નડિયાદ: ખેડા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે પોલીસની ટીમે ખેડા તાલુકાના કનેરા ગામની સીમમાં આવેલ બ્રિજ નજીક વોચ ગોઠવી, રીક્ષામાં સંતાડી લઈ જવાતાં ૪...
પેટલાદ : તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચૂંટણીનું સોમવારે મતદાન થયું હતું. વ્યવસ્થાપક મંડળના સભ્યોની સમય મર્યાદા પૂર્ણ થતાં 16 બેઠકો...
આણંદ : આણંદ શહેરમાં રહેતી યુવતી સાથે સગાઇ કરનાર યુવક અચાનક તેની પ્રેમિકા સાથે ભાગી ગયો હતો. જોકે, છેલ્લા બે વર્ષથી તે...
ખેડા: ખેડા ટાઉન પોલીસની ટીમે થોડા દિવસો અગાઉ શહેરના મુખ્ય વિસ્તારોમાં દુકાનોની બહાર ગેરકાયદેસર રીતે બહાર કાઢવામાં આવેલાં દબાણો હટાવ્યાં હતાં. જોકે,...
બેંગલુરૂ : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી 24મી મેચમાં ડેવોન કોનવે અને શિવમ દુબેની આક્રમક અર્ધસદીઓ ઉપરાંત બંને વચ્ચેની 80 રનની તેમજ...
અંકલેશ્વર: ગુજરાતમાં પ્રદૂષણ મામલે અમદાવાદ શહેર પ્રથમ નંબરે કેન્દ્રીય વન વિભાગે દેશનાં પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતમાં એર ક્વોલિટી...
નવી દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો ત્યારે હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આગામી ચાર...
સુરત: (Surat) ઉત્રાણ ખાતે રહેતા રત્નકલાકારનો લગ્નમાં (Marriage) ડાન્સ કરવા બાબતે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને ગઈકાલે બે જણાએ રત્નકલાકાર ઉપર...
અમદાવાદ: રૂપિયા 30 લાખની લાંચના કેસમાં નાસતા ફરતા અમદાવાદના (Ahmedabad) અધિક કમિશ્નર સંતોષ કરનાનીને મળેલા આગોતરા જામીન રદ કરી દીધા છે એટલું...
ગાંધીનગર: મોડાસામાં (Modasa) કોંગ્રેસની (Congress) કારોબારીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ (BJP) આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેના પગલે ભાજપ અને કોંગ્રેસ...
સુરત: (Surat) કતારગામ ખાતે આવેલા વીઆર પોપાવાલા ચિલ્ડ્રન હોમમાંથી (Children Home) બે દિવસ પહેલા ગાંધીનગરથી 6 મહિના પહેલા શિફ્ટ કરવામાં આવેલો 7...
સુરત: (Surat) ડિંડોલીમાં રોંગ સાંઈડથી પૂરઝડપે આવેલા ડમ્પરના ડ્રાઇવરે (Driver) બાઇક (Bike) પર જતા બે યુવકોને અડફેટે લીધું હતું. તેના કારણે એક...
ખાર્ટુમ: સુદાનમાં (Sudan) લશ્કર અને એક અર્ધલશ્કરી દળ વચ્ચેની લડાઇ (War) આજે ત્રીજા દિવસમાં પ્રવેશી હતી અને દેશની રાજધાની તથા અન્ય શહેરોમાં...
હૈદરાબાદ : આવતીકાલે મંગળવારે જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ (MI) અહીં આઇપીએલમાં (IPL) સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે મેદાને ઉતરશે ત્યારે તેઓ પોતાની જીતની લય...
સુરત: (Surat) સહારા દરવાજા રેલવે ઓવર બ્રિજ (Bridge) ઉપર સોમવારે સાંજે સીએનજી કારમાં (Car) આગ (Fire) લાગવાને કારણે ભારે અફરાતફરી ભર્યો માહોલ...
અમદાવાદ: ગૃહમંત્રાલય, ઇડી, સીબીઆઇ, ઇન્કમટેક્સ, ચૂંટણી પંચ સહિત તમામ એજન્સીઓનો દૂરપયોગ કરી ભાજપે (BJP) લોકતંત્ર ખતમ કરી નાંખ્યું છે. અદાણી (Adani) અને...
ગાંધીનગર: આજે સોમનાથ (Somnath) ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો હતો. તા. ૩૦ એપ્રિલ સુધી ચાલનારા આ મહોત્સવમાં બીચ સ્પોર્ટસ,...
ભરૂચ: (Bharuch) ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ રાજરત્ન બંગ્લોઝમાં રહેતા પરિવારને કેનેડા (Canada) નોકરી અને વિઝા (Visa) આપવાનું કહી ૬ ઠગ ટોળકીએ રૂ.૧૮.૬૬...
ન્યૂયોર્ક: ગૂગલના (Google) સીઇઓ (CEO) સુંદર પિચાઇએ કબૂલ્યું છે કે તેમની કંપનીના (Company) એઆઇ પ્રોગ્રામ બાર્ડના બધા પાસા તેમને પોતાને સમજાયા નથી....
નવી દિલ્હી: બિહારના (Bihar) પટનામાંથી (Patna) એક એવી ધટના સામે આવી છે કે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. જાણકારી મુજબ પટનામાં...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ (BCCI) સ્ટાર ઇન્ડિયા (Star India) સાથેના પોતાના 2018થી 2023 સુધીના મીડિયા રાઇટ્સ એગ્રીમેન્ટ (એમઆરએ)માંથી...
બારડોલી: (Bardoli) બારડોલીના વાંકાનેર નજીક નશામાં ધૂત કારચાલકે (Car Driver) એક મોટરસાઇકલ (Motorcycle) ચાલકને અડફેટે લેતાં મોટરસાઇકલ સવાર વૃદ્ધનું મોત થયું હતું....
વાપી : વલસાડ (Valsad) એસઓજી ટીમે વાપીના (Vapi) ડુંગરા હરિયા પાર્કથી મોબાઈલ સ્નેચિંગના (Mobile snatching) ફોન (Phone) રાખનાર દુકાન સંચાલક અને વપરાશ...
ગાંધીનગર : કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની ઉપસ્થિતિમાં આજે સોમનાથ (Somnath) ખાતે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો હતો. રાજનાથ સિંહે જણાવ્યું...
ગાંધીનગર : નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોને સુદ્રઢ જાહેર શહેરી પરિવહન સુવિધા આપીને ”ઇઝ ઓફ લિવિંગ” વધારવાનો જનહિત અભિગમ સરકારે અપનાવ્યો છે. આ...
આઈપીએલમાં (IPL) સચિન તેંડુલકરના દિકરા અર્જુન તેંડુલકરની એન્ટ્રી થઈ છે. પ્રથમ મેચમાં તેણે બોલીંગ કરી પોતાનું ખાતુ ખોલાવ્યું છે. જોકે તેની પ્રથમ...
નવી દિલ્હી : ભારતીય ટીમના (Indian Team) માજી કેપ્ટન અને ગુજરાતમિત્રના કોલમિસ્ટ સુનિલ ગાવસ્કરે ચેન્નાઇ સુપર કિંગ્સના (CSK) કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને...
બોટાદ: ગુજરાતના (Gujarat) બોટાદ (Botad) રેલવે સ્ટેશન (Railway Station) પર ચોંકાવનારી ઘટના બની છે. અહીં ટ્રેનમાં આગ (Fire In Train) લાગતા દોડધામ...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં ખૂબ જ કરૂણ ઘટના બની છે. અહીં એક 5 વર્ષીય બાળકનું અકસ્માતમાં (Accident) મોત (Death) થયું છે. જિલ્લાના...
નવી દિલ્હી: બાહુબલી અને પૂર્વ સાંસદ અને ધારાસભ્ય અતીક અહેમદ (Atik Ahmed) અને તેના નાના ભાઈ ભૂતપૂર્વ ધારાસભ્ય અશરફ અહેમદ (Ashraf Ahmed)...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
નડિયાદ: ખેડા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે પોલીસની ટીમે ખેડા તાલુકાના કનેરા ગામની સીમમાં આવેલ બ્રિજ નજીક વોચ ગોઠવી, રીક્ષામાં સંતાડી લઈ જવાતાં ૪ કિલો ગાંજાના જથ્થા સાથે અમદાવાદના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. તેઓ આ ગાંજાનો જથ્થો પેટલાદના એજાજ પાસેથી લાવ્યાં હોવાનું પોલીસ પુછપરછમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસે ગાંજાનો જથ્થો ઉપરાંત રીક્ષા, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૧,૨૬,૫૬૦ નો મુદ્દામાલ જપ્ત કરી, કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદથી અમદાવાદ તરફ જતી સી.એન.જી રીક્ષા નં જીજે ૨૭ ટીએ ૨૩૧૧ માં ગાંજાની હેરાફેરી થતી હોવાની બાતમી ખેડા એસ.ઓ.જી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે શુક્રવારના રોજ રાત્રીના સમયે ખેડા તાલુકાના કનેરા ગામની સીમમાં આવેલ બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન રાત્રીના આઠ વાગ્યાના અરસામાં બાતમી મુજબની સીએનજી રીક્ષા આવતાં પોલીસે તેને રોકી હતી અને તેમાં સવાર બસીરખાનઉર્ફે કાળીયો વાહીદખાન પઠાણ, હસન ગુલામહુસેન શેખ તેમજ નસરૂદ્દીન ઉર્ફેનાસીર મયુદ્દીન શેખ (ત્રણેય રહે.શાહઆલમ, અમદાવાદ) ની પોલીસે અટકાયત કરી હતી.
જે બાદ પોલીસે રીક્ષાની તલાશી લેતાં ડ્રાઈવરની સીટ નીચે સંતાડેલા ખાખી કલરના બે બોક્ષ મળી આવ્યાં હતાં. તે ખોલીને જોતાં તેમાંથી ૪.૧૫ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો કિંમત રૂ.૪૧,૫૦૦, ત્રણ મોબાઈલ કિંમત રૂ.૪૦૦૦, રોકડા રૂ.૧૦૬૦ તેમજ રીક્ષા કિંમત રૂ.૮૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૨૬,૫૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પુછપરછમાં આ ત્રણેય જણાં પેટલાદના એજાજ પાસેથી ગાંજાની ખરીદી કરી હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે પોલીસે પકડાયેલાં ત્રણેય શખ્સો ઉપરાંત ગાંજાનો વેપલો કરનાર પેટલાદના એજાજ સામે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેમના રિમાન્ડ દરમિયાન ચરોતરના ગાંજાનું નેટવર્ક બહાર આવે તેવી શક્યતા મળી રહી છે.