્ક્સ અને હર્ષલ ઢોમણે 138 માર્ક્સ લાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સીએસઇઇટીની ટેસ્ટ ગત 12 અને 14 નવેમ્બર, 2022ના રોજ લેવાય હતી. જેનું રિઝલ્ટ 21 નવેમ્બર, 2022ના રોજ જાહેર થયું છે. આમ, ટેસ્ટ લેવાયાના એક જ સપ્તાહમાં રિઝલ્ટ જાહેર થયું છે. સુરત સહિત આખા દેશનું સીએસઇઇટીનું રિઝલ્ટ 68.56% આવ્યું છે.

CSEETના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15મી, ટેસ્ટ સાતમી જાન્યુઆરીએ
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાએ કંપની સેક્રેટરી એક્ઝિક્યૂટિવ એન્ટ્રન્સ ટેસ્ટ-2023ની તારીખ જાહેર કરી છે. આગામી 15 ડિસેમ્બર, 2022 સુધી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે. જે પછી ટેસ્ટ આગામી 7મી જાન્યુઆરી, 2023માં લેવાશે. જો કે, કોઇ વિદ્યાર્થીએ ગ્રેજ્યુએટ કર્યું હશે તો ઇન્સ્ટિટ્યૂટ સીએસઇઇટીમાંથી મુક્તિ આપશે. ટૂંકમા કહીયે તો વિદ્યાર્થીએ બીજા તબક્કાની સીએસ એક્ઝિક્યુટિવમાં ડાયરેક્ટ એન્ટ્રી લઇ શકશે. આમ, વિદ્યાર્થી કોર્સ શોર્ટ ટર્મમાં પૂર્ણ કરી શકશે.

એક મહિના બાદ એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષા
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા એક મહિના બાદ એટલે કે 21 ડિસેમ્બર, 2022થી એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષા લેશે. જે સીધી જ 30 ડિસેમ્બર, 2022 સુધી ચાલનારી છે. જેના એડમિટ કાર્ડ પણ જાહેર થઈ ગયા છે. આ પરીક્ષા મામલે સૂચના પણ જાહેર કરતા જણાવાયું હતું કે વિદ્યાર્થીઓએ પરીક્ષાના એક કલાક પહેલા જ પરીક્ષા સેન્ટર પર પહોંચવાનું રહેશે અને પરીક્ષા શરૂ થયાના અડધો કલાકમાં આવી જવાનું રહેશે. જે પછી વિદ્યાર્થીને એન્ટ્રી મળશે નહીં. પરીક્ષામાં એડમિટ કાર્ડની હાર્ડ કોપી, ફોટોવાળું આઇડી, પારદર્શક બોટલ, સાધારણ કેલક્યુલેટર સહિતની સ્ટેશનરી લઇ જવા દેશે.

Most Popular

To Top