Gujarat

હું તલાટીની પરીક્ષા આપીશ, સંમતિપત્રક ભરવું ફરજીયાત – હસમુખ પટેલ

ગાંધીનગર: રાજયમાં હવે આગામી તા.7મી મેના રોજ તલાટીની પરીક્ષા (Talati Exam) લેવાની સરકાર દ્વારા તૈયારી ચાલી રહી છે. જો કે રાજય પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા એક સંમતિપત્રકની દરેક ઉમેદવારે આપવાનું રહેશે, જેમાં ઉમેદવારે એવી ખાતરી આપવાની રહેશે, કે હું તલાટીની પરીક્ષા આપીશ.જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તે તમામ ઉમેદવારે આ સંમતિપત્રક આપવાનું રહેશે. આવુ સંમતિપત્રક આપનાર જે કોઈ ઉમેદવાર આવુ સંમતિપત્રક આપીને પરીક્ષા નહીં આપે તો તેમની સામે કોઈ કાયદેસરની કાર્યાવાહી થશે નહીં, તેવી સ્પષ્ટતા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે કરી છે. જો કે વહેલી તકે આ સંમતિપત્રક ભરી દેવુ જરૂરી છે.

રાજયમાં તાજેરમાં લેવાયેલી જુનીયર કલાર્કની 1000 કરતાં વધુ જગ્યા માટે પરીક્ષામાં 9.58 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જો કે તેમાંથી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 41 ટકા ઉમેદવાર હાજર રહ્યા હતા, 59 ટકા ઉમેદવાર ગેરહાજર રહેતા પેપર ઓએમઆર શીટનો વ્યય થયો હતો. આ રીતે તલાટીની પરીક્ષામાં પણ ઓએમઆર શીટનો વ્યય ના થાય તે માટે સંમતિ પત્રક માંગવામાં આવી રહયુ છે. સંમતિ પત્ર ભર્યા બાદ કોઈ ઉમેદવાર કોઈ કારણસર પરીક્ષા ન આપી શકે તો ઉમેદવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થઈ છે. ઓજસની વેબસાઈટ પર કન્ફર્મેશનની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. ઉમેદવારોએ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાંખવાની રહેશે.

રાજયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક કાંડ રોકવા માટે 10 વર્ષની કેદ તથા 1 કરોડનો દંડ અને પ્રોપર્ટી જપ્ત કકરવાની જોગવાઈ સાથેનો નવો કાયદો અમલમાં આવ્યા પછી હવે રાજય સરકાર બીજી મહત્વની પરીક્ષા લેવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જુનીયર કલાર્કની પરીક્ષા લીધા પછી હવે સરકાર તલાટીની પરીક્ષા લેવા આગળ વધી રહી છે. જો કે તલાટીની પરીક્ષા 30મી એપ્રિલના બદલે તા.7મી મેના રોજ લેવાશે . રાજયભરમાં પરીક્ષા કેન્દ્રો સમયસર નહીં મળવાના કારણે સરકારને પરીક્ષા પાછી ઠેલવાનો નિર્ણય લેવો પડયો છે. કેબીનેટ પ્રવકત્તા અને સીનીયર મંત્રી ઋષિકેશ પટેલે કહયું હતું કે , આગામી 7મેના રોજ તલાટીની પરીક્ષા યોજાશે. રાજ્યભરમાં કુલ 17 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે.

અગાઉ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આમ તો રાજયમાં તલાટીની પરીક્ષા આગામી તા.30મી એપ્રિલના રોજ લેવાનાર છે. જો કે પરીક્ષા કેન્દ્રો સમયસર મળી જાય તો જ આ તારીખે પરીક્ષા લેવાનું શકય બનશે. તલાટીની પરીક્ષા માટે 17.5 લાખ જેટલા ઉમેદવારો છે. જેમના માટે 5 હજાર 700 પરીક્ષા કેન્દ્રોની જરૂર છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 3 હજાર 22 જેટલા જ પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ બન્યા છે. તાજેતરમાં સીએમ ભૂપેન્દ્ર પેટલના અધ્યક્ષ સ્થાને કેબીનેટ બેઠક મળી હતી. જેમાં આ પરીક્ષા તા.7મી મેના રોજ લેવાનો નિર્ણય લેવાયો હતો. તલાટીની પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ ઓજસ વેબ સાઈટ પર ફોર્મ ભરતી વખતે ઉમેદવારે પોતે પરીક્ષા આપવા આવીશ એવી ખાતરી પણ આપવી પડશે, જેના પગલે રાજય સરકારને એક ઉમેદવાર દીઠ થતો ખર્ચ ટાળી શકાય.

Most Popular

To Top