National

કોણ છે પૂનમ કૌર? રાહુલ ગાંધીએ જેનો હાથ પકડતા મચી ગયો હોબાળો…

હૈદરાબાદ: રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો યાત્રા'(Bharat Jodo Yatra) છેલ્લા ચાર દિવસથી તેલંગાણા (Telangana) પહોંચી છે. અહીં શનિવારે અભિનેત્રી(actress) પૂનમ કૌરે (Poonam Kaur) રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે પદયાત્રા કરી હતી. જેનો વીડિયો સોશિઅલ મીડિયા (social media) પર ખુબ વાયરલ (viral) થયો છે. જેના પર કર્ણાટક બીજેપી (BJP) નેતા પ્રીતિ ગાંધીએ (Preeti Gandhi) રાહુલ ગાંધીની અભિનેત્રી પૂનમ કૌરનો હાથ પકડેલી તસવીર શેર કરી છે. પ્રીતિ ગાંધીએ આ તસવીરમાં લખ્યું, ‘Following in the footsteps of my great grandfather!'(‘મારા પરદાદાના પગલાનું અનુસરણ!’) પ્રીતિ ગાંધીની આ પોસ્ટ બાદ એક તરફ પ્રહારનો સિલસિલો શરૂ થયો. તો બીજી તરફ પૂનમ કૌરે પ્રીતિ ગાંધીને જવાબ આપતા લખ્યું કે તમે અપમાનજનક વાત કરી રહ્યા છો, યાદ રાખો વડાપ્રધાન મહિલા શક્તિની વાત કરે છે. હું લપસી અને લગભગ પડી જવાની તૈયારીમાં હતી, એટલે સરે મારો હાથ પકડી લીધો. તેણે રાહુલ ગાંધી માટે લખ્યું, ‘આભાર સર’.

વાયરલ વિડિઓ પર યુઝર્સે આપી અલગ-અલગ પ્રતિક્રિયા
પૂનમ કૌરની પ્રતિક્રિયા બાદ પ્રીતિ ગાંધીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેના પર યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. કોંગ્રેસે પણ તેના પર નિશાન સાધ્યું અને એક મહિલા હોવાને કારણે તેઓ અન્ય મહિલાની મજાક ઉડાવવા અને તેને બદનામ કરવા જેવા આરોપોથી ઘેરાઈ ગયા.

જાણો કોણ છે ચર્ચામાં આવેલી મહિલા પૂનમ કૌર
પૂનમ કૌરનો જન્મ અને ઉછેર હૈદરાબાદમાં થયો. પૂનમ કૌરે તેનું સ્કૂલિંગ હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાં કર્યું અને દિલ્હીની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી (NIFT)માં ફેશન ડિઝાઇનિંગ કર્યું. 2006માં અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે તેજા દ્વારા નિર્દેશિત ફિલ્મ સાઈન કરી હતી પરંતુ બાદમાં તેને ફિલ્મ ન મળી. બાદમાં તેમણે ઓકા વિચિત્રમ્ નામની ફિલ્મમાં અભિનય કર્યો. પૂનમ કૌરે માયાજલમ સહિત ઘણી તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રી ઉપરાંત પૂનમ ચર્ચિત મૉડેલ પણ છે.

અગાઉ પણ રાહુલ ગાંધીના મહિલાઓ સાથેની તસ્વીરો થઇ ચુકી છે વાયરલ
તમિલનાડુમાં મનરેગાની મહિલા સભ્યો સાથે વાતચીત કરતી વખતે સૌથી વધુ લાયક સ્નાતકોમાંના એક રાહુલ ગાંધી ત્યારે સ્તબ્ધ થઈ ગયા હતા જયારે પ્રવાસ દરમિયાન કેટલીક મહિલાઓએ તેમને લગ્ન કરી લેવાનું સૂચન કર્યું હતું. આ બનાવ ત્યારે બન્યો હતો જયારે આ ઉપરાંત ભારત જોડો યાત્રા દરમિયાન જ રાહુલ ગાંધીને ગળે લગાડીને આશીર્વાદ આપતા એક વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો કોંગ્રેસે ટ્વિટર પર અપલોડ કર્યો હતો. જેમાં મહિલાએ કોંગ્રેસના નેતાને આશીર્વાદ આપતા, ગાલ પર ચુંબન કરતા અને તેના ખભા પર સાબાશી આપતા નજરે પડે છે.

Most Popular

To Top