Business

ફોરેન ટ્રેડ એગ્રિમેન્ટ કરતી વખતે મારી નજર સામે સુરતના ઉદ્યોગો હોય છે : પિયુષ ગોયલ

સુરત: સુરત (Surat) જવેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના હવે પછી યોજાનારા જેમ એન્ડ જવેલરી શોની કર્ટન રેઝર સેરેમનીને સંબોધતા કેન્દ્રીય વાણિજ્ય, ઉદ્યોગ અને ટેક્સટાઈલ મંત્રી પિયુષ ગોયલે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, જેમ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ, લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડના ઉત્પાદનમાં સુરત આગળ વધ્યું એનું કારણ એ છે કે, સુરતના વેપારીઓએ વિશ્વના વેપારીઓનો વિશ્વાસ જીત્યો છે. વિશ્વનું સૌથી મોટુ સુરત ડાયમંડ બુર્સ આગામી એક વર્ષમાં ધમધમતું થઈ જશે. સુરતની ઓળખ ટેક્સટાઈલ, ડાયમંડ અને બ્રિજ સિટીની એટલા માટે બની, કે ગુજરાતને વિકાસ પુરુષ નરેન્દ્ર મોદી જેવા નેતા મળ્યાં. હીરા ઉદ્યોગનું કેપિટલ મુંબઇ હતું એને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો સુરત ખેંચી લાવ્યા.

સુરતે સાબિત કરી બતાવ્યું છે કે, સુરત વિશ્વનું કેપિટલ બન્યું છે. યુરોપે છેલ્લા 40 વર્ષમાં આવી મોંઘવારી જોઈ નથી, વિશ્વમાં ફૂડની ક્રાઈસિસ ચાલી રહી છે. ત્યારે ફૂડ સપ્લાય માટે વિશ્વના દેશોની નજર ભારત પર છે. દુનિયામાં આર્થિક સંકટનો માહોલ છે. મોંઘવારી 6 થી 7 ટકા સુધી જ છે. ભારતમાં મોંઘવારી ઘટી રહી છે. 2014 પહેલા વ્યાજ દર કેવા હતાં, જે લોકો લોન લેતા હતાં તેમને ખબર હશે, 2014 પહેલા વિદેશ જતા ત્યારે ભારતીય હોવાનો પાસપોર્ટ દેખાડતા ત્યારે કેવો વ્યવહાર થતો હતો. ઈન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યુટના ચેરમેન અને જીજેઈપીસી ગુજરાતના પૂર્વ ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, જવેલરી મેન્યુફેકચર્સને ડ્યૂટી ફ્રી ગોલ્ડ મળે તો એક્સપોર્ટના ટાર્ગેટ એચિવ થઈ શકે એમ છે. એના ઉત્તરમાં પિયુષ ગોયલે કહ્યું હતું કે, ચૂંટણીની આચાર સંહિતાને લીધે અત્યારે જાહેરાત નહીં થઈ શકે ,ચૂંટણી પછી જવેલરી ઉદ્યોગના પ્રશ્નો ઉકેલીશુ.

હીરા ઉદ્યોગના જે પ્રશ્નો છે એ સામાન્ય પ્રશ્નો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ડેલિગેશન આવશે તો સમસ્યાનું સમાધાન કરી આપીશું. 50 લાખ કરોડનું એક્સપોર્ટ ભારતે ગત વર્ષે કર્યુ હતું. ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાંથી મને સૌથી વધારે લિડ મળી છે. દરેક 100 વ્યક્તિએ 76 વ્યક્તિ મત આપે છે. ઈન્ડસ્ટ્રીને ઈકો સિસ્ટમ જોવી હોય તો અહીં છે. સિટીને સીસીટીવી કેમેરાની મદદ હોય કે, સેવાકિય પ્રવૃતિ હોય આ વિસ્તારની લોકો સામેથી આગળ આવે છે. સરકારના દરેક યોજના અહીં સફળતા પૂર્વક અમલી બની છે.

આ વર્ષે 750 બિલિયન ડોલરનો એક્સપોર્ટ કરી અને નવો રેકોર્ડ બનાવાશે
પિયુષ ગોયલે કહ્યું હતું કે, ગત વર્ષે ભારતે 50 લાખ કરોડનો એક્સપોર્ટ ટાર્ગેટ સિદ્ધ કર્યો હતો.આ વર્ષે 750 બિલિયન ડોલરનો એક્સપોર્ટ કરશે અને નવો રેકોર્ડ બનાવશે. ટેક્સટાઈલ અને જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ મોટા પાયે રોજગારી આપે છે.

Most Popular

To Top