Trending

BGMI ચાહકો માટે સારા સમાચાર! સરકાર હટાવી શકે છે ક્રાફ્ટન પરનો પ્રતિબંધ

નવી દિલ્હી: બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાની(Battlegrounds Mobile India) લોકપ્રિયતથી કોઈ અજાણ નથી. આ વર્ષે જ BGMIના સત્તાવાર(official) પ્રકાશક (publisher) ક્રાફ્ટનએ (Krafton) જણાવ્યું હતું કે ભારતમાં તેની લોકપ્રિય બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) એ 10 કરોડ વપરાશકર્તાઓનો આંકડો પાર કરી દીધો છે. અગાઉ ભારતમાં ચાઈનીઝ કનેક્શનને કારણે PUBG મોબાઈલ પર પ્રતિબંધ (ban) મૂકવામાં આવ્યો હતો. પરંતુ, કંપનીએ ખાસ કરીને ભારતના ખેલાડીઓ માટે BGMI લોન્ચ કર્યું. જેને ઘણી લોકપ્રિયતા મળી. પરંતુ, અન્ય દેશમાં ડેટા મોકલવાના કારણે કંપની પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જેને પગલે તેને ગૂગલ પ્લે સ્ટોર(Google Play store) અને એપલ એપ સ્ટોર (Apple App store) પરથી દૂર કરવામાં આવ્યું હતું.

BGMI ટૂંક સમયમાં પુનરાગમન થઇ શકે છે
BGMIના ચાહકો માટે લાંબા સમય બાદ સારા સમાચાર આવ્યા છે. લોકપ્રિય રોયલ ગેમ BGMI ટૂંક સમયમાં ભારતમાં પુનરાગમન કરવા જઈ રહી છે. આ અંગેની માહિતી એક રિપોર્ટમાં આપવામાં આવી છે. દેશમાં PUBG મોબાઇલ પર પ્રતિબંધ મૂક્યા પછી, બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા ફક્ત ભારતના વપરાશકર્તાઓ માટે જ શરૂ કરવામાં આવ્યું હતું. એક રિપોર્ટ અનુસાર, આ વર્ષના અંત સુધીમાં આ ગેમ પરત આવવાની આશા છે.

ભારત સરકાર હટાવી શકે છે પ્રતિબંધ
લોકપ્રિય ભારતીય મોબાઈલ બેટલ રોયલ ગેમ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા અથવા BGMI ટૂંક સમયમાં પુનરાગમન કરી શકે છે કારણ કે ભારત સરકાર ટૂંક સમયમાં તેના પરનો પ્રતિબંધ હટાવી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ક્રાફ્ટનની આ યોજના અને બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા અથવા BGMIના રિટર્ન વિશે બહુ ઓછા લોકો જાણે છે. કેટલાક BGMI ખેલાડીઓ ફૉનમાં આ ઍપ રાખે છે પરંતુ, તેઓ ગેમનાં પરત આવવા વિશે જાણતા નથી.

યુટ્યુબ પર BGMI પ્લેયર સપોર્ટ ચેનલ લોન્ચ કરવામાં આવી
જ્યારે ક્રાફ્ટને YouTube પર નવી BGMI પ્લેયર સપોર્ટ ચેનલ શરૂ કરી ત્યારે તેના પરત વિશે ચર્ચાઓ શરૂ થઈ. આ સિવાય કંપનીની વેબસાઈટ પર ઘણા વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી ચાહકો અને ખેલાડીઓ ખૂબ જ ખુશ છે.

તમને જણાવી દઈએ કે ક્રાફ્ટન PUBG અને BGMI ની સત્તાવાર પ્રકાશક છે. અગાઉ ભારતમાં ચાઈનીઝ કનેક્શનને કારણે અન્ય સંખ્યાબંધ એપ્લિકેશન સાથે PUBG મોબાઈલ પર પણ ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કંપનીએ ભારતમાં પોતાની લોકપ્રિયતાના પગલે ખાસ કરીને ભારતના ખેલાડીઓ માટે BGMI લોન્ચ કર્યું અને આ ગેમને પણ ઘણી લોકપ્રિયતા મળી. પરંતુ, અન્ય દેશમાં ડેટા મોકલવા માટે કંપનીને બ્લોક કરવામાં આવી હતી. તેને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી દૂર કરવામાં આવ્યું હતું. પરંતુ, હવે નવા રિપોર્ટ પરથી લાગે છે કે તે ટૂંક સમયમાં પુનરાગમન કરી શકે છે. જ્યારથી ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારથી જ ક્રાફ્ટન તેને પરત લાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. હવે યુટ્યુબ પર ચાર વીડિયો પ્રકાશિત કરવામાં આવ્યા છે. આમાં, વારંવાર પૂછાતા પ્રશ્નો કહેવામાં આવ્યા છે. જો કે, યુટ્યુબ વિડિયો હજુ પ્રકાશિત થયો નથી. પરંતુ, આ વીડિયો કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જોઈ શકાય છે.

Most Popular

To Top