મહારાષ્ટ્ર: મુંબઈ (Mumbai) પુણે ઓલ્ડ હાઈવે પર એક ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. મહારાષ્ટ્રના રાયગઢના (Raigadh) ખોપોલી વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક બસ...
સામાન્ય રીતે પતિ પત્નીની તારીફોના પુલ બાંધતા કહેતા હોય છે કે, તેની પત્ની તેને ખૂબ સારી રીતે સમજે છે. પતિ પણ દરેક...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા વરસાદી પાણીનો બચાવ કરવા માટે કોર્પોરેશનની વિવિધ કચેરીઓ ખાતે ડીપ વોટર રિચાર્જ બાય રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટની...
વડોદરા: વડોદરા શહેરના અલકાપુરી જેવા ભદ્ર વિસ્તાર માં આવેલ સરદાર બાગ સ્વીમિંગ પૂલ ચાલુ કરવા માટે અનેક રજુઆત છતાં યુદ્ધ ના ધોરણે...
વડોદરા: ઉનાળા દરમિયાન શહેર માં આગ ના બનાવો માં ઉતરોતર વધારો થતો જોવા મળે છે. આ મહિના માં પેલી એપ્રિલ થી લઈ...
નવી દિલ્હી: ઉમેશ પાલ હત્યા કેસનાં (Umesh Pal Murder case) માસ્ટર માઈન્ટ અતીક અહેમદના (Atiq Ahmed) પુત્ર અસદનું (Asad) એન્કાઉન્ટર (Encounter) બાદ...
વડોદરા: આજવા રોડ પર રહેતા સાઇટ સુપરવાઇઝર ઓનલાઇન રેટિંગની જોબ આપવાનું જણાવી વળતર આપવાના બહાને શ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ બેન્ક ખાતમાં રૂા....
ડાકોર: યાત્રાધામ ડાકોરની પવિત્ર ગોમતી તળાવમાં ફેલાયેલી અસહ્ય ગંદકી મુદ્દે અનેકવારની રજુઆતો બાદ પણ તંત્ર દ્વારા સફાઈકામ હાથ ન ધરાતાં એક જાગૃત...
વડોદરા: ડો. ભીમરાવ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે જાહેર રજા હોવા છતાં નિઝામપુરા સ્થિત પાસપોર્ટ ઓફિસ દ્વારા કેટલાય લોકોને પાસપોર્ટ અંગે વિવિધ કામગીરી...
ડાકોર: યાત્રાધામ ડાકોરના ડુંગરા ભાગોળ વિસ્તારમાં છેલ્લાં ઘણાં દિવસોથી નળમાં ગટર મિશ્રીત ગંદુ પાણી આવી રહ્યું છે. આ મામલે અનેકવારની રજુઆત બાદ...
નડિયાદ: નડિયાદમાં બનાવટી હળદર પ્રકરણમાં શુક્રવારે વધુ 2 ફરીયાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ છે. ખાસ વાત એ છે કે, આ ફરીયાદો પૈકી...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા નેશનલ સેમીનાર યોજાયો હતો.જેમાં ત્રણ વિષય નિષ્ણાંત દ્વારા કી પેપર રજૂ થયા...
નડિયાદ: રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર-2022ના અરસામાં નડિયાદ વિધાનસભા ક્ષેત્રના વિવિધ વિકાસ કામો માટે 4 કરોડ 80 લાખ જેવી માતબર...
‘ગુજરાતમિત્ર’ અખબારની ‘પેઢી નામા’ની ટીમ છેલ્લા કેટલાક સમયથી ઝાંપાબજારની મુલાકાતે પધારી છે. 7મી એપ્રિલના રોજ જાણીતા 93 વર્ષ પુરાણી ગાંધી ‘ચીબાવાલા’ની પેઢીના...
કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી – ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરારિબાપુની રામકથાનું આયોજન નવસારીમાં થયું. તેમણે અને તેમનાં પરિવારજનોએ ખૂબ જ જહેમત ઉઠાવી તેના પરિણામે...
મથુરાના બાંકેબિહારી મંદિરની બહાર વીસ વર્ષની ભર યુવાનીમાં પતિના દેહાંત બાદ ઘર છોડી અહીં આશરો લેનાર ‘યશોદા’ નામની મહિલા કૃષ્ણભક્તિમાં લીન બની...
નવી દિલ્હી: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની (Japanese Prime Minister Fumio Kishida) જાહેર સભામાં બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો હતો. જ્યારે પીએમ ફ્યુમિયો...
રવિવારની વહેલી સવાર હતી.સોમેશની આંખ વહેલી ખુલી ગઈ એટલે જાતે ચા બનાવી તે ગરમ ચાનો કપ લઈને ગેલેરીમાં ગયો.આખી રાત વરસાદ પડ્યો...
ઉત્તરપ્રદેશ ફરી એક વાર ચર્ચામાં છે. સાચાં કે ખોટાં કારણોસર એ ચર્ચાનો વિષય છે. ગેંગસ્ટરમાંથી રાજકારણી બની ગયેલા અતિક અહમદને ઉમેશ પાલ...
હાલમાં આવી રહેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે આ દાવ ઘણો અઘરો છે અને ભાજપ માટે તો એથી પણ વધારે અઘરો છે....
જેનો ડર હતો તે ફરી થઈ રહ્યું છે. હજુ ત્રણ વર્ષ પહેલા કોરોનાની મહામારીએ આખા વિશ્વને ધ્રુજાવ્યું હતું. 2020માં શરૂ થયેલી કોરોનાની...
ભારતમાં જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે રાજકીય પક્ષોમાં પક્ષપલટામાં ભરતી આવતી હોય છે. ટિકિટો કાયમ મર્યાદિત હોય છે, પણ ટિકિટવાંચ્છુઓની વાસના...
કોલકાતા : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023ની (IPL 2023) સિઝનમાં હેરી બ્રુકની નોટઆઉટ સદી ઉપરાંત કેપ્ટન એડન માર્કરમની 26 બોલમાં અર્ધસદીની સાથે...
સુરત : સુરતના (Surat) વેપારીઓ સાથે જો છેતરપિંડી (Fraud) કરાઇ હશે તો તે દેશના કોઇ પણ ખૂણામાં હશે તેને છોડવામાં નહી આવે...
દાહોદ: હેવાન બનેલા પિતાએ માનસિક રીતે અસ્થિર (Mentally unstable daughter) અને પોતાની 35 વર્ષની પુત્રીને છેલ્લા પાંચ વર્ષથી સાંકળથી બાંધી દીધી હતી....
કોલકાતા : સુરતના (Surat) જાણીતા ક્રિકેટ કોચ (Cricket Coach) અપૂર્વ દેસાઇનો પુત્ર અને યુવા ક્રિકેટર આર્ય દેસાઇનો હાલમાં રમાઇ રહેલી ઇન્ડિયન પ્રીમીયર...
ગાંધીનગર: રાજયમાં હવે આગામી તા.7મી મેના રોજ તલાટીની પરીક્ષા (Talati Exam) લેવાની સરકાર દ્વારા તૈયારી ચાલી રહી છે. જો કે રાજય પંચાયત...
ગાંધીનગર: ટેકનોલોજીના (Technology) આધારે રાજયભરના લોકોની સમસ્યાઓનું નિવારણ કરવા ગાંધીનગરમાં (Gandhinagar) યોજાતો મુખ્યપ્રધાનનો સ્વાગત ઓન લાઈન લોક દરબારના (Welcome to Online Lok...
પલસાણા : કામરેજ (Kamrej) તાલુકાના પરબ ગામના એક ખેતરમાંથી (Farm) પોલીસે (Police) 33 લાખના ગાંજા સાથે સુરતના (Surat) બે ઈસમોને ઝડપી પાડ્યા...
ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને (Loksabha Election) ધ્યાનમાં રાખીને હવે ભાજપના (BJP) અનુ.જાતિ મોરચા દ્વારા 14 એપ્રિલથી 5મી મે સુધી રાજયભરમાં સવા લાખ યુવાઓને...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
મહારાષ્ટ્ર: મુંબઈ (Mumbai) પુણે ઓલ્ડ હાઈવે પર એક ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. મહારાષ્ટ્રના રાયગઢના (Raigadh) ખોપોલી વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક બસ 150 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત (Death) થયા છે. મળતી માહિતી મુજબ, રાયગઢના ખોપોલી વિસ્તારમાં શિંગરોબા મંદિરની પાછળ હાઈવે પરથી જઈ રહેલી એક ખાનગી બસ 150 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બસમાં 35 થી 40 લોકો સવાર હતા. રાયગઢના એસપીએ માહિતી આપી છે કે ખોપોલી વિસ્તારમાં એક બસ ખીણમાં પડી જવાથી અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને 25થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. હાઈકર્સ ગ્રુપ, આઈઆરબીની ટીમ અકસ્માત પીડિતોની મદદ માટે છે. ખાનગી હોસ્પિટલોના ડોકટરોને મદદ માટે બોલાવવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ બસ 150 ફૂટ ઉંડી ખીણમાં પડી છે. ક્રેન સાથે દોરડું બાંધીને બસને બહાર કાઢવામાં આવી રહી છે. સ્થળ પર સ્થાનિક પોલીસ, એમ્બ્યુલન્સ, ડોક્ટરોની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. સ્થાનિકોએ દોરડાની મદદથી લગભગ 25 જેટલા લોકોનો જીવ બચાવ્યો હતો. જેમાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ખંડાલા અને ખોપોલી વચ્ચે જૂના નેશનલ હાઈવે પર શિંગરોબા ઘાટ પરથી ઉતરતી વખતે આ અકસ્માત થયો હતો. ઘટનાનું કારણ સ્પષ્ટ નથી, બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ગોરેગાંવ વિસ્તારના એક સંગઠન સાથે જોડાયેલા લોકો બસમાં બેઠા હતા જેઓ એક કાર્યક્રમ માટે પૂણે ગયા હતા અને પુણેથી પરત ફરી રહ્યા હતા.
સીએમ શિંદેએ 5 લાખના વળતરની જાહેરાત કરી હતી
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ જૂના મુંબઈ-પુણે હાઈવે પર બસ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો, રાયગઢના કલેક્ટર અને એસપી અને બચાવ કામગીરીમાં લાગેલી ટીમ સાથે પણ વાત કરી. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે મૃતકોના નજીકના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને ઘાયલોને સરકારી હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે.
महाराष्ट्र के रायगढ़ में 150 फीट नीचे खाई में गिरी बस ,12 लोगों की दर्दनाक मौत, 25 से ज्यादा घायल , pic.twitter.com/wRoqOq9UM1
— Yogendraindiatv (@indiatvyogendra) April 15, 2023
ગોરેગાંવ (મુંબઈ)ના બાજી પ્રભુ વડાક ગ્રુપ (સિમ્બલ ટીમ) એક ખાનગી બસમાં પૂણેમાં કાર્યક્રમ પૂરો કરીને ગોરેગાંવ જઈ રહ્યા હતા. રાયગઢના પોલીસ અધિક્ષક સોમનાથ ખરગેએ જણાવ્યું કે આ સમયે અકસ્માત થયો હતો. બસ પૂણેથી મુંબઈ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. અત્યાર સુધીમાં 25 ઘાયલ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ 15 થી 20 મુસાફરો ખીણમાં ફસાયેલા છે. આ બસમાં કુલ 40 થી 45 મુસાફરો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.