મોરબી: મોરબીનો (Morbi) રાજાશાહી વખતનો ઝૂલતો પુલ (Suspension Bridge) તૂટતા સૌરાષ્ટ્ર, ગુજરાત સહીત દેશભરમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. પૂલ પર મોટી...
સાપુતારા : ગિરિમથક સાપુતારા (Saputara) ખાતે દિવાળી (Diwali) વેકેશનનાં (Vacation) પર્વમાં રજાઓનાં માહોલને માણવા ગુજરાત સહીત મહારાષ્ટ્રનાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. ત્યારે...
નવસારી : નવસારી (Navsari) દશેરા ટેકરીમાં જમવા બાબતે પત્ની સાથે બોલાચાલી થતા પતિએ આપઘાત (Suicide) કરી લીધાનો બનાવ નવસારી ટાઉન પોલીસ (Police)...
પારડી: પારડી (Pardi) ચંદ્રપુર પારનદી હાઇવે (Highway) બ્રિજ પર રવિવારે સવારે વલસાડથી (Valsad) વાપી (Vapi) તરફ જતા ટ્રેક ઉપર એક કાર (Car)...
ઑસ્ટ્રિયા: સદીઓથી, ઑસ્ટ્રિયાના (Austria) સૌથી જૂના સમર ધાનવાન કુટુંબોમાં ગણાતા એક ભોંયરાની દુનિયા ઉજાગર થઇ છે.જ્યાં એક દુઃખદ રહસ્ય (Secret) છુપાવ્યું હતું....
T20 વર્લ્ડ કપમાં પર્થમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સુપર-12 મેચ રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો...
હૈદરાબાદ: રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો યાત્રા'(Bharat Jodo Yatra) છેલ્લા ચાર દિવસથી તેલંગાણા (Telangana) પહોંચી છે. અહીં શનિવારે અભિનેત્રી(actress) પૂનમ કૌરે (Poonam...
મોટાભાગે જયારે પણ નાના-નાના બાળકો સૂર્યનું (Sun) ચિત્ર દોરતા હોઈ છે ત્યારે તેઓ તેમાં આંખ અને મોં પણ ડ્રો કરતા હોઈ છે....
તેલંગાણા: કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રાનો (Bharat Jodo Yatra) આજે 53મો દિવસ છે . કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પાર્ટીના નેતાઓ...
વડોદરા: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી એકવાર ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી પહોંચ્યા છે. પીએમ મોદી વડોદરા (Vadodara) ખાતે આવી પહોંચ્યા...
નવી દિલ્હી: બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાની(Battlegrounds Mobile India) લોકપ્રિયતથી કોઈ અજાણ નથી. આ વર્ષે જ BGMIના સત્તાવાર(official) પ્રકાશક (publisher) ક્રાફ્ટનએ (Krafton) જણાવ્યું હતું...
મુંબઈ: બોલિવુડના અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી પોતાના સંબંધોના કારણે સતત ચર્ચામાં રહે છે. બંનેએ આજ સુધી પોતાના સંબંધોની પુષ્ટિ...
દિલ્હી: ભાજપ (BJP) સાંસદ પરવેશ વર્માના (Parvesh Verma) પડકાર બાદ દિલ્હી (Delhi) જલ બોર્ડના ડાયરેક્ટર (Director of Water Board) (Quality Control) સંજય...
નવી દિલ્હી: ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup) સુપર 12 ની એક મોટી...
મુંબઈ: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી કંગના રનૌત તેના અભિનયની સાથે સાથે તેની સ્પષ્ટવક્તા માટે જાણીતી છે. તે દરેક રાજકીય મુદ્દા પર તે પોતાનો...
મુંબઈ: બોલિવૂડમાં (Bollywood) આ દિવસોમાં એક પછી એક સેલિબ્રેશન (celebration) જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ દિવાળીની પાર્ટીનો ધમધમાટ જોવા મળ્યો હતો....
નવી દિલ્હી: એલોન મસ્ક (Elon Musk) હવે સંપૂર્ણ રીતે ટ્વિટરની (Twitter) માલિકી ધરાવે છે અને કંપનીને યુએસ $44 બિલિયનમાં હસ્તગત કરી છે....
નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર (Car) નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ (Maruti Suzuki) તેની 9,000થી વધુ કાર માર્કેટમાંથી (Market) પરત મંગાવી છે....
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આયોજિત રોજગાર મેળાને સંબોધતા વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના આશાસ્પદ યુવાનો માટે આજનો દિવસ ખૂબ...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા (Australia) દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) રવિવારે બાંગ્લાદેશ (Bangladesh) અને ઝિમ્બાબ્વે (Zimbabwe) વચ્ચે રમાયેલી...
નવી દિલ્હી: કાશ્મીરમાંથી (Kashmir) અનુચ્છેદ 370 અને કલમ 35-A હટાવ્યા બાદ જ વાતાવરણમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો હતો, પરંતુ હવે આ...
ઈરાકઃ ઈરાકની (Iraq) રાજધાની બગદાદમાં (Baghdad) મોટો વિસ્ફોટ (Blast) થયો છે. આ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત (Death) થયા હોવાના અહેવાલ છે. આ...
પહેલાની નારી કરતાં આજની નારીએ વિકાસમાં એવી હરણફાળ ભરી છે કે પુરૂષો તેમની એ રોકેટ ગતિ નિહાળી ચકિત થઈ ગયા છે. બલકે...
કેન્દ્ર સરકારે ભારતનાં 100 શહેરોને સ્માર્ટ સિટીમાં ફેરવવાનો સંકલ્પ કર્યો છે, જેમાં પહેલા તબક્કાનાં 20 શહેરોની પસંદગી થઇ પણ ગઇ છે. દેલોઇટ...
દક્ષિણ કોરિયા: દક્ષિણ કોરિયાની (South Korea) રાજધાની સિઓલના ઇટવાનમાં હેલોવીન ફેસ્ટિવલનું (Halloween Festival) આયોજન કરવામાં આવી રહ્યું હતું. ચારે તરફ ઉજવણીનો (Celebration)...
ત્રણ કુમારોના જન્મ પછી સમગ્ર રાજયની સમૃધ્ધિ અનેકગણી વધવા પામી. ફળફળાદિનું ઉત્પન્ન વધ્યું, નિયમિત રીતે વરસાદ પડતો હતો. નગરમાં ઉદ્યોગપતિ, શિલ્પીઓ ઉભરાવા...
સપ્ટેમ્બરના મધ્યમાં ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે મળેલી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનિઝેશન નામક ચાઇના પ્રેરિત આર્થિક સંગઠનની બેઠકમાંથી હડબડાટ સાથે ચીનના પ્રમુખ શી ઝિનપિંગે વિદાય...
બોલિવૂડની ફિલ્મો માટે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવાનું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે હોલિવૂડ અને દક્ષિણની ફિલ્મો પહેલી પસંદ બની રહી છે....
ઓક્ટોબર 05, 2007… હૈદરાબાદનું ખીચોખીચ ભરાયેલું રાજીવ ગાંધી સ્ટેડિયમ ભરચ. ભારત વિ ઓસ્ટ્રેલિયા વન ડે મેચ. સચિન તેંદુલકર 43 રને બ્રેડ હોગના...
‘મંડે બ્લૂઝ’– આ શબ્દથી આપણે બધા બહુ સારી પેઠે પરિચીત છીએ. ભલેને આપણે હકારાત્મકતાના બણગાં ફૂંકીએ પણ સોમવારની સવાર માળી અઘરી તો...
કેમિકલ માફિયા’ બેફામ: જામ્બુઆ બ્રિજ પાસે નદીમાં ઝેરી વેસ્ટ ઠાલવતા જનજીવન પર ખતરો
નકલી ડોક્ટરો પર સરકારનો લોખંડી પ્રહાર
પદમલા પથ્થરમારા કેસમાં પોલીસનું રી-કન્સ્ટ્રક્શન: 16 આરોપીઓને સાથે રાખી ઘટનાક્રમ ફરી બનાવાયો
1 વર્ષની સજા રદ: ચેક રિટર્ન કેસમાં ટ્રાયલ કોર્ટનો ચુકાદો,સેશન કોર્ટએ ઉથલાવ્યો
હાલોલ નજીક પાવાગઢ બાયપાસ રોડ પર બાઈક સ્લીપ થતા ચાલકનું ઘટના સ્થળે મોત
જંગલમાં રઝળ્યાં ‘દૂધ સંજીવની’ના પૅકેટો: કુપોષિત બાળકોના હકનું દૂધ કૂતરાઓના હવાલે!
નોકરી કરતી મહિલા સાથે ઓફિસ માલિક-મેનેજરની ઠગાઈ: લોન લેવડાવી રૂ. 1.92 લાખ પડાવી ફરાર
હનુમાન જયંતિ 2026: ભારતનું અનોખું મંદિર જ્યાં પત્ની સાથે પૂજાય છે હનુમાનજી, જાણો અદ્ભુત કથા
Examમાં ટેક્નોલોજીનો ગડબડ ગોટાળો? QR કોડ બન્યો સોશિયલ મીડિયા સ્ટાર
ગુજરાતમાં માવઠાની આગાહી
સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય
છૂટાછેડા કેસમાં નવો વળાંક: નારાયણ સાંઈની પત્નીની ₹5 કરોડ ભરણપોષણની માંગ , ચુકાદો અનામત
વેપારીને ચાકુ બતાવી રૂ.3.50 લાખની સનસનાટી ભરી લૂંટ
રાજયના ૨૩ મોટા ઔદ્યોગિક એકમોને ₹૧૬૦૭ કરોડથી વધુના મૂડીરોકાણ માટે સહાય મંજૂર અપાઈ
ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત- TET-1 પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
MSME ક્ષેત્રે ગુજરાતની વૈશ્વિક છલાંગ – ૩૦ લાખથી વધુ એકમની નોંધણી સાથે દેશના ટોચના ૫ રાજ્યોમાં સ્થાન, અમદાવાદ-સુરતનો દબદબો
જમીન-મિલકતના સોદામાં હવે ૩૦ દિવસની 135-ડીની નોટિસમાંથી મુક્તિ
૭૫ વર્ષ જૂના ‘ટુકડા ધારા’માં ઐતિહાસિક સુધારો, લાખો ખેડૂતોને મોટી રાહત
રાજ્યને 2025-26માં GST હેઠળ ₹81,410 કરોડની આવક
અમદાવાદમાં ‘જય હનુમાન’ના નાદ સાથે , સીએમ ભૂપેન્દ્ર પટેલે ભવ્ય શોભાયાત્રાકરાવી પ્રસ્થાન, ‘ઓપરેશન સિંદૂર’નો ટેબ્લો રહ્યો આકર્ષણનું કેન્દ્ર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ સજ્જ – અમદાવાદમાં જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોને આપ્યો ‘બૂથ વિજય’નો મંત્ર
માત્ર રસ્તા બનાવી કોન્ટ્રાક્ટરોએ છૂટી જવાનું નથી: CM
બોરસદથી માલેગાવના કતલખાને લઈ જવાતા 15 પશુઓ બચાવાયા, ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ
ઘર નજીક ઘૂસ્યો સાડા પાંચ ફૂટનો મગર, વિરોદ ગામે રહીશોમાં ભયનો માહોલ
સોનું-ચાંદીમાં મોટો ધરખમ ઘટાડો
આર. માધવન કોસ્મેટીક ફાધર નથી
બિઝી ભલે હોવ પણ… પ્રિયંકા બનવું ઈઝી નથી
IPL 2026: 26/4થી જીત સુધીનો ચમત્કાર! રિઝવીના ધમાકેદાર ઇનિંગ્સથી દિલ્હીનો શાનદાર વિજય
Redmi Note 15 SE 5G આજે થશે લોન્ચ
ચૂંટણીના કારણે GPSC પરીક્ષાની તારીખમાં ફેરફાર: 26 એપ્રિલની પરીક્ષા હવે 3 મેેના રોજ યોજાશે

મોરબી: મોરબીનો (Morbi) રાજાશાહી વખતનો ઝૂલતો પુલ (Suspension Bridge) તૂટતા સૌરાષ્ટ્ર, ગુજરાત સહીત દેશભરમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. પૂલ પર મોટી સંખ્યામાં મહિલા અને બાળકો સહીત 500 લોકો બ્રિજ પર હતા. તે દરમિયાન પુલ તુટતા 500 લોકો નદીમાં (River) ખાબક્યા હતા. આ ઘટના દેશભરમાં ગાજી રહી છે. ત્યારે મોરબીની દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી મોદીએ (PM Modi) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે વાતચિત કરી હતી.આ મામલે અન્ય અધિકારીઓ તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની એકત્રીકરણની માંગ કરી છે. વધુમાં પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું
બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના અંગે ટ્વિટ કર્યું છે. જેમા તેમણે જણાવ્યું કે આ ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું. મોરબીમાં ઘર આંગણે વિશ્વકક્ષાનો ઝૂલતો પુલ છેલ્લા સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો અને અંદાજે બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. ત્યારબાદ નૂતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસથી આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો તો મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પુલ ઉપર ફરવા માટે ઉમટી પડ્યા હતા.
ત્વરીત બચાવ ઓપરેશન હાથ ધરવા પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી
જોગાનુજોગ પીએમ નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છે , ત્યારે પીએમ મોદીએ ટવીટ્ટ કર્યુ હતું કે મોરબીમાં ઝુલતા બ્રીજની તૂટી પડવાની દુર્ધટનાના સમાચાર જાણ્યા. મેં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ વાત કરી છે. તેમણે ત્વરીત બચાવ ઓપરેશન માટે ટીમ મોકલવાની કામગીરી શરૂ કરી દીધી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખીને અસરગ્રસ્તોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા માટે જણાવવામાં આવ્યુ છે.બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ સમગ્ર દુર્ધટનાના વિગતો જાણીને ટવીટ્ટ કર્યુ હતું કે , મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
બ્રીજની તૂટવાની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા
મોરબીમાં ઝુલતા બ્રીજની તૂટવાની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે, અલબત્ત બીજી બાજુ ત્વરીત બચાવ ઓપરેશન પણ ચાલી રહયુ છે. મોરબી , રાજકોટ તથા આજુબાજુના જિલ્લાઓમાંથી પણ તરવૈયાઓ બોલાવવામાં આવ્યા છે. તેમના દ્વ્રારા બ્રીજ તૂટતા પાણીમાં ખાબકેલા લોકોને બચાવીને બહાર કાઢવામાં આવી રહયા છે.આ ઝુલતો બ્રીજ 1880માં તૈયાર થયો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.આ ઝુલતા બ્રીજની સંચાલનની જવાબદારી ઓરેવા ગ્રુપ પાસે છે. બ્રીજના સમારકામ માટે તેને બંધ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં દિપાવલી પર્વ દરમ્યાન તેને ખુલ્લો મૂકાયો હતો.
